SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 635 મુક્તિનિલયગિરિના ધ્યાનમાં એકલીન બનેલા માણેકશાહ ડાકુના પડકારને સાંભળી ન શક્યા. એ જ ગતિ સાથે તેઓ ચાલ્યું જવા લાગ્યા. તસ્કરોને થયું કે જરૂર માલામાલ છે. ચાર તસ્કરો નાગી તલવાર સાથે માણેકશાહ તરફ ધસ્યા. તડ...તડતડ.... તલવારો માણેકશાહ પર ઝીંકાઈ. 'જય શત્રુંજય' ના નિર્દોષ સાથે માણેકશાહની કાયા ત્યાં ને ત્યાં ઢળી પડી, પ્રાણ પંખેરૂ ઊડી ગયું. શરીરના એકી સાથે ત્રણ ભાગ–મસ્તક, પગ ને ધડ.! ' 'ઐસી દશા હો ભગવન, જબ પ્રાણ તનસે નીકલે... ગિરિરાજ કી હો છાયા..મનમેં ન હો માયા... તપ સે હો શુદ્ધ કાયા... જબ પ્રાણ તન સે નિકલે..." આવી જ શુદ્ધ ભાવનાથી જવાંમર્દ નરરત્ન-ધર્મરત્ન માણેકશાહના પ્રાણ છુટયા હતા અને શત્રુંજયના પાવન ધ્યાનથી, સ્મરણોથી, રટણથી ધરતીનું આ સુવાસિત ગુલાબ વ્યંતરનિકાયના યક્ષજાતિના ઇન્દ્ર બનવાનું સૌભાગ્ય મેળવી લે છે. નામ... માણિભદ્ર..... ૭. મગરવાડાના માણિભદ્ર ઈષ્ય...! ભડભડની અચરજભરી અગન વાળા...! દુઃખી તો પોતાના દુઃખે દુઃખી હોય છે; પરંતુ સુખી સદા બીજાના સુખે દુઃખી હોય છે. અન્યના સુખની ઈર્ષા માનવને સદૈવ જલાવતી હોય છે. જંગલમાંથી જતા પેલા વ્યાપારીને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હતો. પ્રશ્નનો જે જવાબ મળ્યો તે ખરેખર ચોંકાવનાર હતો. " તમો શાનો વ્યાપાર કરો છો ?" "ઈર્ષાનો....!" તમારા ગ્રાહક કોણ કોણ બન્યા?" " સ્ત્રી વર્ગ, વ્યાપારી અને ધર્મના ઠેકેદાર....!" કેટલો સણસણતો જવાબ હતો આ વ્યાપારીનો. કલ્પના અંધારિત આ રૂપક પણ આપણને કેટલું બધું સમજાવી જાય છે ! સ્ત્રીઓ અને વ્યાપારીઓમાં તો ઈષ્યવૃતિ હોય એ જગજાહેર છે; પરંતુ એ એટલી ખતરનાક નથી જેટલી ધર્મના ઠેકેદારમાં રહેલી ઈર્ષ્યા છે. ધર્મના સ્વાંગમાં પોતાની ઇચ્છાપૂર્તિ માટે જે કરવાનું હોય તે કરી છૂટે છે. પોતાની સામે આવનાર અન્ય ઠેકેદારને તે ક્યારેય સહી શકતો નથી. માણેકશાહના જીવનમાં પરમાત્મભક્તિના વિરોધનાં વાવઝોડાં ફૂંકનાર કડવામતી સાધુઓને જ્યારે સમાચાર મળ્યા કે માણેકશાહ પુનઃ પ્રભુના શ્રેષ્ઠતમ ભક્ત બન્યા છે, ત્યારે તેમના અંતરમાં ઈર્ષ્યાનું જીવલેણ વિષ ઉત્પન થયું. માણસના વિચારો જ્યારે નિકૃષ્ટ બને છે ત્યારે આચારોમાં હીનતા આવ્યા વિના રહેતી નથી. સાધુઓએ નિર્ણય કર્યો. અમારા ભકતના મનપરિવર્તન કરનાર મુનિઓને કાળઝાળની જાળમાં સપડાવવા પડશે. સત્તા, શક્તિ અને સંપત્તિ સાથે જો વિવેકની વિશાળતા ન હોય તો ત્રણેય તાકાત માનવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy