SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ 620 તપાગચ્છાધિષ્ઠાયક લેવા છતાં પરમાત્માની પ્રતિમા–પૂજનનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યા છે. પોતાના જીવન-વ્યવહારનાં અને આત્મકલ્યાણનાં દરેક અંગોમાં જડની શક્તિનો સ્વીકાર કરનારા પણ ચૈતન્યની વિરાટ શક્તિઓના પ્રાદુર્ભાવમાં અનન્ય આલંબનભૂત તીર્થંકર પરમાત્માની મૂર્તિઓનાં ચરણોની સેવા-પૂજામાં પાપ માને છે. દિવ્ય પ્રતિભા, પ્રચંડ સામર્થ્ય અને પ્રગલ્મ બુદ્ધિની સાથે સત્ય-સ્વીકારની જો તૈયારી ન હોય તો આંતરિક અને આધ્યાત્મિક ક્ષેત્રે એક મોટી હોનારત સર્જાઈ જતી હોય છે. ઉજ્જૈનમાં આવેલા મૂર્તિપૂજાના વિરોધી સાધુઓની લાક્ષણિક વ્યાખ્યાનશક્તિએ અનેકોને આકર્ષ્યા છે. જ્યાં શબ્દોનો વૈભવ અને વકતૃત્વની કળા ત્યાં માણસ તો કીડિયારાની જેમ ઊભરાઈ જાય છે. ધાર્મિક માનસ ધરાવતો માણેક પણ આ પ્રવચનસભાનો એક નિયમિત સભ્ય બન્યો. ચેતન જડનો આશક બની શકે? જડ શું ચૈતન્યને ઉપકારક બની શકે? ધ્યાન સાકારનું નહિ નિરાકારનું કરવાનું છે. આવા મદ્દાઓને લઈ ચાલતાં વ્યાખ્યાનોએ અનેક શ્રોતાઓના મનમાં શંકાઓની સળગતી સમસ્યાઓ ખડી કરી દીધી; શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણની ખળખળ નાદે વહેતી સરિતાને સૂકવી દીધી. પરમાત્મભક્તિના અનન્ય ઉપાસક માણેકચંદના વિચારોમાં પરિવર્તન આવી ગયું અને તેણે સાધુઓ સામે નિર્ણય કર્યો કે ગૃહમંદિરેદર્શન-પૂજન ન કરવાં. માણેક એ વાત ભૂલી ગયો કે વાસનાના જડ આલંબન જો માનવીય વિચારોને અધોગામી બનાવી શકે છે તો ઉપાસનાના પણ જડ આલંબન માનવના વિચારોને ઊર્ધ્વગામી કેમ ન બનાવી શકે ? આભસ્પર્શી ઈમારતના જે ભવ્ય ખંડમાં પ્રક્ષાલની પવિત્રતા હતી, ચંદનની શીતળતા ને પુષ્પની સુવાસ વરસતી હતી, સ્તુતિ, સ્તવનના લલકાર ને આરતી–ઘંટારવના રણકાર હતા, પ્રાર્થના-અભ્યર્થના જ્યાં આંતરસ્વર ગુંજતા હતા એ ભવ્ય ગૃહમંદિરમાં જાણે આજે શૂન્યવકાશનું મહાસામ્રાજ્ય છવાઈ ગયું. જગતના બાહ્ય સ્વરૂપમાં માતાનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવ્યું છે, કેમ કે માતા જેટલું વિશાળ હૃદય આ દુનિયામાં બીજે ક્યાંય દેખા દેતું નથી. પરમાત્મભક્તિમાં આવેલ પરિવર્તન અને તેના કારણભૂત માણેકના વિચારપરિવર્તનને લીધે માતા જિનપ્રિયાને ભારે આઘાત લાગ્યો. મારી કૂખનું આ લાખેણું મોતી પ્રભુપૂજાથી વંચિત રહે! જે ગૃહમાં પ્રભુપૂજા નહિ, ગુરુભક્તિ નહિ, સાધર્મિક વાત્સલ્ય નહિ એને ગૃહ પણ શી રીતે કહેવાય? એ તો સદા જાગતું સ્મશાન જ છે! આથી જિનપ્રિયાએ મનોમન એક ભારે પ્રતિજ્ઞા સ્વીકારી લીધી. * - ઇન્દ્રની પ્રિય દિશાને મંડન કરતું સૂર્યનારાયણનું પ્રથમ કિરણ ધરતીને ભેટી પડ્યું. પંખીઓનો કલરવ પ્રારંભાઈ ગયો. ચારે દિશામાં જંગલની વાટે ગાય, ભેંસ, ઘેટાં અને બકરાં દોડી રહ્યાં છે. આવા સોહામણા સમયે માતા જિનપ્રિયા ને પુત્રવધૂ આનંદરતિ ભાવપૂર્ણ સ્વરે પ્રભુને પ્રાર્થી રહ્યાં છે, દિલની વેદના ઠાલવી રહ્યાં છે, અંતરની આરઝૂ વ્યક્ત કરી રહ્યાં છે, હૃદયના ભાવ પાઠવી રહ્યા છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy