SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ 676 તપાગચ્છાધિષ્ઠાયક સિદ્ધાચલજી પણ ઘણું દૂર છે, માટે એ પ્રતિજ્ઞા તમે કેવી રીતે પાળી શકશો? માટે સમજી-વિચારીને નક્કી કરો તો વધારે ઉચિત છે." માણેકશાહે વિનંતી કરી કે, "હે ગુરુદેવ! આપશ્રીના શુભ આશિષ મારે માટે બસ છે. આપશ્રી મને અભિગ્રહ આપો." ગુરુ મહારાજના આશિષ : પૂજ્ય ગુરુદેવે ત્રણ નમસ્કાર ગણવાપૂર્વક સિદ્ધાચલની છ'રી પાળતી યાત્રાની પ્રતિજ્ઞા માણેકશાહને કરાવી. આસો સુદિ પાંચમનો એ દિવસ હતો. એ દિવસ ઘણો જ ઉત્તમ હતો અને લગ્નબલ પણ શુભ હતું. આમ શુભ લગ્ન શુભ દિવસે પ્રતિજ્ઞા લીધી. ચાતુર્માસ પૂર્ણ થયું અને કાર્તિક પૂર્ણિમા આવી.' શત્રુંજય માહાભ્ય' ગ્રંથ પણ શ્રવણમાં પૂર્ણ થયો. ગુરુમહારાજના શુભ આશીર્વાદરૂપી માંગલિક સાંભળીને માણેકશાહે શત્રુંજય-યાત્રાના સંકલ્પ પૂર્વક નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં પ્રયાણ કર્યું. યાત્રાની દિનચર્યા : બન્ને ટંક આવશ્યક ક્રિયાઓ, માર્ગમાં જ્યાં જ્યાં જિનમંદિર હોય ત્યાં ત્યાં દેવદર્શન – પૂજા–ગુરુવંદન આદિ ધર્માનુશાસનના પાલન પૂર્વક હરહંમેશ ઉલ્લાસપૂર્વક એ પ્રયાણ કરતા હતા. જરાય થકાવટ નહિ, જરાય ઉદાસીનતા પણ નહિ. સંગરંગ વધતો જતો હતો. પલમાત્ર પણ શત્રુંજય મહાતીર્થ અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ ચૂકતા ન હતા. ' ચોરોના હાથમાં: એમ કરતાં ગુજરાતમાં પાલનપુરથી નજદીક મગરવાડા ગામની બાજુમાં એક ગાઢ વનમાં એ આવી પહોંચ્યા. ત્યાં ડાકુ-લૂંટારાઓની એક ટોળી નીકળી. એકલા એ વણિકપુત્રને ઉતાવળે ઉતાવળે નિઃશંકપણે જતો જોઈને એક ડાકુએ ત્રાડ પાડી : " એ વાણિયા ! ઊભો રહી જા." પરંતુ માણેકશાહે એ અવાજ સાંભળ્યો નહીં. કારણ કે એનું ચિત્ત નવકાર મંત્રમાં એકાકાર હતું અને ધ્યેય એક માત્ર શત્રુંજય-યાત્રાનું હતું. એમનાં ડગ આગળ ને આગળ વધી રહ્યાં હતાં. સ્મરણમાં મૃત્યુઃ ડાકુઓ સમજયા કે નક્કી એની પાસે કંઈક કિંમતી માલ હશે તેથી એ આગળ ચાલ્યો જ જાય છે. ડાકુઓ એને રોકી એકદમ તૂટી પડ્યા અને તલવારના એક ઝાટકે મસ્તક, પગ અને ધડ જુદાં કરી નાખ્યાં. પરંતુ માણેકશાહ જરા માત્ર પણ ક્ષોભાયમાન થયા નહીં. નવકારના અને શત્રુંજયના ધ્યાનમાં જ હતા. તેના પ્રભાવથી મૃત્યુ પામીને યક્ષના ઇન્દ્ર માણિભદ્ર નામે દેવ થયા. ચોસઠ ઇન્દ્રો : જૈન શાસનમાં ચોસઠ ઇન્દ્રો માન્યા છે, તો તે ક્યા કયા છે? તો બાર વૈમાનિક દેવલોકના દસ ઈન્દ્રો, ભવનપતિમાં વીસ ઈન્દ્ર, સોળ વ્યંતરના અને સોળ વાણવ્યંતરના ઇન્દ્રો, એક સૂર્યના અને એક ચંદ્રના એમ એકંદર ચોસઠ ઇન્દ્રો છે. એ ચોસઠ ઇન્દ્રો જ્યારે જ્યારે તીર્થંકર પરમાત્માઓનાં પાંચ કલ્યાણકો થાય છે ત્યારે ભક્તિ કરવા આવે છે અને તેઓ એકાવતારી હોય છે. પરમાત્માની ભક્તિ કરીને મહાન પુણ્ય ઉપાર્જન કરે છે. વ્યંતર દેવની આઠ જાતિ : માણિભદ્ર ઇન્દ્ર એ ચોસઠ ઇન્દ્રોમાંથી વ્યંતરના એક ઇન્દ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy