SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ 634 તપાગચ્છાધિષ્ઠાયક યાત્રાએ આગળ વધતાં અને તીર્થાધિરાજનું ધ્યાન ધરતાં આ પ્રાણ પણ ચાલ્યા જાય તો મને કોઈ વ્યથા નથી. ગિરિરાજ.. સિદ્ધાચલ આદીશ્વર દાદા.... ઓહ! મારી ભવોભવની ભ્રમણા ભાંગી જશે. ગુરુદેવ....! પ્રતિજ્ઞા આપો...!” સંકલ્પ દઢ સંકલ્પ... સાત્ત્વિક વ્યકિતના સંકલ્પમાં શક્તિ પ્રસરે છે, ત્યાં સિદ્ધિનું સ્મિત ઝળકે જ છે. પેલા કવિની કવિતાના આ શબ્દો કેવી રીતે ઊચી પ્રેરણા પૂરી પાડે છે. હું ઇચ્છું તો પથ્થરને પણ ઓગાળી શકું છું. હું ઇચ્છું તો હવાને રોકી શકુ અને હું ઇચ્છું તો મુર્દાને ઉપાડી ઉપાડીને અક્ષર શિખાવી શકું છું. માણેકશાહના દઢ સંકલ્પને નીરખીને–પારખીને પૂજ્ય આચાર્યપ્રવરશ્રીએ સકલ સંઘ વચ્ચે તીર્થાધિરાજની પદયાત્રાની પ્રતિજ્ઞા આપી. પ્રતિજ્ઞા સ્વીકાર કરતાં જ માણેકશાહનો ચહેરો કોઈક અનોખા, અદ્ભુત તેજ–ઓજથી દીપી ઊઠ્યો. આજનો આ મંગલકારી શુભ દિન હતો આસો સુદ પાંચમ......! કાર્તિક પૂર્ણિમાના શુભદિને આચાર્ય ભગવંત પાસે મંગલાચરણનું શ્રવણ કરીને માણેકશાહે ગિરિરાજ ભણી મંગળમય પ્રસ્થાન કર્યું. સંઘે સ્નેહભરી વિદાય આપી. સાહસવીર આ સાધક અપૂર્વ ઉલ્લાસ સાથે આગળ વધવા લાગ્યો. કહેવાનું મન થઈ જાય છે: કમ્મર પાણીમાં ઊભા રહીને રેતીના ટોપલા કાઢનારો મોતી ન પામે, એ માટે તો મરજીવા બનીને સાગર–તળિયે ડૂબકી જ મારવી પડે. માણેકશાહ પણ મરજીવા બન્યા હતા આજે...! | તીર્થસ્થાનોના પ્રભાવ માનવમન માટે જબરજસ્ત ઔષધ પુરું પાડે છે. આવાં તીર્થો સર્ચલાઈટ બનીને આપણા જીવનમાર્ગ પર અજવાળું પાથરે છે અને વળી દીવાદાંડી બનીને દૂર રહ્યા પ્રત્યેક ક્ષણે જીવનનૌકાને વાસનાના ખડક સાથે અથડાતી રોકે છે. ઇતિહાસના કોઈ પણ પાને ન જડે એવી યાત્રાના પંથે માણેકશાહનાં કદમ આગે બઢતાં જાય છે. લાખો તીર્થયાત્રીઓના સંઘની વાતો તો સાંભળી છે. એકાસણા સાથે છરી પાળતા યાત્રાની વાતો પણ સાંભળી છે ને વાંચી છે; પણ અન્નજળ વિના પદયાત્રાયુક્ત આ તીર્થયાત્રાનો ભીષ્મ પ્રસંગ દુનિયામાં શોધવા જાઓ તો યે મળે તેમ નથી. તીર્થોની તવારીખમાં પ્રાયઃ માણેકશાહ સદાય આશ્વર્યના રૂપે જ દેખાશે....... ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો છે. પાલનપુરથી નજીક મગરવાડાની પાસેના જંગલમાંથી માણેકશાહ ઝડપભેર આગળ વધી રહ્યા છે. મનમાં ગિરિરાજનું ધ્યાન છે. દુનિયાનો કોઈ ખ્યાલ તેમને નથી. કેટલાક દિવસો વીતી ગયા. ભોજન લીધું નથી. પાણી સ્વીકાર્યું નથી, છતાં અજબ મસ્તી સાથે તેમનાં કદમ ધરતી પર પડી રહ્યા છે. વન.... ધનઘોર વન... ચોર અને ડાકુઓનો જ્યાં સદા ત્રાસ... આ વનમાંથી પસાર થતાં માણેકશાહને ડાકુઓએ જોઈ લીધા. એક જ વ્યક્તિ આવા ગહન જંગલમાંથી ઝડપભેર ચાલ્યો જાય, જરૂર એની પાસે માલમિલકત છુપાયેલી હશે – એમ માની ડાકુના સરદારે ત્રાડ પાડી: "વાણિયા! ઉભો રહે... એક ડગ પણ આગળ ન વધીશ." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy