SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ 698 હૃદયભેદક કથાઓ આજ પણ આપણા અંતરના તારને ઝણઝણાવી રહે છે. ચિત્રવિચિત્ર સંસ્મરણોના સ્તૂપ સમી ચોરાશી ચૌટા અને બાવન બજારોથી ધમધમતી રહેતી ઉજ્જયિની નગરી એ જૈનધર્મના પણ પરમ ધામ સમાન હતી. ઉજ્જયિનીની શોભારૂપ અનેક જૈન શેઠ શાહુકારોનો ત્યાં ઘણા પુરાતનકાળથી વસવાટ હતો. એમાં ધર્માવતાર સમા માણેકશાહ શ્રેષ્ઠી ઉજ્જયિની નગરીના નગરશેઠ હતા. માણેકશાહ શેઠ ભક્તિના ભંડાર અને ધર્મ પ્રત્યે અપાર મમતા ધરાવનાર હતા. ધર્મભાવનાનો પાઠ એમની માતા કસ્તુરબાએ એમને ગળથૂથીમાં જ આપ્યો હતો. એમની માતા કસ્તુરબાની સુવાસ ખરેખર કસ્તુરીની માફક ચારે તરફ ફેલાએલી હતી. પતિના અવસાન પછી એમણે પોતાનું સમસ્ત જીવન ધર્મધ્યાનમાં અને ત્યાગવૈરાગ્યમાં જ વિતાવ્યું હતું. આની પ્રબળ અસર અનાયાસે માણેકશાહ શેઠમાં ઊતરી આવી હતી. માણેકશાહ એમની માતાના એકના એક સંતાન હોવાથી તે અત્યંત લાડકોડમાં ઊછરેલા હતા. આમ છતાં પણ તે માતાની આજ્ઞાનું કદી પણ ઉલ્લંઘન કરે એવા ન હતા. માતાની આજ્ઞા એમને મન દેવ—આજ્ઞા હતી. આ માતાપુત્રનો પ્રેમ સમસ્ત ઉજ્જયિનીના આદર્શરૂપ હતો. માણેકશાહ શેઠ અઢળક વડીલોપાર્જિત મિલકતના માલિક હતા. એટલું જ નહિ પરંતુ તે પોતે પણ વ્યાપારી કુનેહના પૂરેપૂરા જાણકાર હોવાથી પોતાના ધંધામાં દિવસે દિવસે ફાવતા જતા હતા. એમની વ્યાપારી કુનેહનો પાયો સત્ય પર ચણાયલો હોવાથી એમના ઘરની અંદર પણ સતયુગનો જ વાસો હતો. તપાગચ્છાધિષ્ઠાયક પરિવર્તન ઉજ્જયિની નગરીની બરાબર મધ્યભાગમાં જૈન લોંકાગચ્છનો એક વિશાળ ઉપાશ્રય આવેલ હતો. આ ઉપાશ્રય આજે ઉજ્જયિનીવાસીઓનું લક્ષ્યબિન્દુ બન્યો હતો. તેનું કારણ એ હતું, કે આજે લોંકાગચ્છના આચાર્ય પદ્મનાભસૂરિનું ત્યાં જાહેર વ્યાખ્યાન હતું. આચાર્યશ્રી હમણાં થોડા દિવસ થયા જ ઉજ્જયિનીમાં પધાર્યા હતા. આ અલ્પ સમયમાં જ એમણે પોતાની વાક્છટાથી ઉજ્જયિનીવાસીઓને મુગ્ધ કરી દીધા હતા. આજે પણ એમના ધર્મોપદેશનું શ્રવણ કરવા માટે લોકસમુદાય પ્રભાતથી જ કીડીઓની માફક ઊભરાઈ રહ્યો હતો. એક તરફ પુરુષો અને બીજી બાજુ સ્ત્રીવર્ગથી આખો ઉપાશ્રય ચિક્કાર ભરાઈ ગયો હતો. આગલી હરોળમાં રાજ્યના જ્ઞાનપિપાસુ કર્મચારીઓ પણ દષ્ટિગોચર થતા હતા. આચાર્યશ્રીની બરાબર સન્મુખે શહેરના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીએ પોતાનું સ્થાન લીધું હતું. સૂરિજીની વાક્છટાએ માણેકશાના મન પર અજબ ભૂરકી છાંટી હતી. શક્તિવંત વાણીપ્રવાહ મહાન મનુષ્યોને પણ પોતાના વેગમાં ઘસડી જાય છે. ત્યાં માણેકશાહ સમાન અતિ સુકોમળ અને ભાવનાવાહી માણસનું શું પૂછવું ! આ સમયમાં જૈનોમાં પક્ષભેદનું વાતાવરણ અતિ ઉગ્ર બન્યું હતું. એક થાપે અને બીજો ઉથાપે એવી સ્થિતિ ચોતરફ ચાલી રહી હતી. તપગચ્છ અને લોંકાગચ્છ વચ્ચેની ખેંચતાણ પ્રબળ સ્વરૂપમાં પ્રવર્તમાન હતી. આ કારણથી જ આજે લોંકાગચ્છના આચાર્ય પદ્મનાભસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy