SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ 626 તપાગચ્છાધિષ્ઠાયક બળીને ખાખ થઈ જાય છે. છતાં મુનિવરો પોતાના ધ્યાનથી ચલિત થવા તૈયાર નથી. મુખ પર એનુ એ ઓજ ને તેજ... એનો એ પ્રભાવ ને સ્વભાવ.. સમતારસભીના આ મહામુનિઓની અજબ સહિષ્ણુતા જોઈને માણેકશાહ વિસ્ફારિત નયને ચકિત બની જાય છે. આવો ત્યાગ ! આવો વૈરાગ્ય ! આવી સહિષ્ણુતા ને ગંભીરતા ! ધિક્કાર થાઓ મને, શ્રાવકકુલમાં ઉત્પન્ન થઈને આવું નીચમાં નીચ વ્યક્તિ પણ ન કરે તેવું ભયંકર દુષ્કૃત્ય મેં કર્યું.....! માણેકશાહનું માથું ભમી જવા લાગ્યું અને મનોમન મહામુનિઓને વાંદીને મિત્રો સાથે ઝડપભેર શહેર ભણી દોડી ગયો. એના મિત્રો પણ આજે દુઃખી હતા. એમને કલ્પના પણ નહીં કે માણેક આવા મુનિઓને આ રીતે પરેશાન કરશે! રાત્રિના બારના ટકોરા પડી ગયા છે. દુનિયા આખી સૂઈ ગઈ છે, પરંતુ આવતો મંદમંદ પવન પણ આજે માણેકશાહને અગનઝાળ જેવો સતાવી રહ્યો છે. તેની બંધ નજરની સામે મહામુનિઓને આપેલ કષ્ટનું દશ્ય ઊભું થાય છે અને તે કમકમી ઊઠે છે. કેવું નિર્લજ્જ કાર્ય મેં કર્યું! મુનિઓને શાતા આપવાનું સુકૃત જ્યાં કરવાનું હોય ત્યાં મેં અશાતા આપીને કેટલું દારુણ દુષ્કૃત સ્વજીવનમાં કરી નાખ્યું છે ! | દિલમાં ઊઠેલો દાવાનળ વરાળનું રૂપ ધારણ કરી જાય છે. પશ્ચાત્તાપનાં આંસુથી માણેકચંદ અનન્ય સ્થિતિમાં પહોંચે છે અને મનોમન નિર્ણય કરે છે. આવતી કાલે પૂજ્ય આચાર્ય ભગવંત, મુનિગણ અને ચતુર્વિધ સંઘને મારા ઘરે આમંત્રિત કરવા, પૂજ્યપાદ આચાર્યવર્યની ક્ષમા માગવી અને સકળ સંઘની વચ્ચે મારા પાપનું જાહેરમાં પ્રાયશ્ચિત્ત કરવું. સંકલ્પ અને સિદ્ધિ બે સામસામા કિનારા છે, પરંતુ વચ્ચે જો સાધના અને પુરુષાર્થનો પુલ બની જાય તો સંકલ્પ સિદ્ધિને વર્યા વિના રહેતો નથી. શુભ સંકલ્પ પુણ્યથી જાગે છે અને તેની સિદ્ધિ પુરુષાર્થથી જ થતી હોય છે. રાત વીતી ગઈ છે અને સોનેરી પ્રભાત પ્રગટી ગયું છે તે સાથે જ માણેકશાહ આજે વહેલા નિત્યકર્મથી નિવૃત્ત થઈ ગયા છે. આજે એમનામાં કોઈ અગમ્ય ઉત્સાહનાં દર્શન થઈ રહ્યા છે. સહુ કોઈ એમના ચહેરા-મહોરાને જોઈ સહજ આશ્ચર્ય અને આનંદને અનુભવી રહ્યા છે. "પ્રાણનાથ ! આજે કેમ આટલા વહેલા! ક્યાં જવાનું છે? રાતના ખૂબ મોડેથી આવ્યા તે શું કોઈ વિશિષ્ટ કાર્ય આવી ગયું છે? ઉત્સાહ જોતાં લાગે છે કે વ્યાપારમાં વિશિષ્ટ લાભનો કોઈ પ્રસંગ આવ્યો છે." "દેવી! આજે તારા, મારા ને બાના આનંદનો દિવસ છે. પૂજ્ય આચાર્યભગવંતશ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજને સસ્વાગત અહીં પદાર્પણ કરાવવાનો નિર્ણય કર્યો છે. પજ્યશ્રીનું વ્યાખ્યાન પણ આજે અહીં જ થશે. મારી શંકાઓનું સમાધાન પણ જાહેરમાં જ થશે." પ્રતિમાવિરોધી વ્યક્તિ દ્વારા પ્રતિમાપૂજક આચાર્યશ્રીના સ્વગૃહે શુભાગમનના આ સમાચારે આનંદરતિનો આનંદ નિરવધિ બની ગયો હતો, સતત જિનપ્રિયા પણ અતિ ઉલ્લાસિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy