SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 663 આચાર્ય હેમવિમલસૂરિજીએ પ્રતિમાપૂજા અંગેના શાસ્ત્રોક્ત આધારોથી માણેકશાહની શંકાઓનું સમાધાન કર્યું. અગિયાર અંગમાંના પાંચમા અંગ 'ભગવતી સૂત્ર'માં તથા રાયપસણી' નામના ગ્રંથમાં આ અંગે ઉલ્લેખ છે. જિનપ્રતિમા દ્રૌપદીએ અને સૂર્યાભદેવે પૂજી હોવાનું આચાર્યશ્રીએ જણાવ્યું. ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર જિનબિંબરૂપ ર૪ તીર્થકરોની પ્રતિમાજી પધરાવ્યાં છે. તે ઉપરાંત સંપ્રતિ મહારાજા, નંદિવર્ધન, શ્રેણિક મહારાજ, શ્રીપાલરાજા વગેરે અનેક મહાનુભાવોએ આવાં કાર્યો કર્યા છે. આચાર્ય હેમવિમલસૂરિજી દ્વારા અપાયેલા ઉપદેશથી શંકાનું સમાધાન પામેલા માણેકશાહે મહા સુદ પાંચમના શુભ દિવસે સમકિતમૂલક બારવ્રતો ઉચ્ચાર્યા. ગુરુની વસ્ત્રાપાત્રથી ભક્તિ કરી. શ્રીસંઘમાં પ્રભાવના કરી તેમ જ યાચકોને દાન આપ્યું. માણેકશાહ આઠમ, ચૌદશે પૌષધદ્રત કરવા લાગ્યા. નિત્ય અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. એક વખત વ્યાપારકામ માટે આગ્રા ગયેલા માણેકશાહે ત્યાં ચાતુર્માસ માટે આચાર્ય હેમવિમલસૂરીશ્વરજી મહારાજ પધાર્યાનું સાંભળ્યું. આથી તેમનું હૈયું નાચી ઊયું.તે વ્યાવહારિક કામમાંથી નિવૃત્ત થઈ ગુરુ સમક્ષ સામાયિક, પ્રતિક્રમણ, પચ્ચખાણ, દેવપૂજા, ગુરુ-વૈયાવચ્ચ અને વ્યાખ્યાનશ્રવણમાં ડૂબી ગયા. આચાર્ય હેમવિમલસૂરિજી પાસેથી શત્રુંજયની વિવિધ પ્રકારની યાત્રાનું માહાલ્ય સમજીને તેમના મનમાં તે ભાવના જાગી. તેમણે ચૌવિહાર ઉપવાસે, મૌનપણે, અડવાણે પગે, નવકારમંત્ર ગણતાં, પગપાળા શત્રુંજયની યાત્રા કરવાનો દઢ સંકલ્પ કર્યો. પોતાનો અભિગ્રહ પરિપૂર્ણ બનાવવા ગુરુના શુભ આશિષ પ્રાપ્ત કર્યા. શત્રુંજયયાત્રા દરમિયાન કષ્ટોની પરવા કર્યા વગર દેવદર્શન, પૂજા, ગુરુવંદનાદિ ધર્માનુશાસનનું ઉલ્લાસપૂર્વક પાલન કરતા શ્રી માણેકશાહ પળવાર પણ નવકારમંત્રનું વિસ્મરણ કરતા નહિ. આસો સુદ પાંચમને દિવસે શત્રુંજય તરફ યાત્રાનો આરંભ કરનારા શ્રી માણેકશાહ પાલનપુર પાસેના મગરવાડા ગામની બાજુના વનમાંથી પસાર થયા. ત્યાં ડાકુઓની ટોળી રહેતી હતી. આ ડાકુઓ વણિકપુત્રને ઉતાવળે અને નિઃશંકપણે જતો જોઈ નવાઈ પામ્યા. તેમણે તેને બોલાવવા રાડ પાડી; પરંતુ નવકારમંત્રના સ્મરણમાં અને શત્રુંજયની યાત્રાના ધ્યેયમાં મગ્ન ચિત્તવાળા શ્રી માણેકશાહને અવાજ સંભળાયો નહિ. આથી ડાકુઓને તેની પાસે કિંમતી માલ હોવાની શંકા થઈ. તેઓ માણેકશાહ પર તૂટી પડ્યા. તેમણે તલવારના ઝાટકાથી તેમના મસ્તક, પગ અને ધડ જુદાં કરી દીધાં. માણેકશાહ સમતાપૂર્વક શત્રુંજયના ધ્યાનમાં જ મગ્ન હતા. તેના પ્રભાવથી તે મરીને માણિભદ્રદેવ થયા. જૈનશાસનમાં ૬૪ ઇન્દ્રો માનવામાં આવ્યા છે. માણિભદ્રદેવ ૬૪ ઇન્દ્રોમાંથી વ્યંતર ઇન્દ્ર છે. આ જ ઇન્દ્રો તીર્થંકર પરમાત્માઓના પંચકલ્યાણકોમાં ભક્તિ કરવા ઉપસ્થિત થાય છે. પરમાત્માની ભક્તિ દ્વારા તેઓ મહાન પુણ્ય મેળવે છે. આ બાજુ માણેકશાહ શુદ્ધ તપાગચ્છીય પરંપરામાં આવ્યા. તેથી લોકાશાહના યતિઓમાં આચાર્ય હેમવિમલસૂરિ પ્રત્યે તે જોષ જાગ્યો. યતિઓએ ભૈરવની સાધના દ્વારા શ્રી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy