SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ 704 તપાગચ્છાધિષ્ઠાયક " કશું નહિ બેટા! એ તો અમસ્તું જ." માતાએ મૂળ વાતને ઉડાવી દેતાં કહ્યું. " એમ તો નહિ જ બને સાસુજી ! આ વાતો હવે વધુ વખત ગુપ્ત રાખવી યોગ્ય નથી. પૂછવાવાળા જ્યારે મોઢામોઢ આવી પૂછે, ત્યારે આવી વાત દબાવી દેવામાં શો સાર છે તે સમજાતું નથી. માટે કાં તો સાચી વસ્તુસ્થિતિથી એમને વાકેફ કરો, અથવા તો મને તેમ કરવાની અનુજ્ઞા આપો."લક્ષ્મીવહુએ આવી અમૂલ્ય તકનો લાભ જતો ન કરવાનો નિર્ણય કરી પોતાનો અભિપ્રાય ખુલ્લી રીતે પ્રકટ કરતાં કહ્યું. સાસુની પરિસ્થિતિ હવે વિષમ થઈ પડી. આવા ધર્મસંકટના સમયે શી રીતે માર્ગ કાઢવો તેનો વિચાર કરતાં તે મૂંઝાઈ પડ્યાં. માણેકશાહ શેઠ પણ પોતાની ધર્મપત્નીના ઉપરોક્ત શબ્દોથી દિંગ થઈ ગયા. એ પણ સમજી ગયા, કે અવશ્ય કંઈક અઘટિત ઘટના બની છે. માતાના મુખમંડળ પર વિષાદ અને વ્યગ્રતા જોઈને, માણેકશાહની માનસિક મૂંઝવણોનો પાર રહ્યો નહિ. માતાને ચરણે પડી એમણે ગળગળા અવાજે કહ્યું : " માજી! જે હોય તે સુખેથી કહો. આપની આજ્ઞા મસ્તક પર ચઢાવવાને સેવક હાજર છે." માતાની આંખમાંથી દડદડ કરતો અશ્રુપ્રવાહ એકધારો વહી રહ્યો. અંતરમાંથી બહાર નીકળવા મથતો અવાજ એમના ગળામાં જ ગૂંગળાઈ જઈને ત્યાં જ વિલીન બની ગયો. એક પણ શબ્દ માતાના મુખમાંથી બહાર આવી શક્યો નહિ. માતાના ચહેરા પર ઊભરાઈ રહેલું દર્દ વ્યાકુળ હૃદયે નિહાળતા માણેકશાહ શેઠ જડવતું ઊભા હતા. હવે જે ખરેખરી તક હાથમાં આવી છે, એ જોઈને લક્ષ્મીવહુએ સમય પર સોગઠી મારવાનો નિરધાર કરી લીધો. " બા પ્રત્યેનો આજે આટલો બધો ભક્તિભાવ ઊભરાઈ જાય છે, પણ કદી જોયું છે, બાનું શરીર અધું થઈ ગયું છે તે ?" આ શબ્દોએ માણેકશાહ શેઠના અંતરમાં ધરતીકંપ જગાવી દીધો. માતાનું શરીર આટલું બધું લેવાઈ ગયું છે એવો કદી ખ્યાલ પણ માણેકશાહ શેઠને આજ લગી આવ્યો ન હતો. આજે જ એકાએક માતાના મુખમંડળનું નિરીક્ષણ કરવાનો અવસર આવતાં તે એકદમ ધ્રૂજી ઊઠ્યા. આનો ભેદ જાણવાની એમના અંતરમાં તાલાવેલી લાગી. એમણે તરત જ બધી વાત સ્પષ્ટપણે જણાવી દેવાની એમની ધર્મપત્નીને દર્દગંભીર હૃદયે આજ્ઞા કરી. " પરંતુ એથી બાના મનને માઠું લાગશે તો !" વહુએ વાતમાં વધુ મોણ નાખવા માંડ્યું. " હવે જે ક્ષણ વ્યતીત થાય છે તે પણ મારે માટે અસહ્ય થઈ પડે છે. માટે સાચી વસ્તુ સ્પષ્ટ કરવામાં વધુ વિલંબ કરવો હવે ઉચિત નથી." માણેકશાહ શેઠે પોતાના હૃદયની અકળામણ વ્યકત કરતાં કહ્યું. " જુઓ, સાંભળો ત્યારે ! તમે હમણાં કોઈપણ દિવસ બાને ભોજનમાં ઘી કે દૂધ લેતાં મા કી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy