SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 657 શાંતિસોમસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. માણિભદ્રજીએ કહ્યું કે જે આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી મગરવાડા સ્થાનકે ન જઈ શકે તે આગલોડ નાના માણિભદ્રવીરના સ્થાનકે આવીને અટ્ટમ કરશે તેની ઇચ્છા પૂર્ણ કરીશ અને મને ધર્મલાભ આશીર્વાદ આપશે તેમને જૈન શાસનની પ્રભાવનામાં હું નિરંતર સહાય કરીશ. આ પ્રમાણે કહીને વીર અદશ્ય થયા. તે જગ્યાએ પૂ. આચાર્ય મહારાજના ઉપદેશથી શિખરબંધી જૈન શાસનરક્ષક દેવનું દેરાસર શ્રીસંઘે બંધાવ્યું. જે રીતે બૃહ સંગ્રહણી સૂત્રમાં છે તે રીતે બંધાવેલ છે તે આજે પણ મોજૂદ છે. - શ્રી માણિભદ્રવીર દેવ સાક્ષાત્ હાજરાહજૂર છે. આપણાં મનોવાંછિત પૂરક, સંકટમોચક, વિધિ–નિવારક, વિધિ અને શાંતિ–પુષ્ટિદાયક છે. આપણે સહુએ શાસન–સંરક્ષક દેવની તન-મનની એકાગ્રતાથી પ્રસન્નચિત્તે આરાધનાસાધના કરવાની છે. જિનશાસનના સંરક્ષક દેવ છે. ચતુર્વિધ સંઘના કોઈ પણ કાર્યમાં હાજરાહજૂર છે. ભારતભરનાં જિનમંદિરોમાં અગ્ર ભાગમાં શ્રી માણિભદ્રવીર દેવની મૂર્તિ સ્થાપિત નજરે ચડે છે. જિનમંદિરના રખેવાળ ગજરાજ પર બિરાજતા, તેના દર્શન-નમન કરતાં આગળ દાખલ થવાય છે. અનેક જગ્યાએ ચમત્કારિક પ્રસંગો અદ્ભુત અનુપમ ન વર્ણવી શકાય તેવા જોવા-સાંભળવામાં આવે છે. મારો પોતાનો અનુભવ છે. કાઠિયાવાડ, ઝાલાવાડ, ગુજરાત, કચ્છ, મહારાષ્ટ્રનેમ જ મારવાડ – બીજાં પણ અનેક સ્થળો આપણને હેરત પમાડે છે. ગજરાજ ઊભા બેઠેલા ઉપરની મૂર્તિઓ તો છે જ; પણ બીજા અનેક સ્વરૂપોમાં તેમ જ વિસ્તરેલી ફણાઓવાળી સ્થાપના વીર દેવની છે! ઘણાં શહેરો-ગામોમાં અલગ શ્રી માણિભદ્રવીરનું મંદિર જોવામાં આવેલ છે. પૂ. આચાર્ય ભગવંતાદિ આ યક્ષરાજની આરાધના–સાધના કરાવે છે. પોતે પણ કરે છે. મારી જીવનયાત્રા દરમ્યાન શૈશવવયથી આજ પર્યત અખંડ, અવિરત આરાધના-સાધના, ધ્યાન, જાપ, તપાદિ અનુપમ–અદ્ભુત ચાલે છે. અખૂટ શ્રદ્ધાબળ, સબહુમાન ભક્તિ કરવા હૈયાના ઉમંગ-ઉત્સાહ–આનંદથી તરબતર થઈ જવાય છે! અહોભાવથી શિર ઝૂકી પડે છે ! જ્યાં જ્યાં અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે તેમની મૂર્તિની સ્થાપનાનો પ્રસંગ હોય ત્યારે હૈયું નાચવા-કૂદવા માંડે છે! વળી બૃહ નંદાવર્તપૂજન હોય ત્યારે પ્રારંભથી જ બેસી જાવ! શાસનનાં કોઈપણ કાર્યો સીદાતાં હોય, ખોરંભે પડ્યાં હોય ત્યારે અચૂક તેમના સ્મરણ દ્વારા એ કાર્યો અવશ્ય પૂરાં થાય જ ! ખરેખર આ વાત ચોક્કસ છે. અણચિંતવ્યું, અચાનક, અણધાર્યું થઈ જાય. ઘડીભર આશ્ચર્ય થાય કે આ શું? બાવન વીર ઇન્દ્ર પૈકી મોખરે તેનું નામ અને કામ. શ્રાવક જીવનમાં ધર્મ પ્રત્યે, આરાધના પ્રત્યે અજોડ શ્રદ્ધાએ કેવું કામ કર્યું! આપણે વિચારવા જેવું છે ! અત્યુત્તમ ઈન્દ્રપણું પ્રાપ્ત થવામાં પુણ્યબળ જોરદાર. આવા પુણ્યસંચયના થોકના થોક આપણા જીવનમાં થઈ જાય તો આપણે પણ અવશ્ય એ પદ પ્રાપ્ત કરી શકીએ ! (3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy