________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
697
વખતે એક વૃદ્ધ માણિભદ્ર શેઠ આવ્યા છે. આચાર્ય મહારાજને અફસોસમાં બેઠેલા જોઈ પોતે કારણ પૂછે છે. આચાર્ય મહારાજ તેનું કારણ કહે છે ત્યારે શેઠ કહે છે કે, મહારાજ ! આનો ઉપાય ન થઈ શકે? એના ઉત્તરમાં જ્ઞાની ગુરુ ભગવંત કહે છે કે, એનો ઉપાય તમારા હાથમાં છે. શેઠ કહે છે કે, મારા હાથમાં હોય તો ફરમાવો. ગુરુ મહારાજ માણિભદ્ર શેઠને કહે છે કે, શેઠ! તમારું આયુષ્ય હવે ત્રણ દિવસનું છે. એ આયુષ્ય પૂર્ણ થયે તમારું મૃત્યુ તો અવશ્ય છે જ; પણ જો તમે સંસાર–વ્યવહારનો ત્યાગ કરી અટ્ટમનું તપ કરી મારી પાસે ઉપાશ્રયમાં અનશન કરો અને હું તમને ખૂબ ધર્મધ્યાનમાં અંતરધ્યાન બનાવું તો શુભ ધ્યાન પૂર્વક તમો મરીને દેવગતિમાં જાઓ અને તે પછી આ ઉપસર્ગ તમે દેવ થઈને ટાળો. શેઠ કહે છે કે, ગુરુવર ! એક તો મારું કલ્યાણ થતું હોય અને મારા હાથે સંઘનું ભલું થતું હોય તો હું તેમ કરવા તૈયાર છું.
આ પછી માણિભદ્ર શેઠે અનશન કર્યું અને ત્રીજે દિવસે તે સ્વર્ગવાસ પામીને દેવ થયા. (દેવગતિમાં આવ્યા પછી) અવધિજ્ઞાનથી જોઈ તરત જ આચાર્ય મહારાજ પાસે હાજર થયા અને ગુરુની આજ્ઞાથી પરગચ્છનાદેવને હાંકી મૂકેલ (પરાજિત કરી) અને તપાગચ્છને નિરુપદ્રવ બનાવેલ. તે પછી ગુરુ મહારાજે માણિભદ્ર દેવને તપાગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપ્યા છે. -(આમ) આવી દંતકથા ચાલે છે.
પરંતુ આ જીવનચરિત્રમાં તો લોકાગચ્છના આચાર્યે ધોળા ભૈરવ અને કાળા ભૈરવની આરાધના કરી તપાગચ્છના આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીના શિષ્યોને મારી નાખવા એવી ભેરવોને આજ્ઞા કરેલ તેથી આગ્રામાં (તેમના) ઘણા શિષ્યો મરી ગયા. તે પછી ગુરુ મહારાજે શાસનદેવીની આરાધના કરી છે. શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું છે કે તમો ગુજરાત તરફ જાઓ, ત્યાં પાલનપુર નજીકમાં આ ઉપદ્રવને શાંત કરનાર તમોને એક દેવ મળી રહેશે.
----આવી હકીકત આ જીવનચરિત્રમાં આવે છે. દંતકથા કરતાં આ વાત પુસ્તક પરથી લખાયેલ હોવાથી આધારભૂત મનાય એ સ્વાભાવિક છે.
" (આ હાથલખાણ પુસ્તકની પ્રસ્તાવનારૂપે પ્રગટ થયું છે.)
——
માલવભૂમિ માલવભૂમિની મહત્તા ભારતવર્ષના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત છે. માલવભૂમિ એ ભારતની ભૂતકાલીન ભવ્યતાના કીર્તિકળશ સમાન છે. વિદ્યા અને કળાની ઉપાસનાથી પરમ પ્રખ્યાતિ પામેલા તેમ જ એક વખત સમસ્ત ભારતવર્ષના આકર્ષણ રૂપ બનેલા રાજા ભોજ એ જ માલવભૂમિના અમૃતમય અંકમાં ઊછર્યા હતા. પંડિતપ્રવર કાલિદાસ જેવા વિનોદી અને વિદ્યાચતુર સાક્ષરો આ ભાગ્યશાળી ભૂમિના ખોળામાં ખેલી ગયા છે. જેના પવિત્ર નામનો સંવત્સર ચલાવીને ભારતભૂમિએ જેનું સ્મરણ પોતાના હૃદયમાં સદાને માટે કોતરી રાખ્યું છે એવા મહાપરાક્રમી અને પરદુઃખભંજન રાજા વીર વિક્રમાદિત્ય પણ એ જ માલવદેશના એક તેજસ્વી નરવીર હતા, જ્યાંનું ગંધર્વી સ્મશાન અને અનેક પ્રકારની મંત્રસાધનાઓની દિલ ધડકાવનારી
CK,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org