SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 707 આચાર્યશ્રીનાં વંદન માટે આખો દિવસ ઊમટેલી જનમેદની સંધ્યા સમય થતાં ઓછી થતી જતી હતી. થોડો વધુ વખત વ્યતીત થતાં ત્યાં નીરવ શાન્તિ પથરાઈ ગઈ. આચાર્યશ્રી અને એમનો સાધુસમુદાય-સૌ કોઈ આ વખતે ધ્યાનમગ્ન હતા. આ સમય સાધીને ઉજ્જયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી આચાર્યશ્રીના સ્થાનમાં આવી પહોંચ્યા. એઓ આજે આચાર્યશ્રી હેમવિમલસૂરિજીના સત્ત્વની કસોટી કરવાનો નિશ્ચય કરીને આવ્યા હતા. માણેકશાહે પ્રથમથી જ કપડાના બે કાકડા તેલમાં ભીંજવીને તૈયાર કરી રાખ્યા હતા. આ બંને કાકડા સળગાવ્યા. આચાર્યશ્રી જેમના તેમ શાન્ત બેઠા હતા. બંને હાથમાં ભડભડ બળતા બે કાકડા લઈને માણેકશાહ શેઠ મહારાજશ્રીની સમીપમાં આવી પહોચ્યા. ઉભય હસ્તમાં જલતા રહેલા કાકડા આચાર્યશ્રીના મુખમંડળ સમક્ષ ધરીને એમની મુખાકૃતિનું બારીકપણે એ નિરીક્ષણ કરવા લાગ્યા. આ રીતે વારાફરતી કેટલીય વાર તે તમામ સાધુઓની સન્મુખ પ્રકાશ સહિત ફરી વળ્યા. સદાનું અંધકારમય સ્થાન આજે એકાએક તેલિયા કાકડાના તેજસ્વી પ્રકાશ વડે પ્રકાશી ઊઠયું. ભડકે બળતા કાકડાઓનો પ્રકાશ અનેકવાર આંખો સમક્ષ આવવા છતાં ધ્યાનમગ્ન આચાર્ય અને એમના શિષ્યમુદાયને માણેકશાહની આ ઉપહાસક્રિયા તેમ જ આવી અવહેલનાયુક્ત પરિચર્યા યત્કિંચિત્ પણ ધ્યાનભંગ કરવાને સર્વથા અશક્ત નીવડી, માણેકશાહે કરેલી આ કપરી કસોટી તો પરિપૂર્ણ થઈ, પરંતુ તેની સાથે તે પશ્ચાત્તાપની એક તીવ્ર વેદના માણેકશાહના અંતઃકરણમાં મૂકતી ગઈ. - આજની રાત માણેકશાહ શેઠને માટે કાળરાત્રિ સમાન નીવડી. નિદ્રાદેવી આજે એમનાથી રિસાઈને દૂર દૂર નાસી ગઈ હતી. પશ્ચાત્તાપનો કીડો આજે એમના અંતરને ઊંડે ઊંડેથી કરડી કોરીને ખાતો હતો. અનેક જાતના વિચારતરંગો એમના હૃદયપટ પર ચિત્રપટની પેઠે ચાલતા હતા. " અહો! આજે મને આ કેવી કુમતિ સૂઝી ! આવા સમતામગ્ન સપરિણામી સમદષ્ટિ મહાત્માની મેં આજે કેવી ભયંકર મશ્કરી કરી ! રાગદ્વેષાદિરહિત તેમ જ વિષયકષાયથી પર એવા જિતેન્દ્રિય સાધુમહારાજના સૌમ્ય સમ્યગુભાવની મેં મૂર્ખશિરોમણિએ આજે આ કેવી હાંસી કરી ! ધિક્કાર હજો, મારી એ અધમ વૃત્તિને ! આવી અવળી મતિ કોણ જાણે મને ક્યાંથી આવી ! હું આજે આમ અધોગતિને આરે કેમ આવી ઊભો !" માણેકશાહની આંખોમાંથી પસ્તાવાનો અવિરત અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. એમનું મનપંખી ઊડી ઊડીને શાન્તિસ્વરૂપ આચાર્યશ્રી હેમવિમલસૂરિનાં ચરણોમાં આળોટવા લાગ્યું. જ્યારે સવાર પડે અને જ્યારે એ મહાપુરુષની ક્ષમા માંગું એવી અતિ તીવ્ર તાલાવેલીથી માણેકશાહનું અંતર તલપાપડ થવા લાગ્યું. આજની રાત્રી માણેકશાહ શેઠને માટે જુગના જુગ જેવી અતિ લાંબી થઈ પડી. માખણ * . - ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy