SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ 536 તપાગચ્છાધિષ્ઠાયક વિગય પાંચનો કરે પરિહાર, વિગય એક વૃત કદી આહાર; લીલોતરી મીઠાઈ જેહ, ગુરુ વછરાગી ત્યાગ કરેહ. ધન્ય છે આવા મહાન ઉગ્ર તપસ્વી, ત્યાગી, વૈરાગી, ઉગ્રવિહારી, ક્રિયોદ્ધારક, શત્રુંજય તીર્થ સોલમોદ્ધારક, શાસનપ્રભાવક, શાસનસમ્રાટ આચાર્યશિરોમણિને! નામ તેનો નાશ – આ અટલ નિયમમાંથી કોઈ બચી શકતું નથી, છતાં જેનો નાશ થવા છતાં જેમનાં નામ વર્ષોનાં વર્ષો સુધી ગવાય, જેમનાં સંસ્મરણો ને ગુણાનુવાદ સંભાળી વારંવાર જેમના જીવનપથને તાજો કરવામાં આવે તે નાશ પામ્યા હોવા છતાં ખરી રીતે તેમનો કાર્યદેહ આજે પણ તેમના સાક્ષાત્ જીવન જેટલો જ પ્રભાવ પાડે છે. જેના જીવનપથ રૂપ પવિત્ર સ્થાનમાંથી અનેક પરમપાવની ગંગાસ્વરૂપ સત્કાર્ય પ્રવાહો અસ્મલિત વહેતા હોય અને જેના ગયા પછી પણ તે પ્રવાહો ચિરસ્થાયી વહન કરતા હોય; જેનું જીવનપવિત્ર અનેક જીવના આદર્શરૂપ હોય તે મહાપુરુષ મર્યા છતાં જીવંત જ ગણાય છે, કારણ કે તેનો આદર્શ સદાને માટે જગતમાં વિસરાતો નથી. ગમે તેટલી મોટી આયુષ્ય સ્થિતિવાળા મહાપુરુષો, ખુદ પરમાત્મા ઋષભદેવ અને મહાવીર પ્રભુ જેવા પણ આ જગતમાં કાયમી ટકી જગતને લાભ ન આપી શક્યા તો પછી આ મહાપુરુષ પણ જગતના પાપ-જીવનને વધુ વખત શા કારણે જોવા માટે રહી શકે ? તેઓશ્રીના શરીરને પણ દુનિયાના ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ સ્વરૂપ તત્ત્વત્રયીએ પ્રભાવ દેખાડ્યો, અને તેમનું શરીર દિનપ્રતિદિન ક્ષીણ થવા લાગ્યું. આખરે ગુરુ મહારાજ (રાજનગર) અમદાવાદમાં આવેલ નિજામપુરમાં પધાર્યા બાદ દિવસે દિવસે ખૂબ જ અશક્ત બન્યા. શ્રીસંઘે ગુરુભક્તિને લઈને ગુરુવર્યના ખૂબખૂબ ઉપચાર કરી ગુરુભક્તિ દેખાડી પણ અટલ નિયમ આગળ સૌ અશક્ત હતા અને આખરે જીર્ણ થયેલ દેહને છોડી તેમાં બિરાજતો ઝળહળતી જ્યોતવાળો આત્મા દેવલોકના દેવોને મનુષ્યલોકની માફક લાભ આપવા માટે નવ ઉપવાસના અનશન પૂર્વક વિક્રમ સંવત ૧૫૯ના ચૈત્ર સુદિ ૭ના પ્રભાત સમયે ચાલ્યો ગયો. પ્રકૃતિ અને વિકૃતિના સ્વરૂપને સારી રીતે સમજતો હોવા છતાં તેમનો શિષ્ય-પ્રશિષ્યાદિ વર્ગ અને શ્રી સકળ સંઘ મહાપુરુષના સ્વર્ગવાસથી લાભવંચિત થવાને લઈ ખૂબ ખૂબ તે મહાપુરુષની પ્રશંસા કરવા સાથે પોતાની નિંદના પૂર્વક દુ:ખી થયો. આખા રાજનગરમાં હાહાકાર વર્તાયો, શ્રીસંઘનાં નયનોમાંથી ચોધાર અશ્રુધારા વહી રહી હતી, સૌના મુખ આજે દુ:ખરૂપી વાદળથી ઘેરાયેલા જણાતા હતા. ગુરુદેવના વિરહથી તેઓ દુઃખના સાગરમાં ડૂળ્યા હતા. આજે જૈન શાસનનો સૂર્યદેવ અસ્ત થયો હતો ને સર્વત્ર અંધકાર છવાઈ ગયો હતો. જ્યારે ગુરુદેવના સ્વર્ગવાસની વાત દરેક દિશામાં દેશદેશોમાં ફેલાઈ ગઈ ત્યારે લોકોના એટલે જૈન જૈનેતર તમામનાં મન ઘણાં દુભાવા લાગ્યાં ને પૂ. ગુરુદેવના વિરહ માટે તેમને લાગી આવ્યું. પણ જ્યાં આયુષ્યની દોરી તૂટે ત્યાં શો ઉપાય ? પૂ. આચાર્યદેવનો નિર્વાણમહોત્સવ અમદાવાદ (રાજનગર)ના સકળસંઘે કર્યો. આજે તમામ આલમ પૂ. સૂરિદેવના નામને માનની લાગણીથી સંભારે છે. તેઓ આજ નથી છતાં પૂ. આચાર્યદેવનું નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરોમાં અંકિત છે. ધન્ય હો આવા ત્યાગી ગુરુદેવોને ! અસ્તુ. આટલું લખી વિરમીએ છીએ, ૩ૐ શાન્તિ !!! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy