________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
563
શકાય. પરંતુ, શ્રેષ્ઠ તો નં (અ) છે. તેના અભાવમાં જ નં. (બ) કરવાનું છે. (ક) પ્રતિમા કે પ્રતીકની સન્મુખ જ વેદિકાકુંડ હોય તો શ્રેષ્ઠ છે. પણ જ્યાં સન્મુખ ન થઈ
શકે તેવી પરિસ્થિતિ હોય, ત્યાં આગળ-પાછળ અથવા આસપાસમાં નજીકમાં ખુલ્લા
આકાશ નીચે જમીન પર વેદિકાકુંડ અપવાદરૂપે બનાવી શકાય છે. (ડ) મકાનની છત પર, પ્રથમ માળે કે ગમે તેટલા માળે આ વિધાન નાછૂટકે અપવાદરૂપે
થઈ શકે છે. (૧૦) આ સઘળા ઉપરાંત ગુરુગમન તથા અનુભવ અને કોઠાસૂઝનું મહત્ત્વ પણ છે. (૧૧) વેદિકાની દ્વિતીય મેખલા ઉપર, પેજ નં.( )પરની આકૃતિમાં દર્શાવ્યા મુજબનાં સ્થાનો
પર, કોડિયા જેવો આકાર અથવા કોડિયાં કુલ પાંચ સ્થાનો ઉપર કરવાના છે. ચારે ખૂણે એક–એક એમ ચાર તથા વચ્ચે એક એમ પાંચ કોડિયાં થશે.
॥ अथ श्रीमाणिभद्रवीर विशिष्ट-महापूजनम् (आहुतिविधानम्) ।
આ વિધાન કરાવવાના દિવસે શુભ મુહૂર્ત સ્નાત્રપૂજા ભણાવવી અને પ્રભુજીને યથાશક્તિ આંગી કરાવવી.
પછી, પૂજાની સર્વ સામગ્રી એકઠી કરીને શુદ્ધ કરવી અને તે સર્વે સામગ્રી ઉપર નવકાર મંત્ર તથા શ્રીમાણિભદ્રવીરનું સ્મરણ કરીને વાસક્ષેપ કરવો. - ત્યાર પછી, શુભ મુહૂર્ત વિધિપૂર્વક પ્રથમ આપેલ શ્રી માણિભદ્રવીર મહાપૂજનમ્ અન્તર્ગત જે કુંભસ્થાપના અને દીપકસ્થાપના વિધિ છે તે મુજબ કરાવવી.
પૂજાની સર્વ સામગ્રી અને દ્રવ્યો વ્યવસ્થિત રીતે અગાઉથી જ યોગ્ય જગ્યા પર, યોગ્ય પાત્રોમાં ગોઠવાવી દેવાં.
પછી, વિધિકારકે તેમ જ પૂજામાં બેસનાર સર્વેએ પૂજાનાં વસ્ત્રો પહેરીને, હાથે મીંઢળ કે નાડાછડી કે રક્ષાપોટલી (જે પ્રાપ્ત હોય તે) બાંધીને કપાળે કેસર–ચંદનનું તિલક કરીને, ફૂલના હાર ગળામાં ધારણ કરીને પૂજામંડપમાં ઉપસ્થિત રહેવું તથા ધૂપ-દીપ ચાલુ કરવા, કે જે પૂજન પુરું થાય ત્યાં સુધી રહેવા જોઈએ.
() અથ વેરાસ્થાપન-પૂનનમ્ II
નિમ્ન વિધિથી વેદિકાનું સ્થાપન અને પૂજન કરવું:
સર્વપ્રથમ ત્રણ નવકારમંત્ર અથવા વજપંજરસ્તોત્ર બોલવું. (૧) ૩% ભૂમિ મૂતધાત્રી સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિ પુર શુરુ સ્વાહા ||
મંત્ર ત્રણ વાર બોલીને વેદિકાની અંદર,ઉપર અને આસપાસ વાસક્ષેપ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org