________________
630
તેના અજવાળે માણેકશાહનું મિથ્યાત્વ વિલુપ્ત થઈ ગયું. પુનઃ સમ્યગ્દર્શનનો દીપ ઝળહળવા લાગ્યો.
તપાગચ્છાધિષ્ઠાયક
મહા સુદ પાંચમનો પાવન દિવસ.... વસંતપંચમી.... શ્રી પંચમી.... કેટલાં કેટલાં એના નામ ! જ્યોતિષ શાસ્ત્રમાં જેને સદૈવ શુભ દિવસ રૂપે માન્ય કરવામાં આવ્યો છે. આનંદન..... સાધનાનો.... આરાધનાનો.... નવીન જ્ઞાન-સંપાદનનો...... આ મંગલકારી દિવસ છે. અને આવા શુભ દિને માણેકશાહે પૂ. આચાર્ય ભગવંતશ્રીના તારક સાંનિધ્યે અને શ્રીમુખે સમ્યક્ત્વમૂલક બાર વ્રતનો સ્વીકાર કર્યો. પુનઃ પરમાત્માની અષ્ટ પ્રકારે પૂજા કરવાનો નિર્ણય ધોષિત કર્યો. અનુકંપાદાનની સરવાણી વહેતી મૂકી. જિનપ્રિયાને મન આજે ખુશીના બારે મેઘ વરસી રહ્યા
હતા.
આનંદરિતના મુખડા પર પ્રસન્નતાના ચાર ચાર ચાંદ દીપી રહ્યા હતા અને આજે માણેકશાહની સાથે બંનેએ ઘીનો સ્વીકાર કર્યો.
૬. ગિરિવર દર્શન વિરલા પાવે
વ્યાપારના કાર્યો માણેકશાહનું આગમન આગ્રા શહેરમાં થયું છે. સાચો શ્રદ્ધાવંત જ્યાં પગ મૂકે ત્યાં પ્રથમ સમાચાર જિનમંદિર અને ગુરુ ભગવંતના જ મેળવે. માણેકશાહે જિનાલયમાં પ્રશમરસનિમગ્ન પરમાત્માનાં દર્શન કર્યા અને ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે પૂજ્ય આચાર્યપ્રવર શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. ભ. શ્રી આનંદવિમલસૂરિજી મ. સા. ચાતુર્માસ માટે આગ્રામાં પધાર્યા છે. બાજુના ઉપાશ્રયમાં જ બિરાજમાન છે.
અવકાશના આંગણે વાદળાંઓની ધીંગામસ્તી થતી હોય, વીજળીના ચમકારા ધરતીનાં ઓવારણાં લેતા હોય, કડાકા ને ભડાકાથી આકાશી ગર્જનાઓ ગુંજતી હોય ત્યારે મયૂરને મન કેટલો આનંદ !
વસંતનાં વધામણાં આવ્યાં હોય, પાનખરના સ્થાને પારિજાત પ્રગટયા હોય, લીલી વનરાજિથી ધરતીએ સોળ શણગાર સજ્યા હોય, બાગ ને બગીચાઓ મધુર સોડમભર્યા હોય ત્યારે કોયલને મન કેટલો આનંદ ! એથીય વધુ આનંદ આજે માણેકશાહને ગુરુદર્શનથી થયો. ' ગુરુદેવ ! ગુરુદેવ ! મત્સ્યેણ વંદામિ."
'
' ધર્મલાભ !' ગુરુવરે પણ પૂર્ણ પ્રસન્નતાથી આશીર્વાદ આપ્યા.
પારસમણિના સ્પર્શે લોઢું સુવર્ણ બની જતું હોય છે. ચિંતામણિના સંગે ચિંતાઓ ભાગી જતી હોય છે. કામધેનુની પ્રાપ્તિએ ઇચ્છાઓ સફલ બની જતી હોય છે. કામકુંભની ઉપલબ્ધિએ વિપદાઓ દૂર હડસેલાઈ જતી હોય છે. જ્યારે માણેકશાહને તો ગુરુદર્શને ચારેય સિદ્ધિઓની પ્રાપ્તિ એકસાથે જ થઈ ગઈ છે.
આગ્રા શહેરમાં આચાર્યપ્રવરશ્રીના વ્યક્તિત્વ, કૃતિત્વ અને વક્તૃત્વનો ખૂબ જ સારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org