________________
658
તપાગચ્છાધિષ્ઠાયક
'શ્રી તપગચ્છના અધિષ્ઠાયક શાસન રક્ષક દેવ
'શ્રી માણિભદ્રજીનો ટૂંક પરિચય
-: સંકલનકર્તા:પ.પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના
સમુદાયના પૂ.સા.શ્રી વિપુલયશાશ્રીજી મ.નાં શિષ્યા પૂ. સા.શ્રી રમ્યશીલાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી ભવ્યશીલાશ્રીજી મ.
જૈનધર્મમાંચોવીશે તીર્થંકર ભગવંતોનાં જેમ અધિષ્ઠાયક દેવદેવીઓ છે તેમવિવિધ ગચ્છ–સંપ્રદાયોના અધિષ્ઠાયક દેવદેવીઓની માહિતી પણ પ્રાપ્ત થાય છે. તપાગચ્છમાં શ્રી માણિભદ્રજીનું સ્થાન અનુપમ રહ્યું છે. મોટાભાગના ઉપાશ્રયોમાં કે દેરાસરોના પરિસરોમાં માણિભદ્રજીની સ્થાપના થયેલી જોવા મળે છે.
જૈન સમાજના પ્રત્યેક ઘરની પ્રત્યેક વ્યક્તિ આ દેવની ઉપયોગી માહિતીથી વાકેફ બને તેમ જ અન્ય સ્થાનોમાં માનતા કરવા જવાને બદલે આ દેવની જ સેવાભક્તિ કરી ઇચ્છિત ફળ મેળવે તે આ લેખનો સારાંશ છે. રાજકોટ સ્થળનો ખાસ પરિચય કરાવ્યો
આનંદસાગરસૂરિ સમુદાયમાં પૂ.પં. શ્રી અભયસાગરજી મહારાજશ્રીને માણિભદ્રજીના સ્થાન અને ગૌરવ માટે ભારે મોટું માન અને આદર હતાં તેવું મારા પોતાના પૂજ્યશ્રી સાથેના કેટલાક સમયના સાંનિધ્યને કારણે અનુભવાયું છે. પોતાનાં વ્યાખ્યાનોમાં માણિભદ્રજીની વાત આવે ત્યારે ગળગળા થઈ જતા, જેની શ્રોતાઓના માનસ ઉપર ખૂબ જ ઊંડી અસર જોવા મળતી. ગચ્છાધિપતિ પ.પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મહારાજશ્રી આ ગ્રંથ–પ્રકાશનમાં ખૂબ જ મદદરૂપ બન્યા છે.
-સંપાદક
દરેક ગચ્છને અધિષ્ઠાયક દેવ હોય છે. જેમ અંચળગચ્છનાં અધિષ્ઠાયિકા મહાકાળી દેવી છે. તેવી જ રીતે તપગચ્છના અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રજી છે.
પ્રાચીન સમયમાં તપગચ્છના ઉપાશ્રયોમાં તથા મંદિરના બહારના ભાગમાં આ માણિભદ્રજીની સ્થાપના કરવામાં આવતી હતી અને અત્યારે પણ લગભગ ઘણે ઠેકાણે તેમની મૂર્તિ અને બીજી રીતે પણ સ્થાપના કરેલી જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org