SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 623 મન, વચન ને કાયા ત્રણે માનાં ચરણોમાં પૂર્ણ રૂપે સમર્પિત છે ત્યારે હું શી રીતે માતાના કોમળ અંતઃકરણને વ્યથિત કરી શકું?" " સ્વામી ! માણસના જીવનમાં ક્યારેક એવી પ્રવૃત્તિ થઈ જતી હોય છે જેના કારણે પોતાની કલ્પનામાં પણ ન હોય તે રીતે એ પ્રવૃત્તિ બીજાને વેદનાનું કારણ બની જાય છે. આપની આવી જ કો'ક અનુચિત પ્રવૃત્તિએ વાત્સલ્યભીની જનનીના દિલને આઘાત પહોંચાડ્યો છે, અને તેનું અંતિમ પરિણામ માતા દ્વારા સર્વથા ઘીનો ત્યાગ કરવામાં આવ્યો છે." "પ્રભો! આ હું શું સાંભળી રહ્યો છું! સંભળાતું નથી, સમજાતું નથી; કંઈ જ ખ્યાલ નથી આવતો મને, મારાથી અનુચિત પ્રવૃત્તિ અને તેના કારણે માતાને સર્વથા ઘીનો ત્યાગ કરવો પડ્યો." આનંદરતિના ઉર–બોલ સાંભળીને માણેકચંદ વિચારોના મહા-આવર્તમાં અટવાઈ ગયો. સંજ્ઞા-પ્રજ્ઞાનો ખૂબ ઉપયોગ કર્યો પણ ક્યાંય ભૂલ ન દેખાઈ. " આનંદ ! તારી વાતો સાંભળ્યા પછી મારું માથું ભમી રહ્યું છે. તારે જે કહેવાનું હોય તે જલદી કહી દે.... સ્પષ્ટ કહી દે." " નાથ! આપની માતૃભક્તિનો લાખ લાખ વંદન અને અભિનંદન, પણ મારે હવે સ્પષ્ટ જ કહી દેવું છે સ્વામી! જન્મથી આપણને ઉચ્ચ કોટિના પરમાત્મભક્તિ પાવન સંસ્કાર મળ્યા છે. બા અને બાપા બંને પ્રભુભક્ત તેથી જ ગૃહમંદિરનું નિર્માણ થયું. વર્ષો સુધી આપણે સહુએ તન, મન, ધનથી પ્રભુની પૂજા ને સ્તવના કરી છે. હવે આપ ભગવદ્ ભક્તિથી વિમુખ બન્યા છો. આ સમાચારે દુઃખી થયેલાં બાએ અફર પ્રતિજ્ઞા કરી છે. જ્યાં સુધી મારો પુત્ર સન્માર્ગે પાછો ન આવે ત્યાં સુધી ઘીનો સર્વથા ત્યાગ છે." " આશ્ચર્ય! આ તો ધાર્મિક પ્રશ્ન છે. માતાએ મારી સાથે આ વિષયમાં જરા પણ વાત ન કરી! હું પ્રાતઃકાલ થતાં જ માતાને વંદનાર્થે જઈશ ત્યારે સમાધાન કરી લઈશ. ચાલો. હવે તો શાંતિને." " અને હા...! જ્યાં સુધી બા ઘીનો ઉપયોગ નહિ કરે ત્યાં સુધી મારે પણ ઘીના ત્યાગની પ્રતિજ્ઞા છે." આનંદરતિએ અવસર જોઈને પોતાની પ્રતિજ્ઞાની વાત સ્વામીનાથને કહી સંભળાવી, અને આ વાત સાંભળતાં તો માણેક વધુ ચકિત બની ગયો : " એટલે તમે બંને એક ને? મને જુદા પાડવાનું કાવતરુ તો ગોઠવ્યું નથી ને?" હસતાં માણેકચંદે વાતાવરણને પ્રફુલ્લિત બનાવવા મધુર વચન વહેતાં મૂક્યાં. "કાવતરાને નાબૂદ કરવું હોય તો પૂજા કરતા થઈ જાઓ ને! જે નિર્ણય થશે તે સવારે બાની સામે થશે." ૩. આલબન અનિવાર્ય છે. સહસ્ત્રકિરણના આગમનની આલબેલ સાથે ઉષાદેવીનું મધુર હાસ્ય પૂર્વાકાશના પ્રાંગણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy