SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 627 બની હતી અને ઉજ્જૈની ધર્મપ્રિય જનતા પણ આનંદ-આશ્ચર્યચકિત બની હતી. હજારો નરનારી સાથે માણેકશાહ માતા જિનપ્રિયા ને ધર્મપત્ની આનંદરતિ સાથે વાજતે-ગાજતે ઉદ્યાનમાં આવી ગયા છે. એક બાજુ તાજાં પુષ્પોની પરિમલ ને બીજી બાજુ મહાન શ્રમણના સંયમની સુવાસે ચોતરફનું આંતર-બાહ્ય વાતાવરણ સુવાસિત હતું. માણેકશાહની આગ્રહભરી અભ્યર્થના મહામના આચાર્યપ્રવરશ્રીએ સ્વીકારી લીધી. અને આચાર્યશ્રીના નેતૃત્વમાં સકળ સંઘ માણેકશાહની હવેલીમાં પધાર્યો. હૉલ.આજે વ્યાખ્યાનસભા રૂપે પરિવર્તિત બની ગયો. માણેકશાહે પૂજ્યશ્રીનાં સ્વાગત-સન્માન અપૂર્વ કોટિનાં કર્યાં. મંગલકારી મંગલાચરણ સાથે સરસ્વતીના સાક્ષાત્ સ્વરૂપ જેવા આચાર્યશ્રીની ધીરગંભીર શાસ્ત્રસમ્મત દેશના પ્રારંભાઈ. સૂરિપુરંદરના ઉદ્ગાર હતા કે જીવનમાં પાપ થવાની સંભાવનાઓ તો ઊઠતી જ હોય છે અને કયારેક પાપના ગંજાવર ઢગ પણ ખડકાઈ જતા હોય છે. પરંતુ અજ્ઞાનવશ થઈ ગયેલાં એ પાપનું જો ગુરુ સામે પશ્ચાત્તાપનાં અશ્રુ સાથે પ્રાયશ્ચિત કરવામાં આવે તો ગમે તેવાં ખતરનાક પાતકોનો પણ સફાયો થયા વિના રહી શકતો નથી. પાપીઓના પાપને પખાળનાર આ જિનશાસન છે. ચોર, હત્યારા, ભ્રષ્ટાચારી કે વ્યભિચારી નરાધમોનું પણ આ શાસન તારક બન્યું છે. ગંગાધારાની જેમ અખ્ખલિત વહી જતી આ ઉપદેશધારાના એક એક શબ્દ માણેકશાહનું આત્મનિરીક્ષણ ગંભીર બનતું જતું હતું. નાસ્તિકને પણ લજાવે તેવાં આસ્તિકે કરેલાં પાપો જાણે નજર સમક્ષ ભૂતાવળની જેમ ધસી આવતાં હતાં. પાતકોની આ સ્મૃતિએ માણેકચંદના રોમેરોમમાં કંપારી છૂટી ગઈ હતી. અંતરનો અવાજ ઊઠ્યો જાહેરમાં કરેલા પાપોનું પ્રક્ષાલન-પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત પણ જાહેરમાં જ થશે. અને માણેકશાહ હજારોની મેદની વચ્ચે ઊભા થઈ જાય છે. વિનમ્ર વદને આચાર્યશ્રીને કહે છે: " પૂ. આચાર્ય ભગવંત! એક ભયંકર દુષ્કૃત મેં કર્યું છે. આપના જેવા સંયમ શ્રેષ્ઠ ક્ષમાશ્રમણોને પણ મેં અધમ પરિતાપ આપ્યો છે. ગઈ રાત્રે મુનિપરીક્ષાના નામે મેં મશાલથી ધ્યાનસ્થ મુનિઓને ક્લેશ પમાડ્યો છે. પ્રભો ! મૂર્ખતાવશ થઈ ગયેલું આ દુષ્કૃત્ય મને હજાર હજાર વીંછીના ડંખની જેવી વેદના આપી રહ્યું છે. હું જાહેરમાં મારા પાપની માફી માગું છું. મારા શરમજનક દુષ્કતની નિંદા કરું છું. મને પ્રાયશ્ચિત આપીને શુદ્ધ કરો." . " માણેકશાહ! તમે પુણ્યશાળી છો....." " પ્રભુ! હું પુણ્યશાળી....! ના... ના. પાપીઓમાં શિરદાર છું. મારાં એ પાપો યાદ આવતાં જ મારું હૃદય રડી રહ્યું છે." " ભાઈ.પાપી પાપને કરે છે અને પુણ્યશાળી જ તે પાપનું પ્રાયશ્ચિત કરે છે. પાપની શુદ્ધિ માટે પશ્ચાત્તાપનો પાવક પ્રગટાવવો પડે છે અને પાવકમાં જ્યારે પાપ રાખ બની જાય છે ત્યારે પ્રાયશ્ચિત્ત તેની શુદ્ધિ કરે છે. તમે પણ પશ્ચાત્તાપનો સ્વીકાર કરી રહ્યા છો તેથી તમે ચરમ અને પરમ પદની નિકટ શીધ્રાતિશીધ્ર પહોંચી શકશો." પ્રશાંતમૂર્તિ પૂજ્ય આચાર્ય ભગવંતે માણેકશાહને પ્રાયશ્ચિત્ત પ્રદાન કર્યું અને તેમણે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy