SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ જિનવચનની આજ્ઞા લોપીને પોતાના પક્ષને પ્રબળ બનાવવાનો પ્રતિબોધ કરવામાં પોતાની તમામ શક્તિ વાપરી રહ્યા હતા. માણેકશાહ શેઠ ઘણા ધર્મપ્રેમી હતા. નિત્ય ભક્તિભાવે જિનમંદિરે પ્રભુદર્શન-પૂજા તથા આવશ્યક ધર્મક્રિયાઓ કરતા. તેમાં કદી પણ કશી ઊણપ આવવા દેતા નહિ. તેઓ શુદ્ધ શ્રાવકધર્મ અને કુળાચારનું પાલન કરતા. પદ્મનાભસૂરિની વાણી હમણાં હમણાં એમને એમના કુળાચારના ધર્મથી દૂરદૂર ઘસડી જતી હતી અને એમાં એમનો દોષ ન હતો. શક્તિશાળી વાણીનો વેગ એટલો પ્રચંડ હોય છે, કે ઘણી વાર ઘણી વ્યક્તિઓ જાણે—અજાણે અને પરાણે પણ એ વાણીના વેગમાં ઘસડાઈ જાય છે. આ પ્રમાણે માણેકશાહ શેઠ પણ આચાર્યશ્રીની વાક્છટા અને શક્તિના તેજમાં અંજાઈને ઊલટે માર્ગે આકર્ષવા લાગ્યા હતા. આ વસ્તુ પદ્મનાભસૂરિની ચકોર દષ્ટિથી બહાર ન રહી. માણેકશાહ શેઠ જેવા ઉજ્જયિની નગરીના એક અગ્રગણ્ય ગૃહસ્થ પર પોતાની ધારેલી અસર થતી જતી જોઈને સૂરિજીના આનંદનો પાર રહ્યો નહિ. આથી તેમણે પોતાની તમામ શક્તિ કુશળતા પૂર્વક માણેકશાહ શ્રેષ્ઠી પર ઠાલવવા માંડી. આચાર્યશ્રીના મુખપ્રદેશમાંથી વહેતી વાધારાના વહેણમાં માણેકશાહ શેઠનો કુળાચારધર્મ વહી જવા લાગ્યો. વ્યાખ્યાન પરિપૂર્ણ થયું. માણેકશાહના અંતરમાં ચાલતા ધર્મયુદ્ધનો નિર્ણય આવી ગયો. તેમણે તે જ વખતે ઊભા થઈ, પોતાના કુળધર્મને વીસરી જઈને દેરાસરમાં જિનદર્શન-પૂજન આદિનો ત્યાગ કરી લોંકાગચ્છનો સ્વીકાર કર્યો. પોતાનું નિશાન બરાબર કારગત લાગેલું જોઈને સૂરિજીનું અંતર આનંદાવેશથી નાચી ઊઠ્યું. 699 માતાનું હેત ઃ પુત્રનું હિત ઃ પ્રતિજ્ઞાનું પ્રાગટય ઉજ્જયિની નગરના આ ઉપાશ્રયથી થોડા જ અંતરે સુંદર અને સ્વચ્છ રાજમહાલયસમી એક વિશાળ હવેલી ઊભી હતી. એના પ્રવેશદ્વારમાં દાખલ થતાંની સાથે જ આંખ ઠરી જાય એવો એક નાનકડો રમણીય બગીચો દષ્ટિગોચર થતો હતો. બે માળની એ સાદી સુંદર અને સુશોભિત ઇમારત સમસ્ત ઉજ્જૈયિનીમાં એક અનેરા નમૂના રૂપ ગણાતી. એ હવેલીને ઉપલે માળે આવેલા એક રમ્ય ઓરડામાં આજે એક માતાનું હૃદય રડી રહ્યું હતું. જે પુત્રરત્નને આ માતૃહૃદયે બાલ્યાવસ્થાથી જ ધર્મનાં ધાવણ પાયાં હતાં, જે બાલહૃદયની સુકોમળ જમીનમાં એણે ધર્મભાવનાનાં અમૂલ્ય બીજ વાવ્યાં હતાં, જે પુત્રના જીવનમાં ઉમદા સંસ્કારોનું સિંચન કરવામાં એણે પોતાનો આત્મા નિચોવી નાખ્યો હતો, તે જ પુત્રને આજે ધર્મના સાચા માર્ગમાંથી ચ્યુત થયેલો જાણીને એ માતૃહૃદય પર જાણે વજ્રપાત થયો હતો. એ માતૃહૃદય હતું, માણેકશાહ શ્રેષ્ઠીની માતા કસ્તૂરબાનું. કસ્તુરબાનું હૃદય આજે ભયંકર વાવાઝોડાથી ખળભળી ગયું હતું. માણેકશાહ પ્રત્યેનો એનો પુત્રપ્રેમ અથાગ હતો. જિંદગી દરમિયાન એને એક પણ કઠોર શબ્દ કહેવાનો કોઈ પ્રસંગ આવ્યો ન હતો. દેશના ડાહ્યા માણસો જેના ડહાપણનો લાભ લેવા ઇચ્છતા, એવા ડાહ્યા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy