SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ 644 તપાગચ્છાધિષ્ઠાયક સંસારના ક્ષેત્રે અર્થ-કામની પરાકાષ્ઠા હતી. સંસારની દુઃખદ અસારતાનું ભાન જાગૃત હોવાથી હૃદયમાં દેવગુરુ વજવતું અંકિત થઈ ગયા હતા. જીવનમાં કેન્દ્રસ્થાને ધર્મ જ પ્રધાન હતો. સાંસારિક સિદ્ધિઓ સાથે જીવનનૈયા અધ્યાત્મના લક્ષ્ય ભણી આગળ વધી રહી હતી. ન હતી કોઈ પ્રતિકૂળતા કે ન હતી કોઈ ઊથલપાથલો, ન હતી કોઈ ચિંતા કે ન હતી કોઈ હૈયાહોળીઓ. પણ કર્મની વિચિત્રતાથી કોણ અજાણ છે? સોહામણા સંસારમાં વિપબિંદુઓનો પ્રક્ષેપ ના કરે ત્યાં સુધી તેને ચેન કેમ પડે ? બન્યું એવું કે ગુરુનો અન્યત્ર વિહાર થયો. જ્ઞાનવૃષ્ટિના વિયોગે વિવેક–ખેતર ઉજ્જડ. બનવા લાગ્યું એટલું જ નહીં પણ કુવૃષ્ટિનું ભોગ બન્યું. લોકાગચ્છના યતિઓએ તકનો લાભ લઈ માણેકશાના મન ઉપર કબજો જમાવ્યો. સરળહૃદયી અને નિષ્કપટ મનવાળા માણેકશાની શ્રદ્ધાની ઉન્નત ઇમારતોને કકડભૂસ કરવામાં યતિઓને વાર ન લાગી. પ્રતિમા ખોટી છે. પરમાત્માની સ્થાપના એક બનાવટ છે. પથ્થરમાં તે વળી પરમાત્મા શે સંક્રાંત થઈ શકે? હૃદયમાં જ પરમાત્માને બિરાજમાન કરવાના છે, પથ્થરનાં મંદિરોમાં નહીં. પથ્થરને પૂજવાથી પુણ્ય શે ઊભું થાય? પૂજા તો આત્મતત્ત્વની થાય, ધ્યેય અને ઉપાસ્ય તત્ત્વ તો આત્મા છે, પથ્થરનાં ઢેફાં નહીં, જાપ-ધ્યાન-સ્વાધ્યાય વિ. નિરારંભ યોગસાધના દ્વારા જ આત્માની નિકટતા સાધી શકાય છે. પથ્થરને ભગવાન માનવામાં કેટલી મૂર્ખામી ? જડ તત્ત્વમાં ચેતનત્વ જ નહીં, પરમાત્મતત્ત્વ માનવાનું ગાંડપણ, પથ્થરની પ્રતિમા સાચવવા કરોડો-અબજો રૂપિયાનો ધુમાડો, જડ એવી પ્રતિમાને પૂજવા પૃથ્વી, પાણી, ફૂલ, અગ્નિ જેવા જીવતત્ત્વનો નૃશંસ સંહાર, અંધશ્રદ્ધાનો ભ્રામક ફેલાવો. લીંકાયતિઓએ રોજરોજના સંપર્કમાં માણેકશાના મગજમાં પ્રતિમા વિરુદ્ધ શંકાનો કીડો એવો ઘુસાડી દીધો કે તેને બધી જ વાત સાચી લાગી, તાત્ત્વિક લાગી. " પ્રતિમા એ સાક્ષાતુ પરમાત્મા જ છે" એવી આનંદવિમલસૂરિએ જગાવેલી શ્રદ્ધાની જ્યોત યતિઓની કાનભંભેરણીના વાવાઝોડામાં બુઝાઈ ગઈ. સાચું સમજવા માટે આખી જિંદગી પણ ઓછી પડે અને ખોટું સમજવા માટે એક ક્ષણ કાફી છે. - હવે પ્રતિમામાં પથ્થર દેખાય છે. ગૃહમંદિર કર્યાનો અફસોસ થાય છે. ધર્માનુષ્ઠાનો અને ક્રિયાયોગમાં જડતા ભાસે છે. મિથ્યા યતિઓમાં સાચા ગુરુતત્ત્વનાં દર્શન થાય છે. પૂજા – પૌષધ – ધર્મક્રિયાઓ તરફથી માં ફેરવી ધ્યાનાભ્યાસ દ્વારા આત્માની નિકટ પહોંચવાનો વ્યર્થ પ્રયાસ કરે છે. બુદ્ધિ સદ્ હોય ત્યાં સુધી જ જીવન પ્રકાશમય હોય છે. બુદ્ધિમાં વિકૃતિનો પગપેસારો થતાંની સાથે જીવન ભડકે બળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy