SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 631 પ્રભાવ પડ્યો છે. હજારો શ્રોતાઓ પૂજ્યશ્રીના મુખારવિંદમાંથી વરસતાં શબ્દમોતીઓને પામવા દોડી આવતા હતા. જિનવાણીનાં પાન પણ મુક્ત મને લ્હાણી કરતાં હતાં અને પરિણામ સ્વરૂપ પાપીઓએ પાપ તજ્યાં, ધર્મના શણગાર સજ્યા.... આવો પુનિત પાવન અવસર જીવનમાં ફરી ક્યારે આવવાનો? માણેકશાહે સંપૂર્ણ વ્યાપાર મુનિમોને સુપ્રત કરી દીધો અને પોતે ગુરુભગવંતના સાંનિધ્યમાં સામાયિક, પ્રતિકમણ, મહામંત્ર, સ્મરણ, ધ્યાન-ચિંતન, સ્વાધ્યાય અને વૈયાવચ્ચથી સ્વયંને ધન્ય બનાવવા લાગ્યા. આજે વ્યાખ્યાનમાં ઘોષણા થઈ છે, આવતી કાલથી પ્રવચનમાં 'શત્રુંજય માહાભ્ય' ગ્રંથ આધારિત વ્યાખ્યાનો થશે. સહુને આ ધોષણાથી અપાર આનંદ થયો. જેન જગતનું જાજ્વલ્યમાન જ્યોતિ સ્વરૂપ તીર્થ એટલે શત્રુંજય સિદ્ધાચલ, મુક્તિનિલય! એની પ્રભાવકથા સાંભળવી કોને ન ગમે? સહુ ઉત્સાહિત થયાં. તારે તે તીર્થ! તીર્થ તો ભારતવર્ષમાં અનેક છે; પણ સિદ્ધાચલની બરાબર તો એકેય તીર્થ નથી. જેના કાંકરે અનંતા સિધ્યા છે, એ તીર્થના કણેકણમાં સિદ્ધિ ને સિદ્ધાત્માઓનું એક મહાકાવ્ય ધબકી રહ્યું છે. એટલે જ સહુ તીર્થસ્થાનોમાં મોખરે છે 'સિધ્ધાચલજી'. ઘોર પાપ આચરનારાઓ પણ આ તીર્થની સ્પર્શનાએ પાવન થયા છે. આગમના અભ્યાસીને, આગમના શ્રોતાઓને ખ્યાલ જ છે કે આ પતિતપાવન તીર્થને જીવનમાં એક વાર પણ જુહારનાર, નિયમો ભવ્ય જ હોય છે. મનુષ્યજન્મ મેળવીને જે વ્યક્તિ આ તીર્થની સ્પર્શના નથી કરતો તે ખરેખર હજી ગર્ભાવાસમાં જ છે. અરે..! પશુપંખીઓ પણ જો આ તારક તીર્થને અવલંબે તો ત્રીજા ભવે સિદ્ધ થઈ જાય છે. પ્રાયે એ ગિરિ શાશ્વતો.. અનાદિકાળથી આ તીર્થનું અસ્તિત્વ અને અસ્મિતા રહેલાં છે અને અનન્તકાળ સુધી ટકવાનાં છે. જગતની કોઈ શક્તિ, પ્રકૃતિની કોઈ તાકાત નથી કે જે આ મહાતીર્થના મૂળને નેસ્તનાબૂદ બનાવી શકે. એનું સ્મિત સદાય જીવંત રહેશે..... ગરવા ગિરિરાજ પર સ્થાપિત જિનાલયોનો ઉદ્ધાર સમયે સમયે થતો જ રહ્યો છે. ઈશનેન્દ્ર, મહેન્દ્ર, બ્રહ્નન્દ્ર, અમરેન્દ્ર અને વ્યંતરેન્દ્ર જેવી દૈવી શક્તિઓએ આ તીર્થના ઉદ્ધારનું સૌભાગ્ય મેળવ્યું છે તો ભરતેશ્વર, દંડવીર્ય રાજા, સગરચક્રી ચંદ્રયશારાજા, ચકાયુધ, રામચંદ્રજી અને પાંડવ જેવી મહાન વ્યક્તિઓએ તીર્થોદ્ધારનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. વર્તમાન સમયમાં પણ જાવડશા, બાહડમંત્રી, સમરાશા ઓસવાળ અને કર્માશાહ દ્વારા ઉદ્ધારની દિવ્યકથાઓ આલેખાઈ છે. ભવિષ્યમાં વિમલવાહન રાજા આ તીર્થના અંતિમ ઉદ્ધારનું પુણ્ય ઉપાર્જિત કરશે. સિદ્ધિપદ અને સિદ્ધાચલ જાણે એકમેક બની ગયાં છે. જે સિદ્ધાચલનું શરણ સ્વીકારે એ સિદ્ધિપદને મેળવી જ જાય. જુઓ! પુંડરીક ગણધર ૫ ક્રોડ અને દ્રાવિડ વારિખિલ્લજી ૧૦ ક્રોડ સાથે મોક્ષે ગયા. શામ્બ ને પ્રધુમ્ન ૮ ક્રોડ ૫૦ લાખ સાથે તો પાંડવ ૨૦ ક્રોડ સાથે મોક્ષે પધાર્યા. નમિ, વિનમિ ૨ ક્રોડ અને રામભરત ૩ ક્રોડ સાથે શિવસુંદરીને વર્યા. નારદજી ૯૧ લાખ સાથે તો સોમયશા ૧૩ ક્રોડ સાથે પરમપદને પામ્યા. થાવથ્યાપુત્ર, શુકપરિવ્રાજક, કદંબગણધર, શેલકાચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy