SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 531 ત્યારે તે વાદીના વાદનો પ્રતિકાર ઇચ્છાએ કે અનિચ્છાએ કરવો પડે છે, ને જો તેમ ન કરવામાં કે મૌન સેવવામાં આવે તો પોતાના ધર્મની અપભ્રાજના થતાં ભદ્રિક જીવો વિમાસણમાં પડી ધર્મભ્રષ્ટ બને. આથી વાદીના વાદનો પ્રતિકાર કરવો એ તેઓને આવશ્યક થઈ પડે છે. આ જ રીતે પૂજ્ય ભગવંત આનંદવિમલસૂરીશ્વરજી મહારાજને પણ ધર્મ ઉપર થતા વાદવિવાદનો પ્રતિકાર કરવો પડતો હતો, કારણ કે તે વખતમાં યતિઓનો શિથિલાચાર દેખી અનેક અન્ય દર્શનીઓ જૈનશાસ્ત્ર ઉપર આક્રમણ કરવા લલચાતા અને આક્રમણ કરતા. આ આક્રમણોનો જવાબ તેમને પોતાને આપવાનો રહેતો હતો તેથી તેઓશ્રીને સ્વમતથી ભૂલેલા અને પરમતથી મદાંધ બનેલા વાદીઓના જ્ઞાન-અજીર્ણને દૂર કરવા વાદવિવાદમાં ઊતરવું પડતું હતું. આ પ્રમાણે તે વાદોમાં જય મેળવી સંશયાકુલ બનેલ જનતાના હૃદયને અતિવિશુદ્ધ કરી જૈન જનતા ઉપર ખૂબ જ ઉપકારપૂર્વક ધર્મની સુંદર છાપ પાડી હતી. શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજીએ જૈનધર્મના ઉદ્યોતને માટે અને કુમતીઓના ધર્મપર થતા આક્ષેપોના નિવારણ માટે કડવા, લોંકા આદિ ભિન્નભિન્ન મતોના ભ્રમ ખોલવા માટે અને લોકોને જૈનધર્મનું રહસ્ય સમજાવી ધર્મમાં સ્થિર રાખવાની દષ્ટિએ સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડ વગેરે દેશોમાં ઉગ્ર વિહાર કર્યો હતો. એક વખતે અવસર વિચારી મારવાડ જેવા ઊખર પ્રદેશમાં પાણીની મુશ્કેલી હોવાથી અને સાધુઓને ભારે મુશ્કેલી નડતી હોવાથી વર્ષોથી જે વિહાર શ્રીમદ્ સોમપ્રભસૂરીશ્વરજીએ નિષેધ કર્યો હતો તે વિહારની મુશ્કેલીનો સામનો કરીને શ્રીમદ્ ગુરુદેવ આનંદવિમલસૂરિજીએ મારવાડમાં વિહાર કરવાની શરૂઆત કરી મુશ્કેલીનો સામનો કરી વિહાર કરતાં સાધુઓને શીખવ્યું. મારવાડમાં પાણી ઉપરાંત કંટક, ભૂંડ વગેરે કષ્ટ પણ સહેવા પડતાં. ગોચરી માટે પણ મુશ્કેલી રહેતી કારણ કે ડુંગરાળ અને દૂરદેશનાં ગામોમાં તેનો યોગ વિરલ જ પ્રાપ્ત થતો. મારવાડમાં વિહાર બંધ હોવાને લીધે લોકોની ધર્મ પ્રતિ અશ્રદ્ધા તથા બીજા ધર્મ પ્રતિ વલણ ધીમે ધીમે ફેલાતું હતું. આથી પૂજ્ય આચાર્યશ્રીએ ગામેગામ વિહાર કરી લોકોને જૈનધર્મનો પ્રભાવ સમજાવી ફરી તે દેશને ધર્મમાં દઢ કર્યો. પૂ. આચાર્યશ્રીએ જેસલમેર તરફ પોતાના વિદ્વાન શિષ્ય ઉપાધ્યાય શ્રી વિદ્યાસાગરજી મહારાજને મોકલ્યા ને ત્યાં તેમણે જેસલમેરમાં ખરતરગચ્છવાળાઓને અને મેવાડદેશમાં બીજા મતીઓને વાદવિવાદ કરીને હરાવ્યા. - શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજીએ માળવામાં અન્ય મતવાળાઓ અને કડવામતીઓની સાથે ને મોરબીમાં પકાદિ મતવાળાઓ સાથે તથા વિરમગામમાં પાઊઁચંદ્ર પોતાનો મત પ્રરૂપી જૈન લોકોનાં મન સંશયવાળાં કરેલાં તે બધાનો વાદવિવાદથી પરાજય કરી જૈનધર્મની ચારે દિશાએ ઉજ્વલ કીર્તિ ફેલાવી હતી. પૂ. આચાર્યશ્રીના પરમ ભક્ત તૃણસિંહ નામના શ્રાવકે જેમને બાદશાહે પાલખી આપી હતી ને મલિક શ્રી નગદલ એવું બિરુદ આપ્યું હતું તે તૃણસિંહ શ્રાવકની આગ્રહભરી વિનંતીથી સાધુ શ્રી જગર્ષિ ગણિને સાધુઓની સાથે સોરઠ દેશમાં વિહાર કરાવ્યો. ત્યાં પણ તે ઋષિમુનિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy