SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 675 (૯) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા બધા જ દેવલોકમાં ને ભૂલોકમાં પૂજાણી છે અને અષાઢી શ્રાવકે ગઈ ચોવીસીમાં ભરાવી છે. શ્રીકૃષ્ણજીના વખતમાં એનું નવણ છાંટવાથી ' જરા' નામની વિદ્યા નષ્ટ થઈ ગઈ હતી. (૧૦) અંતરિક્ષ પાર્શ્વનાથ અતિ પ્રાચીન છે. શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે અનેક તીર્થોનો મહિમા શાસ્ત્રમાં વર્ણવ્યો છે. એમ અનેક શાસ્ત્રોની શાખ છે. પ્રત્યક્ષ અને પરંપરાસિદ્ધ દાખલાઓ છે. માટે હે માણેકશાહ! જરા માત્ર એ બાબતમાં શંકા રાખવી નહિ. વ્રત સ્વીકારઃ આ પ્રમાણે માણેકશાહની શંકાનું નિવારણ થયું અને મહા સુદ પાંચમના શુભ દિવસે સમકિત મૂલ બારે વ્રતો ઉચ્ચાય. સંઘમાં લહાણી કરી ગુરુદેવોની વસ્ત્રપાત્રથી ભક્તિ કરી. દીનહીન-દુઃખીને અનુકંપાદાન કર્યું. ઉપરાંત, આઠમ–ચૌદશે પૌષધ કરવા લાગ્યા. હંમેશાં અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. સુપાત્રની ખૂબ ખૂબ ઉત્સાહથી ભક્તિ કરવા લાગ્યા. આચાર્ય મહારાજે પણ માણેકશાહને શ્રાવકપણામાં સ્થિર કરી-જાણી અન્યત્ર વિહાર કર્યો. ગામેગામ વિહાર કરતા કરતા આચાર્ય ભગવંતાદિ આગ્રા નગરે ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસમાં વ્યાપાર સ્થગિતઃ માણેકશાહને એક વખત વ્યાપારાર્થે આગ્રામાં જવાનું થયું. ત્યાં સાંભળ્યું કે પૂ. આચાર્યશ્રી હેમવિમલસૂરિજી તથા પૂ. આચાર્યશ્રી આનંદવિમલસૂરિજી આદિ સાધુ ભગવંતો અહીં ચાતુર્માસ માટે પધારેલા છે. એ સાંભળીને જેમ મેઘધ્વનિ સાંભળી મયૂર નાચી ઊઠે તેમ ગુરુમહારાજ પધાર્યાના સમાચાર સાંભળી માણેકશાહનું પણ હૈયું નાચી ઊઠયું. બધો જ વ્યવહાર અને કામકાજ પતાના મુનીમોને સોંપી દીધો. પોતે નિવૃત્ત થઈને ગુરુ સમક્ષ સવારે ઊઠી સામાયિક, પ્રતિક્રમણ, પચ્ચકખાણ, દેવપૂજા, ગુરુ-વૈયાવચ્ચ, વ્યાખ્યાનશ્રવણ અને આત્મધર્મની ચર્ચાઓમાં આખો દિવસ વ્યતીત કરવા લાગ્યા. શત્રુંજય માહાભ્ય શ્રવણની અસર : વ્યાખ્યાનમાં શત્રુંજય માહાભ્ય' નામનો ગ્રંથ ગુરુદેવ વાંચતા હતા. એ ગ્રંથમાં શત્રુંજયની યાત્રા છ'રી પાળતાં જે કરે, ત્યાં જઈને નવ્વાણું યાત્રા કરે; ચૌવિહારો, છઠ્ઠ કરી સાત યાત્રા કરે ને રાયણ વૃક્ષ નીચે ધ્યાન કરે અને તે દરમિયાન જો તેના ઉપર દૂધ ઝરે તે મનુષ્યનો ભવ પરિમિત બને છે. ત્રીજે, સાતમે કે આઠમે ભવે તેમની મુક્તિ થઈ જાય છે. શત્રુંજયની સ્પર્શના કરનાર માનવ ટૂંક ભવમાં જ મુક્તિએ પહોંચી જાય છે, સર્વ કર્મોનો અંત આવે છે. અભિગ્રહની ભાવનાઃ જેમ જેમ શત્રુંજયયાત્રાનું વર્ણન માણેકશાહ સંભાળતા જાય છે તેમ તેમ એમના અંતરમાં યાત્રાની ભાવના ઉત્તરોત્તર વધતી જાય છે. પ્રાંતે એમના મનમાં એવો ઉમંગ અને દઢ સંકલ્પ જાહેર કર્યો કે, " મારે પણ ચૌવિહાર ઉપવાસ, મૌનપણે, અડવાણે પગે નમસ્કાર ગણતાં શત્રુંજય-યાત્રા કરવી છે. માટે પૂજ્ય ગુરુદેવ! મારી આ ભાવના સફળ કરવા મને અભિગ્રહ અને આપશ્રીની શુભ આશિષ આપો, જેથી મારી આ ભાવના પૂર્ણ થાય." ગુરુ મહારાજે કહ્યું, " હે માણેકશાહ ! એ પ્રતિજ્ઞામાં ઘણું જ કષ્ટ ઉત્પન્ન થાય તેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy