SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ 616 તપાગચ્છાધિષ્ઠાયક પોતાનાં ત્રણ સ્થાનો શ્રી માણિભદ્રજી ઇન્દ્ર મહારાજ સ્વયં જણાવે છે કે, મારાં મુખ્ય ત્રણ સ્થાનો છે: (૧) ઉજ્જયિની નગરીમાં મારો જન્મ હોવાથી ત્યાં ક્ષિપ્રા નદીના કાંઠે મારું મસ્તક પૂજાય છે. (૨) ઉત્તર ગુજરાતમાં વિજાપુર સમીપે આગલોડ ગામમાં મારું ધડ પૂજાય છે. (૩) મગરવાડા ગામના સીમાડે મારી પિંડી પૂજાય છે. શ્રી જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરાવવાના શુભ આશયથી પૂ.શ્રી શાન્તિસોમસૂરિજી મહારાજે એકસો એકવીસ (૧ર૧) ઉપવાસ કર્યા. તે ઉગ્ર તપના પ્રભાવે શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજ પ્રત્યક્ષ પ્રગટ થયા. શ્રી માણિભદ્રજીના સંકેતાનુસાર વિ.સં. ૧૭૩૩, મહા સુદિ પાંચમના દિને પૂ. આ. શ્રી શાન્તિસોમસૂરિજી મ.સા.ના શુભ હસ્તે આગલોડ નગરની બહાર માણિભદ્રજી યક્ષેન્દ્ર નિર્દિષ્ટ સ્થાને માટીનું પિંડ ધડરૂપે સ્થાપન કરાવ્યું. આચાર્યપદથી વિભૂષિત થયા પછી કોઈ કારણસર પૂજ્ય નૂતન આચાર્ય મ.સા.થી મગરવાડા જવું શક્ય ન હોય, તો આગલોડ જઈને ચિત્તોલ્લાસથી અઠ્ઠમતપ કરશે, તો પણ તેઓશ્રીના શ્રી જિનશાસનની સુરક્ષા, સેવા, આરાધના પ્રભાવનાદિના પ્રભાવક સર્વ મનોવાંછિત પૂર્ણ કરવા હું સદા કટિબદ્ધ ઉપસ્થિત રહીશ. અનંત પરમ તારક શ્રી જિનાજ્ઞાથી વિપરીત વિચારાયું કે આલેખાયું હોય, તો ત્રિવિધ રીતે મિચ્છામિ દુકકડે. સ્વ–પરના કલ્યાણ માટે સહાયભૂત જિનેશ્વર પરમાત્માનું શાસન ટકવાનું છે, જયવંતું રહેવાનું છે; છતાં દરેક જીવાત્માએ પોતાનો સ્વપુરુષાર્થ ફોરવીને શાસનની જયપતાકા ફરકાવવામાં તન મન ધનનો ઉપયોગ કરવો જોઈએ. ' શાસન અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રવીરે તન મન ધનથી પૂર્વના ભવમાં શાસનની સેવા કરેલી. અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પણ તેઓશ્રી નિષ્ઠાવાન, ચારિત્રશીલ આત્માઓને સ્વ-પરના કલ્યાણ માટે સહાયભૂત થાય છે. ભૂતકાળમાં પણ થયા હતા, ભવિષ્યમાં થશે – આવું અમારા ઉપકારી ગુરુદેવ પ.પૂ. આ. ભ. વર્તમાન ગચ્છાધિપતિ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા. પાસેથી સાંભળેલું છે. અને સંપૂર્ણ શ્રદ્ધા છે તથા અનુભવ થયેલ છે પણ જાહેરાત કરવામાં રસ નહિ હોવાથી જણાવતા નથી. પણ જે કોઈ સ્વ–પરનું કલ્યાણ કરવાની ભાવના રાખતા હોય, શાસનની જાહોજલાલી કરવા માંગતા હોય તો આવતાં વિઘ્નોને ચૂરી નાંખવાની તાકાત શાસન-અધિષ્ઠાયક સમકિત દેવ શ્રી માણિભદ્રવીરની છે. દરેક જીવાત્માઓએ ૧ માળા અવશ્ય ગણવી જોઈએ. – ૩% અહં નમઃ, ૐ અસિઆઉસા નમ: શ્રી માણિભદ્ર દિશત મમ સદા સર્વે કાર્યેષ સિદ્ધિમ્ | શાસનઅધિષ્ઠાયક દેવોનું આત્મકલ્યાણ થાઓ. શાસન જયવંતું વર્તો. મુ: લીંચ, તા. ૧૦–૩–૯૭ પ્રસન્નકીર્તિના ધર્મલાભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy