SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ આ મુનિમંડળ થોડો દિવસ ચડતાં જ ઉજ્જયિનીને પાદરે આવેલા એક ઉપવનમાં આવી પહોંચ્યું. અહીં એક શાન્ત–એકાંત સ્થળમાં એમણે થોડા દિવસ સ્થિરતા કરવાનો નિશ્ચય કર્યો. તપાગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીના શુભાગમનના સમાચાર વાયુવેગે ઉજ્જયિની નગરીમાં ફરી વળ્યા. આચાર્યશ્રીની શાન્ત, સૌમ્ય મુખમુદ્રા, એમની વાણીમાં વહેતો અખંડ ઉપદેશપ્રવાહ, તેમ જ એમના ત્યાગ, વૈરાગ્ય, અને જ્ઞાનની ચર્ચા ઉજ્જયિની નગરીની ગલીએ ગલીએ ચાલવા લાગી. મહારાજશ્રીની શક્તિ અને ભક્તિની પ્રશસ્તિ કર્ણોપકર્ણ સારાયે શહેરમાં પ્રસરી ગઈ. આથી આચાર્યશ્રીનાં વંદન અને પ્રવચનશ્રવણ માટે ભાવિક શ્રાવક—શ્રાવિકાઓનાં ટોળેટોળાં ઊમટવા લાગ્યાં. ઘટસ્ફોટ " સાસુજી ! વધામણી ! વધામણી !" માણેશાહનાં ધર્મપત્ની લક્ષ્મીવહુ અતિ ઉમળકાભેર પોતાની સાસુ સમક્ષ ઉપરોક્ત શબ્દોચ્ચાર કરતી આવી ઊભી. 11 વહુ બેટા ! શાની વધામણી ? શું મારો પુત્ર..." 11 ના માજી ! એવું તો હજુ કંઈ નથી, પણ આજે આપણા ધન્યભાગ્ય કે ઉજ્જયિની નગરીને આંગણે મહાપ્રતાપી આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીનું આગમન થયું છે. મને તો એમાં ઈશ્વરી સંકેતનાં જ દર્શન થાય છે." વહુએ સાસુના વાક્યને અધવચ્ચેથી ઉડાવી દઈને વધામણીનું સાચું કારણ વ્યક્ત કરતાં કહ્યું. " 'વહુ બેટા ! તમારી વધામણી તો શુદ્ધ સોના જેવી છે પણ..... એ પણની વાત પછી. પ્રથમ તો આપણે આચાર્યશ્રીની આપણે ઘેર પધરામણી કરાવીએ, એટલે એમની કૃપાવડે પાણીને રસ્તે પાણી થઈ જશે એવી મારી સંપૂર્ણ શ્રદ્ધા છે." " બેટા ! એ બધી વાત તો સાચી છે; પણ જ્યાં ઘરનો મુખ્ય માણસ તારો પતિ જ ફરી બેઠો છે, ત્યાં પધરામણી પણ શી રીતે થઈ શકે ?" 703 11 " માજી ! એમ નહિ બોલો. મારા પતિ તો પછી; પ્રથમ એ આપના પુત્ર છે, એ વાત કેમ વીસરી જાઓ છો ? આપનું વચન એ ઉથાપવાના નથી, એવી મને તો પૂરેપૂરી ખાતરી છે.” "દીકરી ! મને તો એમ થવું અતિ મુશ્કેલ લાગે છે. મારી આજ્ઞાની જ્યાં ખુલ્લી અવગણના જ દેખાતી હોય, ત્યાં ફરી એ જ આજ્ઞા કરવાનો અર્થ પણ શો ?" Jain Education International 11 " માજી ! ઘી–દૂધના ત્યાગથી થોડા દિવસમાં જ આપનું શરીર અર્ધું થઈ ગયું છે, અને આવી સ્થિતિ વધુ વખત લંબાય તો કોણ જાણે શું થાય ?' વહુની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. 'મને કશું નહિ થાય દીકરી ! મારી ચિંતા બિલકુલ કરીશ નહિ. આખી સૃષ્ટિને કયાં ઘી-દૂધ મળી શકે છે ! છતાં એ તમામ લોકો જીવી રહ્યાં છે ને ! હું કાંઈ એમ ઓછી જ મરી જવાની છું !" " કેમ કોણ મરી જવાનું છે ? માતાજી ! આમ કેમ બોલો છો ?" માતાના શબ્દો સાંભળી આશ્ચર્યચકિત થઈને માણેકશાહ શેઠે આવતાં વેંત જ પ્રશ્ન કર્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy