________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
661
'શ્રી માણિભદ્રવીરનું ચરિત્ર
– પ્રા. જે.સી.દેસાઈ, મોડાસા.
રસોડામાં સ્વિચ ઑન થતાંની સાથે જ ઉંદરો નાસી જાય, ગુફામાં સિંહની હાજરી હોય તો એક પણ શિયાળ ત્યાંન ડોકાય; એમ એક વાર હૃદયમાં સમકિતનો તેજલિસોટો ઝળહળી જાય તો પછી મિથ્યાત્વરૂપ અંધકારને અદશ્ય થતાં જરા પણ વાર નથી લાગતી.
આ માટે અત્યંત જરૂરી છે જ્ઞાની ગુરુના સંગની.
અત્રે માણિભદ્રજીની કથામાં આપણને આ દર્શન થાય છે. અણસમજ અને ગેરસમજ–બને કરતાંયે ભયંકર છે મિથ્થા સમજ. અને એ મિથ્યાત્વનો ગ્રંથિભેદ શક્ય બને છે સત્સંગથી, સત્યાચરણથી, સદ્ભાવનાથી.
આ લેખના લેખક શ્રી જે. સી. દેસાઈ મોડાસાની કૉલેજમાં પ્રાધ્યાપક તરીકેની સેવા આપે છે, જૈન ધર્મ અંગેનો તલસ્પર્શી અભ્યાસ કરેલો છે. એમણે માણેકશાહમાંથી માણિભદ્ર સુધીની રોમાંચક યાત્રા-ઘટનાના હેમ-હસ્તાક્ષરો અત્રે સુંદર રીતે અંકિત કર્યા છે.
પ્રત્યેક યુગે જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થયો છે અને અધર્મની વૃદ્ધિ થઈ છે ત્યારે ત્યારે પ્રત્યેક યુગે જન્મેલા મહાપુરુષોએ આગવી રીતે અને યોગ્ય સમયે સમાજને નેતૃત્વ પૂરું પાડ્યું છે. અને આવા મહાપુરુષો કાળક્રમે દેવતાઈરૂપે પૂજાયા છે, અને જનમાનસમાં ભારે મોટું માન આદર પામ્યા છે.
– સંપાદક
શ્રી માણિભદ્રવીર રૂપે પૂજાતા વ્યંતરદેવ પૂર્વભવમાં ઉજ્જૈનમાં માણેકશાહ શેઠ નામે પ્રસિદ્ધ હતા. તે કાળ હતો વિ. સં.નું પંદરમું સૈકું. ધનાઢય પરિવારમાં જન્મેલા માણેકશાહનો જન્મોત્સવ માતાપિતાએ ખૂબ ધામધૂમથી ઊજવેલો. ઓશવાળ જૈન જાતિના માણેકશાહના પિતા ધર્મપ્રિય શાહ અને માતા જિનપ્રિયા ખૂબ સરળ સ્વભાવના અને દયાવાન હતાં. સંતાનમાં માત્ર એક જ પુત્ર હોવાથી તેમણે માણેકશાહને ખૂબ લાડકોડમાં ઉછેરેલા.
માણેકશાહ યુવાન થાય તે પહેલાં જ તેમના પિતા ધર્મપ્રિય શાહ મૃત્યુ પામ્યા. તેમને શિક્ષણ અને વ્યાવહારિક જ્ઞાનથી સંપન્ન કરવાનું કાર્ય તેમનાં માતુશ્રી જિનપ્રિયાએ કર્યું. માતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org