SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 683 વાત્સલ્યમયી માએ કહ્યું, " બેટા! આ જ તારી ભૂલ છે. આ ચાચાર્ય મ. તો સાક્ષાતુ સંયમની મૂર્તિ સમા ત્યાગી તપસ્વી અને સંયમના સાગર છે. તું એકવાર પરિચય કર, પછી મને કહેજે. નવા નવા મૂર્તિલુપકોના ખોટા ચક્કરમાં ફસાઈ તું અનંતપુજાઈથી મળેલ માનવભવને વેડફી રહ્યો છું. એકવાર તું મારી વાત માન." છેવટે તો માણેક દીકરો હતો ને માનાં વાત્સલ્ય અને મમત્વને ક્યાં સુધી ટાળી શકે? " બસ મા ! હમણાં જ હું તેમના દર્શને જાઉં છું." માની રાબડીમાં ઘીની વાઢી ઊંધી કરી માણેક ચાલી નીકળ્યો. - સાધુઓની વસતીમાં આવ્યો. સમાચાર મળ્યા કે પૂજ્યશ્રી તો ક્ષિપ્રા નદીના કિનારે ગંધર્વ સ્મશાનમાં કાયોત્સર્ગ કરવા પધાર્યા છે. વિશ્વાસ ન બેઠો. કુમતિઓના સંસર્ગના કારણે સાચા સાધુઓ ઉપર અશ્રદ્ધાનાં વાવેતર મજબૂત હતાં. ખરેખર આચાર્યશ્રી કાયોત્સર્ગ કરવા ગયા છે કે નહીં તેની તપાસ કરવા સ્મશાને પહોંચ્યો. મેરુની જેમ અડોલ કાયોત્સર્ગ કરતા આચાર્યશ્રીને જોઈ પરીક્ષા કરવાનું મન થયું. સ્મશાનમાં બળતી એક ચિતામાંથી લાકડું લઈ સુરિજીની સફેદ દૂધ જેવી દાઢીમાં ચાંપી દીધું. દાઢી સળગી, મોટું દામ્યું; પણ સૂરિજી પહાડની જેમ નિષ્કપ રહ્યા. તુર્ત દાઢીને બુઝાવી પરીક્ષામાં પાસ થયેલા સૂરિજીના પગમાં પડી ગયો. પશ્ચાત્તાપથી આંખો ભીની થઈ ગઈ. વારંવાર ક્ષમા માંગવા લાગ્યો. દયાના સાગર સૂરિજીની આંખો તો કરુણાથી છલકાતી હતી." ભાઈ! જરા પણ ખેદ ન કર. મને કર્મની નિર્જરા કરવામાં તું સહાયક બન્યો." સૂરિજીની વાણીએ મિથ્યાત્વનાં વાદળાં વીખરાઈ ગયાં. ધન્ય બની સૂરિજીનો પરમ ભક્ત બન્યો. ધીરે ધીરે પ્રતિક્રમણ, પૂજા, પ્રવચનનો દઢ રાગી બન્યો. માના આનંદનો પાર ન રહ્યો. છેવટે દીકરો સન્માર્ગે વળ્યો. માના વાત્સલ્યનો વિજય થયો. દીકરો શુદ્ધ શ્રાવક બન્યો. આરાધનામય ચાતુર્માસ પૂર્ણ થયું. પૂજ્યશ્રી ગ્રામાનુગ્રામ વિહરવા લાગ્યા. માણેકચંદ શેઠની એક પેઢી પાલીમાં પણ હતી. ધંધો બરાબર જામ્યો હતો. ધર્મમય જીવન પસાર થઈ રહ્યું હતું. વર્ષોનાં વહાણાં વ્હાયાં. પૂ. સૂરિજી મારવાડમાં વિહરી રહ્યા છે. વિહાર કરતાં પાલી પધાર્યા. માણેકચંદ શેઠ ઉપકારી સૂરિજીના સમાચાર સાંભળી ગુરુજીની પાસે પહોંચ્યો. હૃદયમાં આનંદ માતો નથી. સૂરિજીને પાલી નગરે ચાતુર્માસ કરવા વિનંતિ કરી. લાભાલાભ જોઈ સૂરિજીએ સ્વીકાર કર્યો. પાલી સંઘમાં જયજયકાર થઈ ગયો. માણેકચંદે ધંધો મુનીમને સોંપ્યો. ધર્મધ્યાન વધુને વધુ કરી રહ્યા છે. સકળ શ્રીસંઘ તપ-ત્યાગ જ્ઞાન–ધ્યાન અને આરાધનામાં આગળ વધી રહ્યો છે. સૂરિજી શત્રુંજય માહાભ્યનું પ્રવચન પ્રતિદિન સંઘને સંભળાવી રહ્યા છે. શ્રોતાઓનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy