SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 607 શ્રી જિનશાસન સુરક્ષક - યક્ષે શ્રી, માણિભદ્રજીનો પરિચય -પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ [ ઓસિયાજી તીર્થના માર્ગદર્શનદાતા પરમોપકારી દેવાધિદેવ આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવ પરમાત્માના દીક્ષા–સ્વીકાર પછી 1000 વર્ષે પ્રભુશ્રીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં દિવ્ય ધર્મદેશના અનંતકોટિ જીવ સમુદાયના કલ્યાણ માટે વહી રહી. ભગવાનની મધુરાતિમધુર ૩૫નેવા વિનામેરૂંવા ધુવેરૂંવા " એવી ત્રિપદી શબ્દાવલીમાંથી સારગર્ભિત દ્વાદશાંગીની રચના પ્રાદુર્ભત થઈ. તેમાં બારમા અંગમાં પાંચ વિભાગ છે. તેમાંના એક વિભાગ રૂપે ચૌદ પૂર્વો હોય છે, જેમાંના દસમાં પૂર્વનું નામ વિદ્યાપ્રવાદ પૂર્વ છે અને તેમાં પરમ આશ્ચર્યકારક શ્રી વર્ધમાન વિધા આદિ સર્વકામદૂધા વિદ્યાઓ, પરમ ચમત્કારી શ્રી સૂરિમંત્ર સહિત સર્વ મહામંત્રો, અને તેમના અધિષ્ઠાતા સમ્યગુદષ્ટિ દેવી-દેવતાઓનાં સ્વરૂ૫ વિધાન અને ઉપાસના-પદ્ધતિઓ છે. એટલે આવાં દેવી-દેવતાઓનાં વર્ણન-ઉપાસના વગેરે લેભાગુ સ્વાર્થી લોકોની મનઘડંત વાતો નથી એમ ભારપૂર્વક સમજાવીને પૂજ્ય આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજા અહીં શાસ્ત્રીય દષ્ટિએ શ્રી માણિભદ્રજીનો સવિસ્તર પરિચય કરાવી આપણને શ્રી જિનશાસનની સુરક્ષાનો પણ મહિમા પ્રબોધી રહ્યા છે. પ્રસ્તુત લેખ પૂજ્યપાદ આચાર્ય-ભગવંતની ગહનગંભીર શાસ્ત્રીય પષણા અને શ્રાવક-શ્રાવિકાઓના કલ્યાણપથના કરુણામય ઉપદેશયુક્ત હોઈ સમાદરપૂર્વક વારંવાર પઠનીય–મનનીય છે. આ પૂજ્યશ્રીની પ્રેરણાથી દક્ષિણ ગુજરાતમાં ભીલાડ સ્ટેશન નજીક ઓસિયાજીનગર મહાતીર્થ આકાર લઈ રહ્યું છે. મહેસાણાના શ્રી સીમંધરસ્વામી જિનાલયના નિર્માણ અને વિકાસમાં પૂજ્યશ્રીની પ્રેરણા નોંધપાત્ર છે. શાસ્ત્રસિદ્ધાંતના નીતિનિયમોમાં જાગૃત અને આગ્રહી છે. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પૂજ્યશ્રીના જીવનમંત્રો છે. અમારી પ્રકાશન–પ્રવૃત્તિમાં પૂજ્યશ્રી હંમેશાં બળ આપતા રહ્યા છે. ॥ सम्मदिट्ठि देवा दितु समाहिंच बोहिंच ॥ – સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy