SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ 632 તપાગચ્છાધિષ્ઠાયક વગેરે અનેક મહાપુરુષો વિશાળ સંખ્યા સાથે મોક્ષે પધાર્યા છે. શ્રી સિદ્ધાચલજીનો મહિમા અપરંપાર છે. શ્રી સીમંધરસ્વામી જેવા તીર્થંકરના શ્રીમુખે પણ જેનાં પ્રશસ્તિગાન, સ્તુતિગાન અને મહિમાગાન ગવાયાં હોય એ તીર્થની કમનીયતામાં શું કમી હોય! જ્યાં પાપ પખાળતી શેત્રુંજી નદી હોય અને ઇચ્છાપૂરક રાયણવૃક્ષ હોય, નવ ટૂંકના રૂપમાં જ્યાં મંદિરોનું નગર ઊભું હોય તેનું સાચું વર્ણન તો સાક્ષાત્ સરસ્વતી આવીને ઊભી રહે તોય ન કરી શકે ! | વિશ્વનું સર્વશ્રેષ્ઠ તારક તીર્થ શત્રુંજય છે. અહીં નેમનાથ સિવાય ૨૩ તીર્થંકર પરમાત્મા વિચર્યા છે. આવતી ચોવીશીના શ્રી પદ્મનાભાદિ દરેક તીર્થકરોનું શુભાગમન આ ગિરિરાજ પર થશે. મહાતીર્થનાં રૂપ-સ્વરૂપ પણ જુદા જુદા સ્થળેથી જુદી જુદી રીતે થતાં હોય છે. વલભીપુર તરફથી ગિરિરાજનાં દર્શન કરો, જાણે મદમસ્ત ગજરાજ સૂંઢને ફેલાવીને વિશ્રામ લઈ રહ્યો છે. શેત્રુંજી નદીના પૂર્વ વિભાગમાંથી ગિરિરાજનાં દર્શન જાણે એક પ્રવાહણ જેવાં થાય છે અને ત્યાં ઊભેલા દેરાસરો જાણે પ્રવહણની ધ્વજા જેવાં લાગે છે. જેવો મહિમા તીર્થાધિરાજનો છે તેવો જ મહિમા ગિરિરાજની ટોચ પર વિબરાજમાન તીર્થનાયક ભગવાન ઋષભદેવનો પણ છે. છેલ્લો ઉદ્ધાર કરનાર ધર્મવીર કમશાહે ત્રલોયનાથનું આ બિંબ એવા અપૂર્વ હર્ષોલ્લાસ ને વર્ષોલ્લાસ સાથે ભરાવ્યું છે કે આજે પણ જગતમાં આવી પ્રતિમાનાં પાવન દર્શન ક્યાંય ન થાય. પૂજય આચાર્યપ્રવર શ્રી વિદ્યામંડનસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે જે પ્રભુની સ્થાયી પધરામણી થઈ હોય એ પ્રતિમાના ઓજ–તેજનો તો પ્રશ્ન જ કયાં ઊઠે ! . ભાગ્યશાળીઓ ....પૂજ્ય આચાર્યભગવંતશ્રી તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના મહિમાનું આખ્યાન માણેકશાહ જેવા નરવીરોથી સુશોભિત ધર્મસભામાં વિશદ રીતે કરી રહ્યા છે. આખી સભા દેશનામૃતનું પાન લયલીન બનીને કરી રહી છે. સુંદર શબ્દ... સુંદર ભાવ પ્રભાવ...! અપ્રતિમ વક્નત્વનો વૈભવ. કેવળજ્ઞાન અને કેવળદર્શન સાથે સર્વજ્ઞપદ શોભાવતા અતિમુક્ત મહામુનિએ અને નારદજીએ ગિરિરાજનો મહિમા કંઈક આ રીતે ગાયો છે: (૧) અન્ય તીર્થોમાં બ્રહ્મચર્યપાલન અને ઉગ્ર તપસ્યાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી અધિક પુણ્ય સિદ્ધાચલજીમાં માત્ર વસવાથી પ્રાપ્ત થાય છે. (૨) એક કોડ મનુષ્યને ભોજન આપવાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય ગિરિરાજની છાયામાં એક જ ઉપવાસથી થાય છે. (૩) શત્રુંજય તીર્થની સ્પર્શનાથી બધાં તીર્થોના દર્શનનું પુણ્ય મળી જાય છે. (૪) શત્રુંજયની યાત્રાએ જતાં વચ્ચે ચતુર્વિધ સંઘની જે પુણ્યશાળી વસ્ત્ર, પાત્ર અને ભોજનથી ભક્તિ કરે છે તેને કોટિગણું પુણ્ય મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy