SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 533 વીરમગામેં જેણે કીધો વાદ, પાસચંદ્રનો ઉતાર્યો નાદ; માલવદેશ ઉર્જાણી જ્યાંહિ, આનંદવિમલસૂરિ પુર્હતા ત્યાહિં. (ગુર્નાવલિ) પૂ. આચાર્યદેવ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર જૈન જનતા ઉપર અનેકવિધ છે. આજે વિદ્યમાન ઘણાં મંદિરોમાં તેમના હાથે અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ ઉક્ત સૂરિ દ્વારા ને તેમના પરિવાર–સૂરિપુંગવોના હાથે થયેલી નજરે પડે છે. પરમ તારક પરમાત્માની પવનપાવની પ્રતિમાના ઉત્થાપક વર્ગના પ્રાદુર્ભાવ સાથે જ પરમ તારક પ્રતિમાનો પાવન પ્રચાર પણ પૂજ્ય શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે અને તેઓના સંતાનીય શિષ્યોએ ખૂબ જ કર્યો ને જે બાળજનતા પૂર્વે થયેલ તીર્થંકર ભગવાનનો ઉપકાર, મુદ્રાકૃતિ અને જીવન પ્રતિમાનાં દર્શન સાથે પોતાના જીવનમાં લાવી જીવનપથને ઉજમાળવાની પુનિત ભાવના હૃદયમાં પામતાં શીખ્યો. ગુરુના ફોટા, દસ્તાવેજો, પુસ્તકોનાં લખાણો, ચલણી નાણા ઉપરના સિક્કાઓ અને જીવનમાં ડગલે ને પગલે વસ્તુની સ્વરૂપદર્શક આકૃતિઓનો ઉપયોગ માનવા છતાં પરમ તારક ભગવાનની વિદ્યમાનતા અને તેના વચને વચનને સત્ય માનવાની શ્રદ્યણારૂપ સમ્યકત્વના લક્ષણને સ્વીકારવાનું માનવા છતાં તેની જ પ્રતિમા યા સ્વરૂપદર્શક આકૃતિને ન માનવી તે કેટલી જડતા, બુદ્ધિહીનતા, પામરતા અને મહામિથ્યાત્વ છે તે હેજે સમજી શકાય છે. ભગવાનની પ્રતિમા ન માનનાર કે તેના સ્વરૂપને ન સ્વીકારનાર ભગવાનના શાસનનો કઈ રીતે આરાધક થઈ શકે? - હંમેશાં ગમે તેવા વિચક્ષણ પુરુષને પણ તદાકૃતિ રજૂ કરવાને અવલંબનની જરૂરિયાત હોય જ છે; તો બાળજનતાને તેની અપેક્ષા કેમ ન હોય? આજે જે જૈનધર્મના પૂજા, સેવા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તપશ્ચર્યા કે બીજા ક્રિયાકાંડો બાળજીવનને ધર્મમાર્ગમાં જોડવામાં એટલા બધા ઉપયોગી છે કે જો તેવી વિચારણા પૂર્વાચાર્યોએ વિચારી ન હોત તો ધર્મની ઝાંખી પણ લાંબો વખત ન ટકત. જિનસારિખી જિનપડિમા – એ સૂત્રને જીવનમાં પચાવી સ્થળે સ્થળે જ્યાં જૈન ત્યાં જિનપ્રતિમાનો પાવન પ્રચાર ઉક્ત સૂરીશ્વરજીના હાથે થયો અને તેમાં પ્રભુત્વ આરોપણ કરી પ્રતિમાઓના પૂજનથી જનતાને જીવનપાવિત્ર્યમાં ઝૂલતી કરવાનો ઉપકાર આજે પણ ન ભૂલી શકાય તેવો તેમનો છે. - પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે અનેક ભવ્યાત્માઓને પોતાની અમૃતમય દેશના વડે પ્રતિબોધ કરીને અજમેરુ, સાંગાનયર, જેસલમેર, મંડોવેર, નાગોરી, નાડલાઈ, સાદડી, શિરોહી, પલિતાણા, જૂનાગઢ, પાટણ, રાધનપુર, અમદાવાદ, મહેસાણા, કાવી, ગંધાર, કપડવંજ, ઈડર, ખંભાત, સુરત, વીસનગર, વડનગર, વિજાપુર,પેથાપુર, જોધપુર, આદિ અનેક નગરોમાં અંજનશલાકાઓ ને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy