________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
671
'મહા ચમત્કારિક શ્રી માણિભદ્રવીર
– પૂ. આચાર્યશ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ
શ્રી માણિભદ્રવીરને પ્રસન્ન કરવા ચૈતન્યના તારમાં ઉર્જાનો ઉજાસ પાથરતા મંત્રોના સંગ્રહ સાથે પૂજનવિધિ જીવનચરિત્ર સાથે મૂકી છે. મગરવાડા, આગલોડ કે ઉજ્જૈનમાં જ્યાં માણિભદ્રજીની પીઠ છે ત્યાં સાધક મન વચન અને કાયાનું પ્રણિધાન કરી પલાંઠી લગાવે છે.
તપ સાથે બ્રહ્મચર્યનું આલંબન હોય અને ગુરુનો અનુગ્રહ મેળવી મંત્રવિજ્ઞાનની કૂંચી લઈ સાધના કરે તો અગમ નિગમનાં તાળાં આજના આવા ભીષણકાળ ખૂલ્યા વગર રહેતાં નથી.
' સાધકો માટેની વિધિ પણ આ લેખમાં પ્રસ્તુત છે. માણિભદ્રવીરની અથથી ઇતિ સુધીની રોમાંચક કથા, સ્થાન, વર્ણ અને સ્વરૂપનું સુરેખ વ્યવસ્થિત દર્શન આ લેખમાં પૂજ્યશ્રીએ કરાવ્યું છે. આવો –
અંતરથી કરીએ આરાધના ! ટાળીએ વિરાધના ! અને કરીએ......... સાધના !
- સંપાદક
* ભરતક્ષેત્રઃ આ જંબૂદ્વીપની અંદર દક્ષિણાર્થે ભરતક્ષેત્ર છે. તેમાં અનેક નાનામોટા દેશો છે અને તેમાં અનેક જાતની ભાષાઓ બોલાય છે. અનેક પર્વતો અને નદીઓ આવેલી છે. અઢી દ્વિીપની અંદર પાંચ મહાવિદેહ ક્ષેત્રો છે; તેમાં સદૈવ ધર્મસ્થાપક તીર્થંકર પરમાત્માઓ વિચરતા હોય છે અને ભાવિક આત્માઓ ઉપદેશ ગ્રહણ કરીને અહિંસા, સંયમ અને તપનું પાલન કરીને મોક્ષે જાય છે. એવી જ રીતે અઢી દ્વીપની અંદર પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ ભરતક્ષેત્ર આવેલ છે. ત્યાં ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ હોય છે અને કાળની અંદર ચોવીસ તીર્થંકર હોય છે.
શત્રુંજય તીર્થ: તેમાંના જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભારતમાં શત્રુંજય એ મહાતીર્થ છે. તે પ્રાયઃ શાશ્વત તીર્થ છે અને સોરઠ દેશમાં આવેલું છે, જેનાથી આ ભરતક્ષેત્રની શોભા અધિક મહિમાવંત બની છે; કારણ કે બાકીનાં ૧૪ ક્ષેત્રોની અંદર શાશ્વત શત્રુંજય તીર્થ જેવું કોઈ ત્યાં નથી, માટે ત્યાંના લોકો પણ ભાવના કરે છે કે અમો દક્ષિણાર્ધ ભારતમાં જન્મ્યા હોત તો એ મહાન તીર્થની સ્પર્શના કરી શકત. કારણ, એ તીર્થ ઉપર કાંકરે કાંકરે અનંતા અનંત મોક્ષે ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org