________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
649
શાખાવાળું છ ભુજાવાળું ત્રિશૂળ – ડમરૂ – મૃગદળ – અંકુશ- નાગપાશ- રત્નમાળા વિ. ચિહ્ન ભિન્ન ભિન્ન હાથમાં રહેલાં છે.
જે તીર્થાધિરાજ શત્રુંજય અને આદીશ્વર પરમાત્માના પ્રભાવે પોતે માણિભદ્ર થયા તેમની કાયમી સ્મૃતિ અંકિત કરવા વરાહના મુખના અગ્રભાગે જિનાલય આકારની રાયણવૃક્ષની શાખા ધારણ કરીને તેમાં આદીશ્વર પ્રભુનાં પ્રતિમાજી સ્થાપિત કરેલ છે. તેના દર્શન માટે જ દષ્ટિ હેજ ઊંચી રાખેલ છે.
આજે તેમનાં ત્રણ વિશિષ્ટ સ્થાનો વિધમાન છે – (૧) ઉનમાં ક્ષિપ્રા નદીના કિનારે સિદ્ધવડ નામથી પ્રસિદ્ધ સ્થાન છે ત્યાં તેમનું મસ્તક
પૂજાય છે. (૨) પાલનપુર-સિદ્ધપુરની વચ્ચે આવેલ મગરવાડામાં ઢીંચણ (પિંડી) પૂજાય છે. (૩) આગલોડમાં ધડ પૂજાય છે.
ॐ आसिआउसा नमः श्री माणिभद्र दिसतु मम सदा सर्वकार्येषु सिद्धिं ॥
અનેક મંત્રો પૈકી આ ચમત્કારી મંત્ર વીરની સાધના માટે સર્વશ્રેષ્ઠ છે.
સુદ પાંચમ – આઠમ – કે ચૌદસે, રવિ-મંગળ કે ગુરુવારે આયંબિલના તપ સાથે એકાગ્ર ચિત્તે નિર્મળ હૃદય અને નિઃસ્વાર્થભાવે ર૧ દિવસ સુધી લગાતાર વીરનો ઉક્ત મંત્ર દ્વારા ઉક્ત સ્થાનોમાં જાપ કરવાથી નિશ્ચિત ઇષ્ટફળની સિદ્ધિ થાય છે.
આસો સુદ ૧૦, મહા સુદ ૧૦ અને વૈશાખ સુદ ૩ વીરની સાધના માટેના મહત્ત્વના દિવસો છે.
પૂર્વભવમાં આસો સુ. ૫ ના તેમણે શત્રુંજયની યાત્રા માટેની દઢ પ્રતિજ્ઞા કરી હતી તેથી એ દિવસે વિશિષ્ટ સ્થાનોમાં વીરના મહાપૂજન સ્વરૂપ બૃહત્ હોમની વિધિ થાય છે.
વ્યંતર માટે " વનોમાં રહે તે વ્યંતર" એવી સ્કૂલ વ્યાખ્યા કરાઈ છે. મધ્યલોક અને અધોલોકમાં તેઓનું આવાગમન હોય છે. મિત્રભાવે સહાય કરે અને વેરભાવે છોતરાં ઉખેડી નાખે. ભક્તિ કરનારને વરદાન આપી ન્યાલ કરી દે તો અપમાન કરનારને શાપ આપી પાયમાલ કરી દે.
| વ્યંતરના (૧) પિશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિંપુરુષ (૭) મહોરગ (૮) ગાંધર્વ –આ આઠ ભેદ બતાડ્યા છે. તેમાંનો ત્રીજો ભેદ યક્ષ' છે. તેના ૧૩ પ્રકાર છે. (૧) પૂર્ણભદ્ર (૨) માણિભદ્ર (૩) શ્વેતભદ્ર (૪) હરિભદ્ર (૫) સુમનોભદ્ર (૬) વ્યતિપાકભદ્ર (૭) સુભદ્ર (૮) સર્વતોભદ્ર (૯) મનુષ્યયક્ષ (૧૦) ધનાધિપ (૧૧) ધનાહાર (૧૨) રૂપયક્ષ (૧૩) યક્ષોત્તમ. આમાં બીજા ભેદમાં માણિભદ્રવીરનું સ્થાન છે. યક્ષોનો વર્ણ શ્યામ હોય છે. ધજામાં વટવૃક્ષનું ચિહ્ન હોય છે. આઠે વ્યંતરના બે-બે મુખ્ય ઇન્દ્રો હોય છે. તેમાં પક્ષના બે ઇન્દ્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org