SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 615 આજ્ઞાનું પાલન ન કરનારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. કાળા-ગોરા ભૈરવે જણાવ્યું, યુદ્ધ કરવા અમે તત્પર જ છીએ. પરસ્પર ભયંકર યુદ્ધમાં ભૈરવોને ફાવટ ન આવતાં ભૈરવોએ બે રૂપ વિકુવ્યા, શ્રી માણિભદ્રજીએ ચાર રૂપવિકવ્ય, ભૈરવોએ આઠ રૂપ વિકવ્યા, ત્યારે શ્રી માણિભદ્રજી ઇન્દ્ર મહારાજે સોળ રૂપ વિકર્વીને ભૈરવને મર્મસ્થાનમાં આવા જોરથી કૂટયા કે ભેરવોને તેમના ૮૧ ભવની નાનીજી એકસાથે યાદ આવી ગઈ. અર્થાત્ એવા અસહ્ય તીવ્ર મારથી ભૈરવ મચ્છર અને મગતરા જેવા વામણા થઈ ગયા. માણિભદ્રજીને આજીજીભરી કાકલૂદી કરવા લાગ્યા, 'હે સ્વામિન્! હવે કદાપિ ઉપદ્રવ નહિ કરીએ. કરેલ ઉપદ્રવ સંહરી લઈએ છીએ ભૈરવોએ તરત જ ઉપદ્રવ સંહરી લીધો. કાળા-ગોરા ભૈરવોએ કડવામતી વેષવિડંબકોને કહી દીધું કે, હવે તમે અમને મંત્રથી બાંધીને બોલાવશો તો અમે તમારા પ્રાણ હરી લઈશું. કડવામતી વેષવિડંબકોના હાથ હેઠા પડ્યા. વેષવિડંબકો સાવ હતોત્સાહ થવા સાથે નિઃસહાય બની ગયા. કાળા-ગોરા ભૈરવોએ શ્રી માણિભદ્રજી ઈન્દ્ર મહારાજને વિનંતિ કરી કે, હે સ્વામિનું! જ્યાં આપનું સ્થાન હોય, ત્યાં આપે ઉદારતા કરીને અમને આપના સેવકરૂપે સાથે રહેવા માટે સ્થાન આપવા મહતી કૃપા કરવી, એ જ અમારી એકની એક હાર્દિક અભ્યર્થના. શ્રી માણિભદ્રજી મૌન રહ્યા. પ.પૂ. આ. શ્રી હેમવિમળસૂરીશ્વરજી મ.સા. તથા. ૫.પૂ. આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મ.સા.ને સબહુમાન વિનમ્રભાવે વિનતિ કરી કે, ભગવન્! આ સ્થળ ઉપર ભૂમિથી ચાર આંગળ ઊંચે મારાં પગલાં પડ્યાં છે. તે સ્થળ ઉપર આપના વરદ શુભ હસ્તે મારા પગની પિંડીની સ્થાપના કરાવવા કૃપા કરો, જેના કારણે આ સ્થળનો પ્રભાવ વિશ્વવિખ્યાત થશે. આપની પાટ પરંપરા અર્થાત્ તપાગચ્છની પાટે જે જે પૂજ્ય આચાર્ય મહારાજ થશે, તે સર્વપ્રથમ આ સ્થાને આવીને મને ધર્મલાભરૂપ આશીર્વાદ આપીને અઠ્ઠમતપ કરશે તેના પરમ પ્રભાવે મારું સિંહાસન ચલિત થશે. એટલે મારાથી અવધિજ્ઞાનનો ઉપયોગ મુકાશે. તેના બળે જાણી શકાશે કે આચાર્યપદથી વિભૂષિત થયેલ પૂજ્ય નૂતન આચાર્ય મહારાજ સાહેબ પધારેલ છે. તેઓશ્રીની તારક સેવામાં ઉપસ્થિત થઈશ. તેઓશ્રીના તારક શ્રીમુખે ધર્મલાભરૂપ આશીર્વાદ મને મળશે તેથી મને ખૂબ આનંદ થશે. પૂજ્યશ્રીની સેવામાં રહીને અનંત પરમ તારકશ્રી જિનશાસનની સુરક્ષા, સેવા-આરાધના અને પ્રભાવના આદિનો અપૂર્વલાભ મને મળતો રહેશે... જેના કારણે મારું સમ્યગ્દર્શન સ્ફટિકરત્ન જેવું નિર્મળ રહેશે. પરમ પૂજ્યપાદશ્રીએ મહા સુદિ ૫ ના દિને મગરવાડા ગામની બહાર શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજે કરેલ સંકેત અનુસાર પગની પિંડી આકારની સ્થાપના કરાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy