SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ ભૂમિગૃહમાંથી કઢાવી તેની શ્રી ઋષભદેવ ભગવંતની પ્રતિમા બનાવરાવી સર્વ સંઘોને આમંત્રણો મોકલી સંઘવી કર્માશાહે શ્રી સિદ્ધગિરિરાજનો સોળમો ઉદ્ધાર પોતાના પરમ ઉપકારી જગદ્ગુરુ શાસનસમ્રાટ જંગમ યુગપ્રધાન, સૂરિચક્રચક્રવર્તી વાદિમર્દન શાસ્ત્રવિશારદ પ્રાતઃસ્મરણીય તપાગચ્છાધિપતિ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજાધિરાજના હસ્તે વિક્રમ સંવત ૧૫૮૭ ના વૈશાખ વદ ૬ ને રવિવારે કરાવ્યો, તે હજુ સુધી ચાલ્યો આવે છે. સૂરિજીએ શાસન–ઉન્નતિનાં અનેક કાર્યો કર્યાં છે. પોતાના વરદ હસ્તે અનેક રાજકુમારો, શ્રેષ્ઠીપુત્રો અને બીજા અનેક અન્ય દર્શનીય ૫૦૦–પાંચસો ભવિ વિદ્વાનોને પ્રભુ મહાવીરના ત્યાગધર્મના પુનિત પંથવાળી દીક્ષા આપી હતી તે વખતે મહાપુરુષ તપાગચ્છાધિપતિ વાદિમદમર્દન શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજની આજ્ઞામાં ૧૮૦૦–અઢારસો સાધુઓ વિચરતા હતા. સાધુપણાની બધી જવાબદારીઓ પૂરી કરી, આચાર્ય તરીકેની ફરજમાં હંમેશ પ્રવૃત્ત રહેવું, ગામેગામ વિહાર કરી ભવિજીવોને પ્રતિબોધવા, શાસન–ઉદ્ધારનાં કાર્યો કરવાં અને તે ઉપરાંત કુમતવાદીઓને જીતવા તથા લોકોને જૈનધર્મનો પ્રબોધ પમાડવો —તે બધું કરવા સાથે સાધુપણાને યોગ્ય જીવનશોધનને માટે અને જિતેંદ્રિય થવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરવી એ પણ મહા—ઉપયોગી કર્તવ્ય છે. 535 શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે મહાન તપશ્ચર્યાઓ પણ કરી છે. ચૌદ વર્ષ સુધી જઘન્યથી નિયત તપો વિશેષ કર્યાં પછી છટ્ટના તપનો અભિગ્રહ લીધો એટલે છઠ્ઠને પારણે આયંબિલ યાવત્ જીવ સુધી કર્યાં. તે પહેલાં આચાર્યશ્રીએ ૧૮૧ ઉપવાસ, વીસ વાર વીસ સ્થાનક તપ, ૪૦૦ ચોથવળી સ્થાનક તપ કરી છ‰ કર્યા, વીસ વિહરમાનના ૨૦–વીસ છઠ્ઠ, પ્રભુના ૨૨૯--બસો ઓગણત્રીસ છટ્ટ કર્યા. તે ઉપરાંત પહેલા કર્મના ૧૨ વાર પાંચ ઉપવાસ, બીજા કર્મના નવ વારના ઉપવાસ, દશમા અંતરાયના ૧૨ વાર પંચ-ઉપવાસ, મોહનીયના ૨૮–અઠાવીસ અઠ્ઠમ વેદનીય, ગોત્ર અને આયુષ્યના આઠ આઠ દશમ કર્યાં અને એક નામકર્મનું તપ બાકી રહ્યું તે ન થઈ શકયું તેથી તેનું તેમને ભારે દુ:ખ રહ્યા કર્યું. એનો ઉલ્લેખ નીચે પ્રમાણે ( ગુર્વાવલીમાં ) મળે છે = એહવો આણંદ વિમળસૂરી જેહ,જયમલ છઠ તપ કરતો તેહ; ચોથ છઠ્ઠ તમેં ગહ ગહી, વીસ સ્થાનક આરાધે સહી. ચોથચ્યારસે છઠસેંચ્ચાર, વીસ સ્થાનક સેવ્યાં બે વાર; વિહરમાન ધાર્યા જગીસ, તેહના છઠ્ઠ કર્યા ગુરુ વીસ. એહવા આઠ કર્મ જે શિરે, ટાળવા તપથા ગુરુ કરે; પરિસહ બાવીસ પ્રેમે ખમે, રાત દિવસ જિન વચને રમે. Jain Education International ૧. આ જીર્ણોદ્ધાર સંબંધી ઉલ્લેખ વીરવંશાવળી, તથા પંડિતવર્યશ્રી ગુણવિજય ગણિકૃત કલ્પસૂત્ર લઘુ વૃત્તિમાં તથા જૈન તીર્થોનાં ઇતિહાસમાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy