SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 645 માણેકશાના આંતર જીવનની આ એક મોટી ઊથલપાથલ કહી શકાય. મળેલા સાચા દેવ-ગુરુ-ધર્મ-તત્ત્વની યથાર્થ પર્યાપાસનાને તરછોડી મિથ્યા–ભ્રામક મતમાં મન સમર્પિત કરી જીવન પાયમાલ કરવાનો એક ખતરારૂપ આ અખતરો હતો. અમર બનવા માટે વિશ્વના પ્યાલાને હસતાં હસતાં ગટગટાવવાનું દુઃસાહસ હતું. માણેકશા માર્ગશ્રુત થયા પણ માતા અને પત્ની સ્થિતપ્રજ્ઞ હતાં. પુત્ર જિનકથિત શાસ્ત્રમાર્ગથી ટ્યુત થઈ રહ્યો છે તેનું પૂર્ણ ભાન માતાને હતું; પણ પરિસ્થિતિ એવી હતી કે ન તો તે પુત્રને કુગુરુની માયાજાળમાંથી છોડાવી શકે કે ન પુત્રને સમજાવી શકે. જિનપ્રિયા જિનધર્મની કટ્ટર અનુરાગિણી જનેતા હતી તેથી જ પુત્રના મોતનું દુઃખ હજી તે સહી શકી હોત; પણ પુત્રના મિથ્યાત્વગમનનું દુઃખ તે સહી ન શકી. મોત એક જીવન ખૂંચવી શકે, મિથ્યાત્વનું વિષ જનમોજનમ બરબાદ કરી શકે. બેચેન માતા નિરુપાય હતી. પુત્રની નાસ્તિકતા જોઈ તેનું અંતર ફાટી જતું હતું. અકળ વ્યથાથી અકળાઈને એક ભીષ્મ અભિગ્રહ લઈ લીધો કે " જ્યાં સુધી પુત્ર પુનઃ સન્માર્ગે આવે નહીં ત્યાં સુધી છએ વિગઈનો ત્યાગ.” માતાના આ ત્યાગમાં પુત્રના પારમાર્થિક હિત સહિતનું અપરંપાર વાત્સલ્ય ઝળહળતું હતું. મોક્ષમાં સ્થિર ના થવાય ત્યાં સુધી આવી કલ્યાણકારી જનેતાના ખોળે જન્મ મળતો રહે એવી માંગણી કરવાનું મન થઈ જાય. દોમદોમ સાહાબીની રેલમછેલ વચ્ચે માતા વ્યથિત છે. પત્ની દુઃખી છે. તેણે પણ છે વિગઈનો ત્યાગ કરેલ છે. કારણ, માણેકશા ભાવપ્રાણ સમાન સદ્ધર્મથી ભ્રષ્ટ થઈ રહ્યા છે. કથળતે હૈયે માતાએ તપાગચ્છીય હેમવિમલસૂરિને (કે જેઓ આનંદવિમલસૂરિના ગુરુ હતા) સઘળી હકીકત જણાવી. નાના માણસની મોટી ભૂલો એટલું નુકસાન નથી કરતી જેટલું નુકસાન મોટા માણસોની નાની ભૂલ કરે છે. માણેકશા જેવી સમર્થ વ્યક્તિ માર્ગભ્રષ્ટ થતાં તેના આલંબને અનેક ભદ્રિક જીવો બોધિદુર્લભ થાય તેવી શકયતા જણાતાં ગુરુદેવશ્રી એક આત્માને મિથ્યાત્વના કારાવાસમાંથી મુક્ત કરવા આવી પહોંચ્યા. બહાર ઉદ્યાનમાં ઊતર્યા છે. આ બાજુ પ્રિયા આનંદરતિએ માણેકશાને માતાના છ વિગઈત્યાગની વાત કરી સમજાવવાના પ્રયત્ન ચાલુ રાખ્યા છતાં હજી કુમતની પકડ છે. કુગુરુના કદાગ્રહથી વાસિત મન છે એટલે હેમવિમલસૂરિ આવ્યાના સમાચાર સાંભળી આનંદના બદલે દ્વેષ થયો." મને ઠેકાણે લાવવા આવતા સાધુને જ ઠેકાણે લાવી દઉં " –એવી દુર્ભાવનાથી સાધુઓની સમતાની પરીક્ષા કરવા રાત્રીના સમયે મશાલ લઈ સાધુના ઉપાશ્રયમાં ગયા, રાત્રીની નીરવ શાંતિ છે, ઉપાશ્રયમાં સહાયક શ્રાવકોનો અભાવ છે, સાધુઓ તો ધ્યાનમાં મગ્ન છે. ધસમસતા માણેકશાએ રાળગતી મશાલ સાધુની દાઢી નીચે મૂકી, દાઢીના વાળ બળવા છતાં મુનિઓ ન તો ધ્યાનમુકત થયા, ન તો કષાયયુક્ત થયા. ન કોઈ હાયહોય કરી કે ન કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy