SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ 680 અને તે અહીં આ સ્થાને પ્રથમ આવીને અટ્ટમનો તપ કરશે તો તેનાથી મારું આસન ચલાયમાન થશે. મને જાણ થશે કે આચાર્ય મહારાજ પધાર્યા છે. તરત હું તેમની સેવામાં હાજર થઈશ, તેમના ધર્મલાભરૂપી આશીર્વાદ મેળવીશ અને તેમની સેવામાં રહીને ધર્મમાં સહાય કરીશ. એથી મને શાસનભક્તિનો ધર્મલાભ પ્રાપ્ત થશે. સમકિત પણ નિર્મલ રહેશે. આમ જૈન શાસનની ઉન્નતિમાં સહાયક બનવાની મને એક ઉત્તમ તક-લાભ પ્રાપ્ત થશે." તપાગચ્છાધિષ્ઠાયક ત્યારબાદ પૂ. હેમવિમલસૂરિજી તથા પૂ. આનંદવિમલસૂરિજીએ માણિભદ્રની વિનંતી સ્વીકારી. મહા સુદ પાંચમે મગરવાડા ગામની બહાર પગની પિંડીના આકારની સ્થાપના કરી. માણિભદ્ર દેવનાં ત્રણ સ્થાનો : માણિભદ્ર દેવના કહેવા મુજબ તેમનાં ત્રણ સ્થાનો છે. (૧) ઉજ્જૈનમાં જન્મ છે, ત્યાં મસ્તક પૂજાય છે. (૨) મગરવાડામાં પિંડી પૂજાય છે. અને (૩) આગલોડમાં ધડ પૂજાય છે. આગલોડ નગરે ધડની સ્થાપના : પૂ. આચાર્ય શાંતિસોમસૂરિજી મહારાજે શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કરવા અને જૈન શાસનની ઉન્નતિ કરવા માટે એકસો એકવીસ (૧૨૧) ઉપવાસ કર્યા. શ્રી માણિભદ્ર વીર દેવ પ્રત્યક્ષ થયા અને શ્રી માણિભદ્રના કહ્યા મુજબ વિ.સં. ૧૭૩૩માં મહા સુદ પાંચમના દિવસે આગલોડ નગર બહાર તેમના બતાવેલ સ્થાને માટીના પિંડનું ધડ સ્થાપન કર્યું અને પૂ. આ. શાંતિસોમસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. આ સમયે માણિભદ્રજીએ કહ્યું કે, " આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી જે મગરવાડા સ્થાનકે ન જઈ શકે તેઓ આગલોડના આ સ્થાનકે આવીને અટ્ટમ કરશે તો પણ તેની ઇચ્છા પૂર્ણ કરીશ. જેઓ મને ધર્મલાભરૂપી આશીર્વાદ આપશે તેમને જિનશાસનની પ્રભાવનામાં હું નિરંતર સહાય કરીશ." એ પ્રમાણે કહીને વીર અદશ્ય થયા. તે જગ્યાએ પૂ. આચાર્ય મહારાજશ્રીના ઉપદેશથી શિખરબંધી જૈનશાસનરક્ષક દેવનું મંદિર શ્રીસંઘે બંધાવ્યું. જે રીતે બૃહત્ સંગ્રહણી સૂત્રમાં છે તે રીતે બંધાવેલ છે, આજે એ મોજૂદ છે. શ્રી માણિભદ્ર દેવની સાધના : ૧. શ્રી માણિભદ્રવીર કે જે પૂર્વેના માણેકચંદ શાહના ભવમાં આસો સુદ ૫ના દિવસે શત્રુંજયયાત્રાની પ્રતિજ્ઞા લીધી તેથી આસો સુદ ૫ ના શ્રી માણિભદ્રવીરનું મહાપૂજન (હવન) થાય છે. ૨. જે દિવસે આગલોડમાં સ્થાપના થઈ તે મહા સુદ ૫ નો દિવસ છે. ૩. ત્રીજો અખાત્રીજનો દિવસ અતિ મંગલરૂપ હોવાથી તે દિવસ પણ સાધના માટે ઉત્તમ છે. ૪. રવિ-મંગળ-ગુરુ એ માણિભદ્રવીરના વાર છે. ૫. સુદ પાંચમ, આઠમ અને ચૌદસ એ તિથિઓ વીરની સાધના માટે શ્રેષ્ઠ છે. એ તિથિએ આયંબિલનું તપ કરે, પંચ પરમેષ્ટિયુક્ત શ્રી માણિભદ્રવીરના મંત્રનો જાપ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy