SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ 646 - તપાગચ્છાધિષ્ઠાયક પ્રતિકાર. શ્રમણોની ક્ષમતાપૂર્ણ સમતા જોઈ માણેકશા ઠંડાગાર થઈ ગયા. હવે અંતરમાં વલોપાત થયો. વિશ્વવંદ્ય સંતોને સતામણી કરવાની ભયંકર ભૂલનો પારાવાર પશ્ચાત્તાપ થયો. ભડભડતી મશાલ સામે સાધુઓએ છોડેલા સમતાપૂર્ણ મૌનના કામણગારા શસ્ત્રથી ઘવાયેલ માણેકશાને કયા મોઢે માફી માંગવી તે સમજાતું ન હતું. કયા ભવના કુકર્મએ આવી કુબુદ્ધિ કરાવી, તેની કલ્પના તે ન કરી શક્યા. સાધુને સળગાવવા નીકળેલ માણેકશાનું અંતર ભૂલના પશ્ચાત્તાપમાં સળગી રહ્યું હતું. અશ્રુઓની ધારાથી પાપના ડાઘોને સાફ કરવાનો પ્રયત્ન આખી રાત ચાલ્યો. મૌન અને સમતાના અમોઘ શસ્ત્રથી શત્રુ પરાસ્ત થઈ જ ગયો હતો. હવે તો આશ્વાસનના મલમપટ્ટા કરી ઘા રૂઝવવાનું કામ જ કરવાનું હતું. અવસર જાણી ગુરુએ કરુણાદ્ધ સ્વરે કહ્યું – વત્સ ! જે થયું તે ભૂલી જા. પશ્ચાત્તાપની આગમાં તારાં પાપો સાફ થઈ ગયાં છે. જીવનમાં આવેલા આત્મઘાતક અવરોધમાંથી ઊગરવાનો અવસર પ્રતીક્ષા કરી રહ્યો છે. ઊજળી ભવિતવ્યતાના સહારે ખૂંખાર મિથ્યાત્વનો ખાત્મો બોલાતાં કુગ્રહનો ત્યાગ થઈ ગયો છે. વિવેકચક્ષુનો ઉઘાડ થઈ ચૂક્યો છે, વત્સ! પુનઃ સન્માર્ગે પ્રવૃત્ત થા.. મિથ્યાત્વથી અંધ નાસ્તિકને જ પરમાત્મામાં પથ્થર દેખાય છે. જો આ પથ્થર જ હોત તો બુદ્ધિનિધાન દેવતાઓ તેને પૂજવાની મૂર્ખામી કેમ કરે? અબજો રૂપિયાનો સદ્વ્યય મંદિર-મૂર્તિઓના સર્જન પાછળ પૂર્વજો કેમ કરે? ભક્તિઘેલા અવધૂતો પ્રતિમા જોઈ ગાંડાઘેલા કેમ બની શકે ? પરમાત્મતત્ત્વના આરોપણથી પ્રતિમા પરમાત્મસ્વરૂપ બની જાય છે. ઉંદરના ફૂંફાડામાં પણ સર્પની શંકા થતાં લોહી ઝેરી બની જતાં મોતને ભેટી પડાય છે. આ તાકાત છે ભાવની. ભાવસૃષ્ટિમાં સંચરવા બુદ્ધિ નહીં, શ્રદ્ધાનો સથવારો જોઈએ. શ્રદ્ધા શિખર ઉપર પહોંચાડે છે. શંકા તળીએ બેસાડી દે છે. શ્રદ્ધાપૂર્ણ સમર્પણ વિના ઉત્થાન શક્ય નથી. પતન નિશ્ચિત છે. કુગુરુનો ભેટો થયો એ તારો પાપોદય કહી શકાય; પણ તેમણે બતાડેલો કુમત તને આત્મસાત્ થઈ ગયો એ મહા પાપોદય કહી શકાય. ગુરુના મુખમાંથી નિઃસ્મરતા કરુણાપૂર્ણ બોધના ધોધમાં માણેકશા પ્લાવિત થઈ ગયા. મિથ્યા મતની અશુદ્ધિ દૂર થતાં આત્મા નિર્મળ થયો. પ્રલયકાળનો ઝંઝાવાતી વંટોળિયો પણ શ્રદ્ધાના મેરુ પર્વતની કાંકરી ન ખેરવી શકે એવી અચલતા અને અડગતા પુનઃ આત્મસાત્ કરી લીધી. રત્નની પ્રાપ્તિ થતાં કાચના ટુકડા સહજ છૂટી જાય છે. સત્યના સૂરજનો ઉદય થતાં અસત્યના અંધકારને ભાગ્યે જ છૂટકો છે. ગુરુમાતા અને જનેતાના આનંદનો પાર ન રહ્યો. જીવનમાં અને ઘરમાં ધર્મ પુનઃ ધબકતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy