SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 625 ૪. પશ્ચાત્તાપનો પાવક ધન્ય ધરા ઉજ્જૈનના આંગણે આજે ધર્મધુરંધર સૂરિપુરંદરનું પાવન પદાર્પણ થયું છે, અને આ શુભ સમાચારે આખું ઉર્જન હર્ષના મહાસાગરમાં ડૂબી ગયું છે. એમાંય જૈન જગતના આબાલ-ગોપાલ સહુના દિલમાં તો આનંદની કોઈ સીમા જ નથી. સાધુનામ્ સર્શન પુષ, તીર્થ भूता हि साधवः। જૈન જગતમાં ત્યારે સૂરિસમ્રાટ આચાર્યપ્રવર શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજનું આગવું સ્થાન હતું. શાસનની સળગતી સમસ્યાઓની વિચારણામાં પૂજ્યશ્રીનું સમાધાન સર્વમાન્ય થતું.આચાર અને વિચારની સાથે પ્રચારના કારણે તેમનાં નામ-કામ, માન અને સન્માન ચોતરફ ફેલાઈ ગયાં હતાં. આવા સૂરિવર પોતાના ગુરુદેવ આચાર્યપ્રવર શ્રી હેમવિમલસૂરીજી મહારાજ અને ૧૭ શિષ્યો સાથે ઉજ્જૈનના ઉધાનમાં પધાર્યા હતા. માણેકશાહને સમાચાર મલ્યા છે, આચાર્યભગવંતના શુભાગમનના. " ગુરુ કીજે જાનકર, પાની પીજે છાનકર." આજે રાત્રે સૂરીશ્વરના નપત્યાગ, તિતિક્ષા, ચારિત્રપાલન, પરિષહસહન આદિની કસોટી કરવાનો તેણે મનોમન નિર્ધાર કર્યો અને થયું કે ઉત્કૃષ્ટ દેખાતું બાહ્ય વ્યકિતત્વ ક્યારેક અંદરથી નિકૃષ્ટ પણ હોઈ શકે છે. રીત્રની કાળી ચાદર આખી ધરતી પર છવાઈ ગઈ છે, વાતાવરણમાં નીરવ સ્તબ્ધતા ફેલાઈ ગઈ છે; જગતનાં પ્રાણી,પંખી ને માનવ સહુ પ્રકૃતિની ગોદમાં આરામની નીંદ માણી રહ્યા છે ત્યારે માણેકશાહ પોતાના ૪-૫ મિત્રો સાથે ઉદ્યાન ભણી આગેકદમ માંડી રહ્યા છે. માણેકના હાથમાં જલતી મશાલ છે. ઉદ્યાનની મધ્યમાં નિર્દોષ ભૂમિ પર દષ્ટિ પડતાં જ માણેકચંદ ચકિત બની જાય છે. ઓહ, કેટલું અદ્ભુત દૃશ્ય ! જિંદગીમાં ક્યાંય આવું દશ્ય નીરખવા પણ ન મળે. બધા મુનિવરો જાગૃત છે. આચાર્યભગવંત પણ સાધનામાં સ્થિર છે. ત્રણ મુનિઓ કાયોત્સર્ગ ધ્યાનમાં છે. ત્રણ મુનિઓ વૃદ્ધ–ગ્લાનની સેવામાં તત્પર છે. ચાર મુનિઓ અન્યોન્યચિંતનની ચાંદનીમાં ચમકી રહ્યા છે, પાંચ મુનિઓ અરસપરસ પુનરાવર્તન કરી રહ્યા છે અને એક બાલમુનિ આચાર્યભગવંતની પડખે વિશ્રામ લે છે. ઓહ! આવા સંયમના શણગાર સજેલા અણગારોની મારે પરીક્ષા લેવાની? હા, પરીક્ષા તો કંચનની જ હોય, કથીરની નહિ, જો આ મુનિઓ કંચનની જેમ ચમકદમક ધરાવશે તો પુનઃ તેમનાં ચરણોમાં સમર્પિત થતાં હું પલની ય રાહ નહિ જોઉં. આમ વિચારી માણેકશાહ મશાલ સાથે ધ્યાનસ્થ મુનિની પાસે જાય છે અને મશાલ તેમના મુખ નજીક રાખે છે. ધ્યાનની પ્રચંડ અગ્નિ સામે આ દુન્યવી શી તાકાત? માણેકશાહ એક કદમ આગળ વધે છે અને ધ્યાનસ્થ મુનિવરોની દાઢીની પાસે મશાલને ધરી દે છે. ભડભડ લપટો ઊઠે છે અને દાઢી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy