SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ 662 તપાગચ્છાધિષ્ઠાયક સંસ્કારથી પોષાયેલા માણેકશાહ દાન, શીલ, તપ અને વિવેકના ગુણો ખીલવી લોકપ્રિય અને રાજપ્રિય થયા.પિતાનો વહીવટ તેમણે સંભાળી લીધો. તે પ્રમાણિક શાહ સોદાગર તરીકે યશસ્વી બન્યા. માણેકશાહનાં માતાપિતા તપાગચ્છના સુપ્રસિદ્ધ આચાર્ય આણંદવિમલસૂરિના અનુયાયી હતાં. તેમણે પોતાની હવેલીમાં જિનાલય અને પૌષધશાલાની રચના કરાવી હતી. માણેકશાહ પણ માતા-પિતાની ઉજ્જવળ પરંપરાને અનુસરતા હતા. કાળક્રમે માણેકશાહના જીવનમાં એક દુર્ઘટના બની. લોકાશાહના યતિઓના સંપર્કમાં તે આવ્યા. આ યતિઓ પાસે તે ધર્મશ્રવણ કરવા જવા લાગ્યા. યતિઓએ કુતર્ક દ્વારા માણેકશાહના મનમાં મૂર્તિપૂજા પ્રત્યે દ્વેષભાવ જગાવ્યો. પરિણામે કાળક્રમે તપાગચ્છ મૂર્તિપૂજક શ્રાવક માણેકશાહ સ્વધર્મ છોડીને લૉકામતી બન્યા. માણેકશાહના સ્વધર્મત્યાગની વાત સાંભળીને તેમનાં માતુશ્રી જિનપ્રિયા ક્ષુબ્ધ થયાં. તેમના આત્માને ખૂબ દુઃખ થયું. તેમણે માણેકશાહ મૂળ પરંપરામાં પાછા ન ફરે ત્યાં સુધી ઘી-વિગઈના ત્યાગની પ્રતિજ્ઞા કરી. માણેકશાહ પુખ્ત વયે ધારાનગરીના ભીમશેઠની આનંદરતિ નામની કન્યાને પરણ્યા હતા. તે પોતાની ધર્મપત્ની સાથે સુખપૂર્વક સંસાર ભોગવતા હતા. માણેકશાહની ધર્મભાવનાના ફેરફારની અને તેમની માતાની પ્રતિજ્ઞાની જાણથી આનંદરતિ ખેદ પામી. આનંદરતિએ માણેકશાહને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે પોતાની શંકાનું સમાધાન કરનારા સદ્ગુરુ મળે તો લોકોમતીને ત્યજવાની સંમતિ આપી. આ દરમિયાન છ માસ પસાર થઈ ગયા. એક દિવસ પ્રખર જ્ઞાની આચાર્ય હેમવિમલસૂરિજી ૧૭ સાધુઓ સાથે ઉગ્ર વિહાર કરતાં કરતાં ઉજ્જૈન નગરમાં પધાર્યા. અનેક જીવોને ઉપદેશતા તેઓ ઉજ્જૈનના આમ્રવન નામના ઉદ્યાનમાં રોકાયા. રાત્રે પ્રતિક્રમણ વગેરે ધાર્મિક અનુષ્ઠાનમાંથી નિવૃત્ત થઈ સૌ કાઉસ્સગ્ગ ધ્યાનમાં પ્રવૃત્ત થયા. આચાર્ય મહારાજના આગમનના સમાચાર સાંભળી માણેકશાહ પોતાના સાગ્રીતો સાથે મશાલ લઈ તે ઉદ્યાનમાં આવ્યા. તેમણે મશાલ દ્વારા એક સાધુની દાઢીના વાળ બાળી નાખવાનું અધમ દુષ્કૃત્ય કર્યું. આમ છતાં, સાધુ ભગવંતો શાંતભાવે સ્થિર રહ્યા. સાધુને સમતારસમાં રમમાણ થયેલા જોઈ માણેકશાહને ખૂબ પશ્ચાત્તાપ થયો. તે ભોંઠા પડીને ઘેર પાછા ફર્યા. તેમને રાત્રે નિદ્રા ન આવી. તે પોતાના દુષ્કર્મને નીંદવા લાગ્યા અને સાધુની સમતાને આદરભાવ આપવા લાગ્યા. માણેકશાહને સાધુઓની સમતા અને સહનશીલતાએ જાગૃત કર્યા. તેમનો અક્રોધ, ઉદાસીનતા અને પ્રસન્નતા જોઈ તે ભાવવિભોર થયા. તેમણે પોતાની ભૂલની માફી માગવાનો અને શંકાઓનું સમાધાન પામવાનો નિર્ધાર કર્યો. ગાદી ઉપર બેસી ઉપદેશ આપનારા યતિઓની જાળમાંથી તે બહાર આવ્યા. પ્રાતઃકાળે માણેકશાહે વાજિંત્રોના નાદ સાથે સદ્ગુરુઓનું ભવ્ય સ્વાગત કર્યું. તેમણે પોતાની પૌષધશાળામાં ગુરુમહારાજોને બિરાજમાન કરી, સકળ સંઘની સમક્ષ ક્ષમાયાચના કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy