SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ 624 તપાગચ્છાધિષ્ઠાયક પ્રગટયું. મહામંત્ર નવકારના પુણ્ય-સ્મરણ સાથે માણેકચંદ શયનખંડમાંથી બહાર આવ્યો. શૌચાદિ નિત્યકર્મથી નિવૃત્ત થઈને તે પહોંચે છે માતા જિનપ્રિયાના ખંડમાં ઉન્નત મસ્તકે ચાલતા માણેકનું શિર આજે નીચે ઝૂકેલું છે. પગમાં કંપન છે. હૃદયમાં ધડકન છે. અંતરમાં કંઈક ભય અને ગભરાટ છે. માતાનાં ચરણોમાં વંદન કરતાં આજે તેની વાચા નિ:શબ્દ બની ગઈ છે. વાત્સલ્યભરી માતાના ચરણારવિંદમાંથી માણેકચંદનું માથું ઊંચું થતું નથી–જાણે સવા મણનો ભાર પથરાઈ ગયો છે. માણેક પાસે શબ્દ નથી, માત્ર ભાવ છે. માતા પાસે સ્વર નથી; માત્ર સભાવ છે. બંને બાજુથી મૌનનું એક અપ્રતિમ વાતાવરણ સર્જાઈ ગયું હતું અને આ વાતાવરણને તોડવા અંતે જિનપ્રિયાએ જ્યારે માણેકચંદના મસ્તકને બે હાથે ઊંચું કર્યું ત્યારે તે પોતે સ્તબ્ધ બની ગઈ. અનવરત વહી જતાં અશ્રુઓથી માણેકનું આખું મોટું રિક્ત બની ગયું હતું. જગતની કંઈ મા પોતાના વહાલસોયા સંતાનની આંખોમાં આંસુ જોઈ શકે? પુત્ર ગમે તેટલો મોટો થઈ જાય પણ માતાને મન તો એ એક નાનકડો બાલક જ હોય છે. જિનપ્રિયાએ માણેકના માથે હાથ ફેરવતાં કહ્યું : " બેટા માણેક, તારા જેવાની આંખે આંસુ શોભે? ઊઠ ઊભો થા. તારી વેદનાનું કારણ હું સમજું છું, પછી શાંતિથી વિચારીશું." મધ્યાહ્નના ભોજનનો સમય થઈ ગયો છે. માણેકચંદ પણ આજે માતાની સાથે જ જમવા માટે આવી ગયો છે. વચ્ચે જિનપ્રિયાને માણેકે કહ્યું : " બા, હું તારી મનોવ્યથા સમજી શકું છું પરંતુ મને સાધુઓના પરિચયથી જણાયું છે કે મોક્ષમાર્ગની સાધનામાં, સિદ્ધપદની પ્રાપ્તિમાં મૂર્તિપૂજા અનિવાર્ય નથી. મૂર્તિપૂજાનો ઉલ્લેખ કેટલાંક શાસ્ત્રોમાં પણ નથી. છતાં મારો કોઈ દુરાગ્રહ નથી. જ્ઞાની શ્રમણોના સત્સંગે જો મારી માન્યતા સત્યવિહીન લાગશે તો એ જ ક્ષણે એનો ત્યાગ કરીશ." " બેટા! શાસ્ત્રો મેં વાંચ્યાં નથી કે વાંચવાનું સામર્થ્ય પણ નથી; છતાં અનુભવસિદ્ધ છે કે માણસના વિચાર અને આચારની શુદ્ધિ માટે મૂર્તિપૂજા અનિવાર્ય છે. આગમ પણ શબ્દની મૂર્તિ છે અને એ દષ્ટિએ તો આગમને પણ તિલાંજલી આપવી પડે. જિનબિંબ અને જિનાગમ તો વિષમકાળનાં સર્વશ્રેષ્ઠ આલંબન છે. જિનાગમ જ્ઞાનીગમ્ય છે જ્યારે જિનબિંબનો પ્રભાવ તો સર્વસાધારણ ગમ્ય છે. જિનાગમનુજ્ઞાન તો વડેરા લઈ શકે; પરંતુ પ્રભુદર્શન તો નાનકડું બાલક પણ કરી શકે. આટલી બધી સીધી, સાદી અને સ્પષ્ટ વાતને પણ તું કેમ વીસરી જાય છે? છતાં મારો નિર્ણય અફર છે, ઘીનો સર્વથા ત્યાગ. મારી કૂખનું રતન પ્રભુપૂજા ન કરે એ હું જોઈ પણ ન શકું." વહાલસોયી માતાની સામે એક હરફ પણ ઉચ્ચારવાની હિંમત માણેકચંદમાં ન હતી, અને તેથી તે પણ આજે ઘી–રહિત ભોજન લઈને પેઢીએ ચાલ્યો ગયો. માતાને મન પુત્રના પરિવર્તનથી જબ્બર દુઃખ હતું તેમ આવો મર્યાદાશીલ પુત્ર મળ્યાનું ગૌરવ પણ હતું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy