SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ = , 647 થઈ ગયો. કાર્યસિદ્ધિ થતાં હેમવિમલસૂરિએ આગ્રા તરફ વિહાર કર્યો. - હવે બે મહત્ત્વની ઘટનાઓ બને છે. માણેકશા જેવી સંપન્ન અને સમર્થ વ્યક્તિ પોતાની પક્કડમાંથી હેમવિમલસૂરિએ મુક્ત કરાવી એ વાતની જાણ થતાં યતિઓ સમસમી ગયા. સત્ય તો સુવર્ણ જેવું છે, તેને નહીં, અસત્યના પિત્તળિયા ચળકાટને જ કાટનો ભય હોય છે. કાલાગોરા ભૈરવની અઘોર સાધના કરી તેને પ્રગટ કર્યો. હેમવિમલસૂરિનો શિષ્ય પરિવાર સાથે સર્વનાશ નોતરવા આદેશ કર્યો. પોતાના જેવા ગુરુથી ઉપદિષ્ટ અને મંત્રશક્તિની પરાધીનતાથી આદિષ્ટ ભૈરવે સૂરિજીનો સત્યાનાશ કાઢવા એક પછી એક શિષ્યના શરીરમાં પ્રવેશ કર્યો. અનેકમાં ગાંડપણ ઊભું કર્યું. અરે! આ આસુરી શક્તિના દુષ્ટ ભરડામાં દસ શિષ્યો મરણને શરણ થઈ ગયા. આસુરી શક્તિનો સજ્જડ સામનો કરવા, વ્યથિત છતાં નિર્ભય સૂરિજીએ સૂરિમંત્રની સાધના શરૂ કરી. મંત્રબળથી સૂરિમંત્રના અધિષ્ઠાયક શાસનદેવતા આકૃષ્ટ થયા – હાજર થયા. દેવી શક્તિના આવિષ્કારની વાત સૂરિએ પ્રસ્તુત કરી. દેવતા કહે, આપની સતામણી કરતા ભૈરવની દુષ્ટ શક્તિની સફળતામાં આ ક્ષેત્ર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપ વિહાર કરી ગુજરાત પધારો. ગુજરાતની હદમાં આવી અઠ્ઠમની આરાધના કરશો તો નિશ્ચિત નિરુપદ્રવ થઈ જશો. દિવ્ય સંકેત થતાં નિરૂપાય સૂરિજીએ ગુજરાત ભણી ડગ માંડ્યાં. આ બાજુ માણેકશાની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મનો ચળકાટ ચમકતો હતો. મનમાં નિશ્ચય અને જીવનમાં વ્યવહાર ધબકતો હતો. ઉત્સર્ગ અને અપવાદ, લાભ અને નુકસાન, હેય અને ઉપાદેય- આ બધું સૂક્ષ્મબુદ્ધિગમ્ય શાસ્ત્રજ્ઞાન તેની રગેરગમાં વ્યાપી ગયું હતું. પ્રવચન-શ્રવણનું જાણે વ્યસન પડી ગયું હતું. વૈપારાર્થે પાલીમાં વસતા માણેકશાએ ગુરુદેવશ્રીને અત્રે જ ચાતુર્માસ કરવા ભાવપૂર્ણ વિનંતી કરતાં ગુરુજીએ તેનો સ્વીકાર કર્યો. તેઓ પણ ચાતુર્માસ ત્યાં જ રહ્યા. શાસ્ત્રજ્ઞાનના અમીપાન કરતાં કરતાં તેમનો આત્મા ધરાતો ન હતો. જેના અણુએ અણુએ અનંતા આત્માઓ અજર અમર બન્યા છે, જેની સ્પર્શના માત્રથી અગણિત મહાપાપીઓ પણ મુક્ત થયા છે; ચૌદ ક્ષેત્રમાં જેના જેવું પાવન ધામ એકે નથી, પૂર્વ નવાણું વાર જે પુનિત ભૂમિ ઉપર પ્રથમ તીર્થપતિ ઋષભદેવ પધાર્યા હતા, જેના દર્શન માત્રથી ભવ્યત્વની છાપ નિશ્ચિત થઈ જાય છે, સાક્ષાત્ સીમંધરસ્વામી જે તીર્થભૂમિનાં વખાણ કરી રહ્યા છે, એવા તરણતારણ શત્રુંજય તીર્થાધિરાજના માહાભ્યના વર્ણનની સરિતા સૂરિજીના મુખમાંથી ખળખળ વહેતી હતી. માહાભ્ય સુણી માણેકશાનો મનમોરલો શત્રુંજયની જાત્રા કરવા થનગની ઊઠ્યો. કષ્ટસાધ્ય ઉત્કૃષ્ટ સાધના સાથે સિદ્ધગિરિની સ્પર્શના કરવાની ભાવના થઈ. ચોવિયાર ઉપવાસ કરી ઉઘાડા પગે મૌન પાળી સંઘ સહિત યાત્રા કરવાનો સંકલ્પ કર્યો. પાલીસ્થિત ગુરુ આનંદવિમલસૂરિની આશિષ સાથે પ્રયાણ શરૂ કર્યું. લાંબું અંતર આવી ઘોર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy