SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 613 તારક તેમ જ મહાસમર્થ અજોડ મહાપ્રભાવક હોવા છતાં ગુજરાત પ્રદેશમાં પ્રવેશ કરતાં જ તેઓશ્રીને અઠ્ઠમતપ કરીને કાયોત્સર્ગમાં સૂરિમંત્ર જપમાં લીન બનવું પડ્યું. એમ વિચારીને એક ક્ષણમાં શ્રી માણિભદ્રજી મહારાજ વ્યંતરનિકાયથી પરમ પૂજ્યપાદ તારક ગુરુદેવશ્રીની સેવામાં ઉપસ્થિત થયા. પરમ પૂજ્યપાદશ્રીને સબહુમાન વંદન-નમસ્કાર કરીને વિનમ્રભાવે વિજ્ઞપ્તિ કરી કે, હે ભગવન્! આપે મને ન ઓળખ્યો? પરમ પૂજ્યપાદશ્રીજીએ જણાવ્યું, તમે પરમ શક્તિસમ્પન મહામહર્તિક દેવ છો. ભગવન્! હું દેવ થયો એ સર્વ આપના જ મહાઉપકારનું અને પરમ પ્રભાવનું જ ફળ છે. ભગવન્! વ્યંતરનિકાયના છઠ્ઠા ઈન્દ્ર શ્રી માણિભદ્રજીનું આયુષ્ય પૂર્ણ થતાં તેમનું ચ્યવન થયું અને તેમના સ્થાને હું માણેકચંદશાનો જીવ આપશ્રીના કલ્પનાતીત અસીમ ઉપકારથી આપશ્રીના શ્રીમુખે શ્રી શત્રુંજય માહાભ્યનું શ્રવણ કરીને તે પરમ પુષ્ટાવલંબનથી શ્રી શત્રુંજય મહાતીર્થની વિધિવત્ યાત્રા કરવાની મારી ભાવના અતિ સુદઢ થતાં આપશ્રીના તારક શ્રીમુખે અભિગ્રહ કરી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ પ્રત્યે યથાશય ભક્તિભાવપૂર્વક શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનું અને દેવાધિદેવ શ્રી આદીશ્વરજી પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં આપશ્રીની પુણ્ય ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય ચતુર્વિધ શ્રીસંઘ સાથે ગ્રામાનુગ્રામ પ્રયાણ કરતાં આ મગરવાડા ગામની સમીપમાં વન હતું ત્યાં શ્રીસંઘે વિશ્રામ કર્યો. ત્યાં ચોરોના આક્રમણથી હું ભયંકર ઘવાયો. આપશ્રીજીના તારક શ્રીમુખે શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ પૂર્વક ' તીર્થાધિરાજરાજેશ્વર શ્રી શત્રુંજય મહાતીર્થના ધ્યાનમાં લીન રહીને મહાતીર્થની યાત્રા કરવી.' એ પ્રમાણે અભિગ્રહ કરેલ હોવાના કારણે હું મૌન રહ્યો. ચોરોએ મને પડકાર્યો, પણ મારે મૌન હોવાના કારણે મેં પ્રત્યુત્તર ન આપ્યો. ચોરોને લાગ્યું કે આ શેઠ પાસે માલમતા ઘણી હોવાથી ઉત્તર આપતા નથી. ચોરોએ મારી પાસે આવીને મને બોલાવવા પ્રયત્નો કર્યા, પણ મારે મૌન હોવાના કારણે હું ન બોલ્યો એટલે ચોરોની શંકા સવિશેષ દઢ બની અને ચોરો મારા ઉપર એકસાથે તૂટી પડ્યા. શસ્ત્રના ઘા કર્યા. હું ભયંકર ઘવાયો – મસ્તક, ધડ અને પગની પિંડી છેદીને મારા શરીરના ત્રણ ટુકડા કરી નાંખ્યા. શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણ પૂર્વક શ્રી શત્રુંજય મહાતીર્થના ધ્યાનના પ્રબળ મહાપ્રભાવે વ્યંતરનિકાયના કાળધર્મ પામેલ છઠ્ઠા ઈન્દ્રના સ્થાને હું માણિભદ્ર નામે છટ્ટો ઇન્દ્ર થયો છું. હું એકાવતારી છું. આ ભવનું મારું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે કાળધર્મ પામી પરમ આદર્શ શ્રાવક કુળમાં અવતરીને, સંયમ અંગીકાર કરીને પરમ વિશુદ્ધપણે ચારિત્રનું પાલન કરતાં ક્ષપકશ્રેણીએ આરૂઢ થઈને ચાર ઘાતિકર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન-કેવળદર્શન પામીશ. અંત સમયે શેલેષીકરણના પ્રભાવે ચાર અઘાતિકર્મનો આત્મામાંથી આત્મત્તિક (પૂર્ણ) અભાવ થશે અને મોક્ષપદને પામીશ. શ્યામવર્ણની ઝાંયવાળું મારું શરીર છે, મારે પભુજાઓ છે, શ્રી જિનેન્દ્ર પરમાત્માની જમણી ભુજા પ્રતિ (તરફ) સદૈવ રહે તે રીતનું એક દાઢાવાળું વરાહનું મુખ મેં ધારણ કરેલ છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy