SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ 672 તપાગચ્છાધિષ્ઠાયક છે, જન્મ-મરણના ફેરા મટાડ્યા છે. એ શત્રુંજય મહાપર્વતમાં અનેક રસકૂંપી, ઔષધિ અને જડીબુટ્ટીઓ છે તેમ જ અનેક ગુફાઓ છે. એ પર્વત પહેલા આરામાં ૮૦ યોજનાના વિસ્તારવાળો અને અવસર્પિણી કાળમાં છઠ્ઠા આરાના અંતે કેવળ સાત હાથનો રહેશે. પર્વત ઉપર પૂલનાયક શ્રી આદિનાથ ભગવાન છે, જેઓએ નવ્વાણું પૂર્વ વખત પધારીને સ્પર્શના કરી છે. આ કાળની અંદર ૨૩ તીર્થંકરોએ આ ભૂમિને સ્પર્શ કરીને પર્વતને પવિત્ર બનાવ્યો છે, જેની ૧૦૮ ટૂંકો છે. નવ્વાણું યાત્રા કરીને અને છ'રી પાળતા સંઘ સાથે આવીને જે શત્રુંજયગિરિની સ્પર્શના કરે છે તેનાં પાપ રહી શકતાં નથી. વર્તમાન કાળે શત્રુંજય પર્વત ઉપર શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે. મરુધર : જેમ ભરતક્ષેત્રમાં સોરઠ દેશમાં શત્રુંજય પર્વત છે તેમ મરુધરમાં આબૂ, સુવર્ણગિરિ, રાઉલી, નાકોડા પાર્શ્વનાથ અને ચૌદશેં ચુંમાલીસ (૧૪૪૪) સ્તંભયુક્ત રાણકપુર વગેરે તીર્થ આવેલ છે. મગધદેશઃ મગધ આદિમાં આવેલ સમેતશિખર, ચંપાપુરી, પાવાપુરી, રાજગૃહી, કાકંદી, સૌરિપુર, પ્રયાગ, અયોધ્યા આદિ તીર્થોથી એ દેશો પવિત્ર થયા છે. ઉજ્જૈની નગરી : તેવી જ રીતે માલવ નામનો વિખ્યાત દેશ છે. તે દેશની અંદર માંડવગઢ, મક્ષીજી અને અવંતી પાર્શ્વનાથ વગેરે તીર્થ આવેલ છે અને અવંતી પાર્શ્વનાથ નામથી અવંતી નામની નગરી છે. એ નગરી હાલ ઉજ્જૈની નામથી પણ ઓળખાય છે. એ ઉજ્જૈનીમાં અનેક રાજાઓ થઈ ગયા. ઉજ્જૈનીની જનતા રાજપ્રિય હતી. તેમાં અનેક શેઠ–શાહુકાર થયા છે. મોટી મોટી હવેલીઓ અને હાટોથી એ નગર અલંકૃત છે. માણેકશાહનો જન્મઃ એ જ ઉજ્જૈનમાં માણેકશાહ નામના એક શેઠ સોદાગર વસતા હતા. વિ.સં. પંદરનો સૈકો હતો. માણેકનો જન્મ થતાં માતાપિતાએ ખૂબ આનંદપૂર્વક જન્મોત્સવ ઊજવેલ હતો. દીન-હીન-દુઃખીને ઘણું દાન આપી સંતોષ પમાડ્યો હતો. ઓસવાલ તેમની જાતિ હતી. માણેકશાહના પિતાનું નામ ધર્મપ્રિય અને માતાનું નામ જિનપ્રિયા હતું. તેમને એ એક જ પુત્ર હોવાથી લાડકવાયો હતો અને કુટુંબ વિશાળ હોવાથી ખોળેથી ખોળે પ્રમદાઓ રમાડતી હતી. એવા લાડકવાયા પુત્રને જોઈને માતાપિતા ખૂબ જ આનંદ અનુભવતાં હતાં. બાળક થોડોક મોટો થયો ત્યારે પિતા ધર્મપ્રિય નશ્વર દેહ છોડી આ લોકથી વિદાય થયા (મૃત્યુ પામ્યા) હતા. | શિક્ષણ ને શાખઃ માતા જિનપ્રિયાએ માણેકને જૈન ધર્મનું શિક્ષણ-સંસ્કાર આપી અને વ્યાવહારિક જ્ઞાન અપાવી પિતા જેવો જ શાહ સોદાગર બનાવ્યો. તેણે પિતાનો વહીવટ સંભાળી બજારમાં શાહ સોદાગરની પદવી પ્રાપ્ત કરી. વ્યાપારમાં અનીતિને દેશવટો પોતે આપેલ. દાન, શીલ, તપ અને ભાવના – એ ચારે ધર્મોનું યોગ્ય રીતે પાલન કરતા હોવાથી માણેકશાહ લોકપ્રિય અને રાજપ્રિય બન્યા હતા. લગ્ન : પુખ્ત વય થતાં માતાએ ધારાનગરીના જગમશહૂર ભીમશેઠની આનંદરતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy