SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 629 વર્ષના સેંકડો જિનાલયોમાં સત્તર સત્તર શતાબ્દી પૂર્વની એ દિવ્યકાલીન પ્રતિમાઓ ભક્તોના પાપોને હરી લે છે. " ચરમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના જીવનકાળમાં તેમના જ વડીલબંધુ નંદિવર્ધને પ્રભુ મહાવીરની પ્રતિમાઓ ભરાવીને જુદા જુદા સ્થાને બિરાજમાન કરી હતી. નાદિયા તીર્થની એ પ્રતિમાજીને નિહાળતાં તો ઘડીભર એમ લાગે કે સાક્ષાત્ પરમાત્મા આપણી સામે બિરાજમાન છે. દીયાણા તીર્થના જીવિતસ્વામી આજે પણ ડુંગરાઓની હારમાળા વચ્ચે પણ ચમત્કારોની સૃષ્ટિ સર્જી રહ્યા છે. નાણા અને મહુવા નગરે તેમ જ રાતા મહાવીર અને મુછાળા મહાવીરના પ્રાસાદે બિરાજમાન પ્રાચીન પ્રતિમાઓ પણ અલૌકિક ને અદભત છે. "શંખેશ્વર તીર્થે બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીનમાં પ્રાચીન પ્રતિમાજી આજે પણ કેવો પ્રભાવ પાથરી રહ્યાં છે ! દેવલોક, મૃત્યુલોક અને પાતાલલોક... ત્રણેયમાં આ પ્રભુપ્રતિમાની પૂજા થઈ છે. મૂર્તિનિર્માણનો ઇતિહાસ પણ કેટલા યુગ જૂનો. ગૌરવભર્યો. ભગવાન યુગાદિનાથના જન્મથી પણ પહેલાં ગત ચોવીસીના નવમા તીર્થંકર દામોદર ભગવાનના શાસનમાં આષાઢી શ્રાવકે પ્રભુની પ્રતિમા નિર્મિત કરી હતી..... " રૈલોકનાથ પરમાત્મા મહાવીરસ્વામીના અનન્ય સેવક મહારાજ શ્રેણિકે આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર ભગવાન પદ્મનાભ ભગવાનની કરુણારસભરી પ્રતિમા ભરાવી હતી..... જેનો પ્રભાવ અને પ્રતાપ જગજાહેર છે તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુ અને ઉજ્જૈનમાં બિરાજમાન શ્રી અવંતિ પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીનતાનાં આજે પણ ગીત ગવાઈ રહ્યાં છે. "આબુન્દેલવાડા અને અચલગઢના એ સૌ શિખરી જિનમંદિરો પ્રતિ આંખ ધરો.કેવાં કલાત્મક ! આ જિનાલયોની અદ્ભુત કલાકૃતિ અને રચનાપદ્ધતિ જોઈને વિશ્વના વૈજ્ઞાનિકોને પણ કહેવાનું મન થઈ ગયું , આ પણ એક જગતનું આશ્ચર્ય છે. અને આવા અલૌકિક સર્જના કર્તા-ધર્તા વસ્તુપાલ તેજપાલ ને વિમલશાહને કેમ ભૂલી શકાય? " ધરણાશાહ પોરવાળ તો સદાય યાદ રહી જાય તેવું કામ કરી ગયા છે. ૧૪૪૪ સ્તંભ સાથે નલિની ગુલ્મ વિમાન આકારનો વૈલોક્યદીપક મહાપ્રાસાદ” તસ્મિનું કાલે.... તસ્મિનું સમયે જિનાલયના નિર્માણમાં ૯૯ કોડ દ્રવ્યનો વ્યય થયો હતો. વિચારજો...કેવી ઉદારતા અને ઉદારતાને દીપાવનારું સર્જન... " રાજસ્થાન – કેસરિયાજી તીર્થમાં બિરાજમાન કેસરિયાનાથજી, દેવ ભગવાન. જેને અને અર્જુન બધાંના એ આરાધ્ય દેવ..... ભગવાન મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં પણ આ પ્રતિમાની પૂજા-ભક્તિનાં ઉદાહરણો આજે પણ ઇતિહાસના પાનાઓમાં ઉપલબ્ધ છે. માણેકશાહ! પ્રતિમા–પૂજનનાં આવાં તો કેટલાંય દષ્ટાંતો આગમોના મૂલપાઠોમાં મળે છે. તમે મનમાંથી શંકાના વાદળોને નેસ્તનાબૂદ કરી દો અને પુનઃ તમારા દિલ–દેવળમાં પ્રભુપ્રતિમાની આસ્થાનો દીપ પ્રગટાવી દો." પૂ. આચાર્ય ભગવંત શાસ્ત્રપાઠ અને ઇતિહાસના ઉલ્લેખ-તર્ક-યુક્તિ સાથે નિરૂપતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy