SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ 532 તપાગચ્છાધિષ્ઠાયક જૈન ધર્મની ઘણી જાહોજલાલી કરી. પૂ.આચાર્યશ્રીએ મોરબી વગેરે સ્થળોમાં લંકાદિમતીઓ સાથે શાસ્ત્રાર્થ કરીને તે લંકામતીના પૂજ્ય આનંદ ઋષિ તથા ભોજર્ષિ તથા બાલઋષિ આદિ પોતપોતાના શિષ્યોની સાથે લંકામત છોડી પૂ. સુવિદિત મુનિ ચૂડામણિ કુમત નાશ કરવાને સૂર્યસમાન મહાન વૈરાગી, ઉગ્ર તપસ્વી, ઉગ્ર વિહારી શ્રીમદ્ આચાર્યદેવ પૂ. આનંદવિમલસૂરીજી મહારાજા પાસે ૭૮ ઇઠ્ઠોતેર મહાત્માઓએ પુનઃ જૈન દીક્ષાનો સ્વીકાર કર્યો તેમજ પૂ.વિદ્યાસાગરજી ગણિએ પણ લોકમતના કેટલાક સાધુઓને દીક્ષા આપી હતી. - પૂ. ગુરુદેવનો પ્રભાવ એટલો બધો હતો કે મહમ્મદ સુલતાન પણ તેઓશ્રીના ફરમાનને માન આપતો હતો. ખાન, વજીર, સુલતાનો પણ તેમને નમતા હતા. જગ્યાએ જગ્યાએ તેમને બહુમાન મળતું અને તેઓશ્રીની પ્રતિષ્ઠા ખૂબ વધતી જતી હતી અને તેઓની આજ્ઞા દરેક શહેર, દરેક ગામ ઝંખી રહ્યાં હતાં. મારવાડ, માળવા, મેવાડ, પાટણ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, ચાંપાનેર, ખંભાત, દક્ષિણ, દેવગિરિ, માંડળ, ગાંધાર, સુરત, ભરૂચ, કુંકણ, કાંકરેચી, જાલોર, મંડોર, જોધપુર, નિવરી, નાગોર, અજમેર, આગ્રા, હંસાર, કોટ, રામસેન, કુંભલમેર, ટુંકટાંડા, ઢીલી, રાજગૃહી, સોપારૂ, વાગડ, વાંસવાડા, આહડ, જવાસા, વિસલનેર, નડુલાઈ, નવસારી, વલસાડ, અગાસી, ડભોઈ, મલબાર, દિવ, દમણ, માંગલોર, ઘોઘા, અને હરમન વગેરે ગામો ને પ્રદેશોમાં પૂ. આચાર્યશ્રીની આજ્ઞા શિરોધાર્ય મનાતી હતી તેમ જ તેઓશ્રીના વિષે નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે: એહવો આનંદ વિમલસૂરિ રાય, નગલી મલિખ હુઓ તેણે ઠાય, મહમ્મદ હાથે ફરમાન કીધ, આનંદવિમલને હાથે દીધ. નમતા ખાન વજીર સુલતાન, ઠામ ઠામ ગુરુ પાવે માન, દીપે દેશના ગુરુજી સાર, ઘણા પુરુષનો કરે ઉદ્ધાર. મુનિ જગો રિષિ જે પંન્યાસ, ગુરુ ફરમાન દિયે નર તાસ, સોરઠ દેશ તેણે કર્યો વિહાર, કીધો લંકાનો ઉદ્ધાર. મારૂડિનો વિહાર વળી જેહ, સોમપ્રભે વાર્યો હુતો તેહ; વિદ્યાસાગર મોકલ્યા ધીર, યૂલિભદ્રનો લોઢો વીર. છઠ્ઠ પારણે આંબિલ કરે, કઠિન વળી તપ આદરે; મેવાત દેશે અણવર જ્યાં દિ, ખડતર પરદુખ વાલ્યાં તાંહિં. જેસલમેર ખડતરને ધીર, નવિ હાંડ્યો વહે શુભ પહિં; બાજઠ પૂજા હોય આજ, વિદ્યાસાગરની વાધી લાજ. તેણિ બાજઠિ નવિ બેઠો હીર, વિદ્યાસાગર મોટો ધીર; એહની વાત તુહે નવિ થાય, જિનશાસન જેણે આવ્યું ઠાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy