SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ 648 તપાગચ્છાધિષ્ઠાયક સાધના સાથે કાપવાનું ઘણું કઠણ જરૂર હતું, પણ ગુરુદેવના આશિષ સાથે હતા. અંતરમાં શત્રુંજયની રટના હતી. દિનપ્રતિદિન ભાવોલ્લાસ ઉછાળા મારતો હતો. શત્રુંજય પહોંચી આંતરશત્રુઓ ઉપર જય કરવાની અદમ્ય ઝંખના હતી. સાતમા દિવસે પાલનપુર નજીક મગરવાડા ગામે પડાવ થયો. ચોર-લૂંટારા-ભીલોએ માણેકશાને ઘેરી લીધા. જે હોય તે માલ-મિલકત સોંપી દેવા જણાવ્યું. માણેકશા મૌન હતા. શત્રુંજયના ધ્યાનમાં લીન હતા. મિલકત લૂંટાઈ જાય તેની ચિંતા ન હતી, કે મોત આવે તેનો ભય ન હતો. મિલકત તો ઠીક પણ સામો જવાબ કે લેશમાત્ર પ્રતિભાવ ન મળવાથી લૂંટારાઓ અકળાયા, માણેકશાના મનમાં તેમને પોતાનું હળાહળ અપમાન થતું લાગ્યું, અને ક્રોધાંધ બની તલવારના એક ઝાટકે માણેકશાના ત્રણ ટુકડા કરી નાખ્યા. અણસણ અને શાશ્વતગિરિના ધ્યાનમાં મૃત્યુ પણ મહોત્સવ બની ગયું. મંગલ મરણં ય સફલ તસ્ય જીવન જીવન તેનું સફળ છે જેનું મોત મંગલકારી છે. જે મોત વખતે પીડાનો અભાવ નહીં પણ હાયહોયતનો અભાવ હોય, ધ્યાન-સમાધિની વસંત ખીલી ઊઠી હોય તે મોતને જ મંગલકારી કહી શકાય. શેઠ માણેકચંદ મૃત્યુ પામી તપાગચ્છના શાસનરક્ષક અધિષ્ઠાયક માણિભદ્ર વીર બન્યા, ગુરુદેવ આનંદવિમલસૂરિને રાત્રીના સમયે મગરવાડાની ઝાડીમાં પ્રત્યક્ષ દર્શન આપી કહ્યું કે – જૈન ધર્મ ઉપર આવતી આફતો સામે હું તપાગચ્છની રક્ષા કરીશ. આપના ઉપાશ્રયોમાં મારી પ્રતિષ્ઠા કરાવજો. - તપાગચ્છના કોઈપણ નૂતન આચાર્ય પ્રથમ ધર્મલાભ મને પાઠવશે અને અહીં આવી અમ કરી સાધના કરશે તો તેના પ્રભાવે મારું સિંહાસન કંપશે અને હું સેવામાં હાજર થઈશ. ' તપાગચ્છ પટ્ટાવલી' નામના ગ્રંથમાં આ ઐતિહાસિક ઘટનાના પુરાવા છે. આ બાજુ હેમવિમલસૂરિ ગુજરાતની સરહદ ઉપર પધાર્યા. ઉપદ્રવથી મુક્ત થવા મગરવાડામાં અઠ્ઠમ તપની આરાધના કરી. માણિભદ્ર વીરનું આસન કંપતાં અવધિજ્ઞાનથી જાણી પરિવાર સાથે પધારી ઓળખાણ આપી કાર્યપૃચ્છા કરી. સૂરિજીએ ઉપદ્રવ શાંત કરવા જણાવ્યું. અવધિજ્ઞાનથી કાલાગોરા ભૈરવનો ઉપદ્રવ જોઈ તેને બોલાવ્યો – સમજાવ્યો. છતાં ના માનતાં યુદ્ધ છેડ્યું. તેને જીતી ઉપદ્રવ શાંત કર્યો. માણિભદ્રવીર તપાગચ્છના અધિષ્ઠાયક શાસનરક્ષક સમ્યગ્દષ્ટિ દેવ છે. વ્યંતરના છઠ્ઠા ઈદ્ર છે. એકાવનારી છે. દેવલોકમાંથી ચ્યવી મનુષ્યભવ પામી ચારિત્ર લઈ મોક્ષ પામનાર છે. બાવન વીર, ચોસઠ યોગિનીઓ, ૨૦ હજાર સામાનિક દેવો જેમની સેવામાં છે, સાત સૂંઢવાળો ઐરાવત હાથી તેમનું વાહન છે, પ્રથમ સૂંઢમાં અભિષેક કરતો કળશ છે; બીજી છ સૂંઢમાં રક્તવર્ણનાં પુંડરીક કમળો છે, કપાળે સુવર્ણમય લાલ મુગટ. ગળામાં રત્નનાં આભૂષણ છે. વટવૃક્ષની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy