SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ 608 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી જિનશાસનમાં સમ્યગ્દષ્ટિ શાસન સુરક્ષક દેવદેવીઓનું સ્થાન અને સ્થાપના કયારથી કોણે અને શા માટે કરી? આ અવસર્પિણીમાં અનન્નાનત્ત પરમ ઉપકારક, પરમ તારક, પ્રથમ તીર્થંકર પરમાત્મા દેવાધિદેવ શ્રી ઋષભદેવ સ્વામીજીએ દીક્ષા અંગીકાર કર્યા પછી એક હજાર (૧૦૦૦) વર્ષે તેમને કેવળજ્ઞાન પ્રગટયું. તે સમયે શ્રી સૌધર્મ આદિ ચોસઠ (૬૪) ઇન્દ્ર અને ચારે નિકાયના કોડો દેવતાઓએ દેવાધિદેવશ્રીની અનન્ત પરમ તારક સેવામાં ઉપસ્થિત થઈને સમવસરણની રચના કરી. દેવાધિદેવશ્રી ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ " નમો તિત્થસ્સ" કરી સમવસરણમાં વિરાજમાન થઈને, તેમની પાંત્રીશ ગુણયુક્ત મેઘગર્જના જેવી ગંભીર પરમ સુમધુર વાણીએ અપાતી ધર્મદેશનાના શ્રવણથી પ્રબળ ઉત્કટ વૈરાગ્યવંત થયેલ શ્રી ઋષભસેન પ્રમુખ અનેક રાજકુમારો સંસારનો ત્યાગ કરીને પરમાત્માના શુભ હસ્તે દીક્ષા અંગીકાર કરીને અણગાર થયા, જેઓએ પરમ સબહુમાન પરમાત્માને પ્રદક્ષિણા દઈને અવનત મસ્તકે ત્રણ વાર પ્રશ્ન કર્યા : " પર્વ ! વિ તત્ત!" પરમાત્માએ શ્રીમુખે પરમ સુમધુર ગિરાએ જણાવ્યું, "૩પ-નેવી, વિડુિ વા અને ધુફુ વા !"રૂપ ત્રિપદીના શ્રવણ માત્રમાં દ્વાદશાંગીની રચના કરી. બારમા અંગના પાંચ વિભાગ, તેમાંના એક વિભાગરૂપે ચૌદ પૂર્વો હોય છે. તેમાંના દશમા પૂર્વનું નામ " વિદ્યાપ્રવાદપૂર્વ" છે. તેનું પ્રમાણ મહાવિદેહક્ષેત્રીય એક પાંચસો ને બાર (૫૧૨) હસ્તિ પ્રમાણ મષિ એટલે શાહીના ઢગલાથી જેટલા ગ્રંથો લખી શકાય તેટલું વિશાળ છે. તે વિદ્યાપ્રવાદપૂર્વમાં પરમ આશ્ચર્યકારી " શ્રી વર્ધમાન વિદ્યા" આદિ વિશ્વભરની સર્વસ્વ મહાવિદ્યાઓ તેમ જ પરમાશ્ચર્યમુગ્ધ બનાવે તેવા પરમ ચમત્કારિક શ્રી સૂરિમંત્ર પ્રમુખ સર્વસ્વ મહામંત્રોનું, તેના અધિષ્ઠાતા મહાપ્રભાવક સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓનું અને તેમનાં કર્તવ્યોનું અતિ વિશદપણે સંપૂર્ણ વર્ણન હોય છે. એ ઉપરથી એટલું તો સોએ સો ટકા સિદ્ધ થાય છે, કે શ્રી જિનશાસનમાં સમ્યગ્દષ્ટિ દેવદેવીઓનું સ્થાન અને સ્થાપના એ કોઈ સ્વાર્થાન્ડ લેભાગુથી શરૂ થયેલી કુપ્રથા નથી, પરંતુ અનંતાનંત પરમ તારક દેવાધિદેવથી વિહિત થયેલ સુ–આચરણા છે, એમ અચૂક સ્વીકારવું જ રહ્યું. એ સુ–આચરણા નથી એમ જો કોઈ કહેતું હોય તો "શ્રી વર્ધમાનવિદ્યામાં જયા, વિજયા જયંતી અને અપરાજિતા એ ચાર શાસનરક્ષિકા દેવીઓનું સ્થાન, શ્રીસૂરિમંત્રમાં સરસ્વતી દેવીનું, ત્રિભુવનસ્વામિનીનું, લક્ષ્મીદેવીનું અને યક્ષરાજ ગણિપીટકનું સ્થાન, સંતિકરં" તિજય પત્ત" અને "બૃહત્ શાન્તિ" આદિ સ્તોત્રોમાં શ્રી લોકોત્તર જિનશાસન–માન્ય સોળ વિદ્યાદેવીઓ, નવ ગ્રહ, દશ દિપાળ આદિ અનેક સમ્યગુદષ્ટિ દેવદેવીઓનું અને સ્કન્દ વિનાયક આદિ લૌકિક દેવોનું સ્મરણ કરીને તેમનાં નામો સ્તોત્રમાં ગૂંથવામાં આવ્યાં છે. ભૂતકાળમાં અનેક મહાપ્રભાવક પૂર્વાચાર્ય મહારાજોએ સમ્યગુદષ્ટિ દેવદેવીઓ દ્વારા શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy