________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
681
સોળમા સૈકાની એક મહાન ઘટનાનો તેજલિસોટો
- પ.પૂ. ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાહેબના પટ્ટધર
પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ
તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજીનો મહિમા જાગતી જ્યોત સમાન અને પ્રગટ પ્રભાવી આરાધ્યદેવ તરીકેનો રહ્યો છે. ગામેગામ ભક્તોનો મોટો પ્રવાહ ભાવપૂર્વક ભક્તિ કરી રહેલ છે. શ્રદ્ધાળુ આત્માઓને તેમની અલૌકિક અનુભૂતિ થયાના સેંકડો દાખલા સાંભળવા મળે છે. તપાગચ્છના વિકાસક્રમના પાયામાં સોળમી સદીની આ મહાન ઘટનાનું તેજ પ્રકાશી રહ્યું છે. આ યક્ષરાજના ઉપયોગની સતત જાગૃતિ માટે તેમની ભક્તિસેવા આ કાળમાં શાસન માટે જરૂરી હોવાનું પણ પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ આ લેખમાં ખાસ ખ્યાન આપે છે.
આગમ વિશારદ પૂ.પં.શ્રી અભયસાગરજી મહારાજના પટ્ટધર, જંબૂદ્વીપ સંકુલના વર્તમાન માર્ગદર્શક પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ સાગર સમુદાયમાં ચાલીશથી વધુ શિષ્ય-પ્રશિષ્યોનું સફળ ઉત્તરદાયિત્વ ધરાવે છે. પોતાના ગુરુદેવનું સંશોધનકાર્ય આગળ ધપાવી રહ્યા છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે, સમર્થ સાહિત્યકાર અને સુમધુર વક્તા છે. પોણોસો જેટલાં પુસ્તકો પ્રગટ કર્યો છે. નિખાલસ અને નીડર વ્યક્તિત્વ છે, સ્વસ્થ ચિંતક અને અજોડ આરાધક રહ્યા છે. કટોકટીની પળોમાં ઉકેલ શોધનારા આ સાધુપુરુષ પોતાના સમુદાયમાં અને શાસનકાર્યોમાં દાદા ગુરુદેવ ધર્મસાગરજી મહારાજની જેમ હંમેશાં અગ્રેસર રહ્યા છે. .
ગુરુદેવની પ્રેરણાથી જ પૂજ્યશ્રીએ ઉજ્જૈનમાં દાદાની મૂળ જગ્યા પાસે બીજી વિશાળ જગ્યા લઈએ તીર્થના જીર્ણોદ્ધાર સાથે નૂતન નિર્માણકાર્યની ઘણી મોટી હરણફાળ ભરી છે. પૂજ્યશ્રીને હાથે આવાં અનેક કાર્યો યશસ્વી બન્યાં છે. વધુ ને વધુ શાસનસેવા તેમના હાથે થતી રહે એ જ શુભકામના.
- સંપાદક
વિક્રમની સોળમી સદીની આ વાત છે. સોળમી સદી અંધકારયુગને લઈ આવી હતી. નવા નવા ગચ્છો–સંપ્રદાયો બિલાડીના ટોપની
(૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org