________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
જિનશાસનની રક્ષા તેમ જ અજોડ મહાપ્રભાવના કરાવ્યાના અનેક ઉલ્લેખો ધર્મગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. II અક્ષીણ – કોશ–કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા ।
શ્રી જિનશાસનની સુરક્ષા તેમ જ મહાચમત્કારિક અનેકવિધ અજોડ મહાપ્રભાવનાના કારણે વ્યંતરનિકાયના છઠ્ઠા ઇન્દ્ર મહારાજ શ્રી માણિભદ્રજીનું નામ શ્રી જિનશાસન સુરક્ષક અને મહાપ્રભાવક રૂપે વિશ્વવિખ્યાત બન્યું છે.
',
વિક્રમ સંવતની પંદરમી શતાબ્દીની આ વાત છે. શ્રી ઉજ્જયિની નગરીમાં વીશા ઓસવાળ જ્ઞાતીય શેઠશ્રી ધર્મપ્રિય નામે ધર્મિષ્ઠ સુશ્રાવક હતા. તેમના ઘરેથી શ્રીમતી જિનપ્રિયા નામે ૫૨મ સંસ્કારી અતિ ધર્મિષ્ઠ સુશ્રાવિકા હતાં. તેમને માણેકચંદશા નામે સુપુત્ર થયેલ. તેઓ અતિ કુશાગ્ર બુદ્ધિશાળી અને અસાધારણ પ્રતિભાસંપન્ન હોવાના કારણે અલ્પકાળમાં ધાર્મિક તેમ જ વ્યાવહારિક શિક્ષણ સંપાદન કરી લીધું. બાલ્યકાળમાં પિતાજીનો દેહવિલય થવાથી પિતાજી સંચાલિત પેઢીનું કાર્યતંત્ર સંભાળીને ખૂબ સારી રીતે સંચાલન કરવા લાગ્યા. પ્રબળ પુણ્યના ઉદયે સંપત્તિ અને યશકીર્તિના પરમ યશોભાગી બન્યા.
609
યુવાવસ્થા પ્રાપ્ત થતાં ધારાનગરીના વિશ્વવિખ્યાન શ્રેષ્ઠિવર્ય સુશ્રાવક શ્રી ભીમશેઠની સુકન્યા આનંદરતિ સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
શેઠશ્રી માણેકચંદશાનાં માતાપિતા સંવિજ્ઞપાક્ષિક તપાગચ્છીય પરમ પૂજ્યપાદ આચાર્ય– પ્રવર શ્રી હેમવિમળસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ. પૂ. આ. શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ સાહેબના અસીમ ઉપકારથી ધર્મમાં ખૂબ જ આગળ વધ્યાં અને સ્થિર બન્યાં હતાં. પરમ પૂજ્યપાદ આચાર્યપ્રવરશ્રીજીની આજ્ઞા એ જ આત્મા, એ જ પ્રાણ અને એ જ જીવન; એ જ તન, એ જ મન, એ જ ધન એવી અટલ શ્રદ્ધા ધરાવતાં હતાં. પરમ પૂજ્યપાદજીનાં પરમ અનુયાયી હતાં. પોતાના ઘરમાં જિનમંદિર અને પૌષધશાળા હતાં. પ્રતિદિન અષ્ટપ્રકારી પૂજા, ઉભય ટંક પ્રતિક્રમણ અને પર્વતિથિએ પૌષધ કરતા હતા. શેઠશ્રી માણેકચંદશાએ પણ પિતાજીના ધર્મ–આરાધનાના વારસાને ખૂબ સારી રીતે સાચવી રાખ્યો હતો અર્થાત્ અકાટય શ્રદ્ધાપૂર્વક ખૂબ જ ઉલ્લાસથી ધર્મ-આરાધના કરતાં હતાં.
એક સમયે લોંકાયત યતિઓએ શ્રી માણેકચંદશા શેઠને ત્યાં સ્થિરતા કરી. રાત્રે ધર્મચર્ચા કરતાં યતિઓએ ઉટપટાંગ કુતર્કો અને કુયુક્તિઓથી શેઠશ્રી માણેકચંદને પરંપરાગત પરમ સુધર્મથી વિમુખ બનાવીને, પોતે આચરતા મહા—અધર્મને સાચા ધર્મરૂપે મનાવીને, પોતાના અંગત અનુયાયી બનાવ્યા.
શ્રી માણેકચંદશા શેઠે પૂજા, સેવા, પ્રભુભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, નવકાર સહિઅં, ચોવિહાર આદિ તપ-જપ-વ્રત પચ્ચક્ખાણ આદિનો સર્વથા ત્યાગ કરીને મહાઅધર્મ સ્વરૂપ રાત્રિભોજન, અભક્ષ્ય, અનન્તકાય વાપરવાનું ચાલુ કર્યું. ધર્મનો ત્યાગ કર્યાની શેઠશ્રી માણેકચંદશાનાં સુપત્ની શ્રીમતી આનંદરતિને જાણ થતાં તેમણે પતિદેવને અધર્મનો ત્યાગ કરી પુનઃ સુધર્મની આરાધના કરવા અનેકવાર સમજાવવા છતાં માણેકચંદશા શેઠે કદાગ્રહ ન
૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org