SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ 530 તપાગચ્છાધિષ્ઠાયક વિમાસણ લાવી તેમણે પાલનપુર તરફ વિહાર કર્યો ને મગરવાડાની ઝાડીમાં આવીને ઊતર્યા. ત્યાં રાત્રિમાં શાસનસમ્રાટ શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ ધ્યાનમગ્ન રહ્યા ત્યારે રાત્રે તેમની પાસે માણેકચંદ શેઠે આવી દર્શન દીધાં. સૂરિજીએ તેમને ઓળખ્યા. માણેકચંદ શેઠે પોતાનું મરણવૃત્તાંત વગેરે સર્વ હકીકત કહી સંભળાવી તેમ જ માણિભદ્રવીર તરીકે પોતાની ઉત્પત્તિ કહી. પોતાના પરમ ઉપકારી ગુરુદેવ પાસે સેવા માટે યાચના કરી. સૂરિજીએ કહ્યું કે ખરતરગચ્છના યતિઓએ આપણા સાધુઓને મારી નાખ્યા છે, તેમણે ભૈરવની સાધના કરી આ જુલમ વર્તાવ્યો છે, તમે તેનું નિવારણ કરો અને તપગચ્છના આચાર્ય, સાધુઓ, યતિઓ વગેરેને સહાય કરો. માણિભદ્રવીરે કહ્યું કે હું આપની સેવામાં હાજર રહીશ અને ભૈરવનો ઉપદ્રવ ટાળીશ; પણ મારી માગણી એ છે કે તપાગચ્છના ઉપાશ્રયો તથાદેરાસરોમાં મારી સ્થાપના કરવામાં આવે. સૂરિજીએ જણાવ્યું કે તમોને તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે સ્થાપવામાં આવશે. આથી પ્રથમ માણિભદ્રવીરની સ્થાપના મગરવાડામાં કરવામાં આવી અને આજે પણ મગરવાડાના વીર તરીકે તે સ્થાન પ્રસિદ્ધ છે. માણિભદ્રવીરે ભૈરવને વારી ઉપદ્રવ દૂર કર્યા. તપાગચ્છમાં નવીન થનાર આચાર્યો પ્રથમ મગરવાડા જતા અને મગરવાડામાં રહી માણિભદ્રવીરને અક્રમ કરી પ્રત્યક્ષ કરતા હતા. અનેક ચમત્કારોથી ભરપૂર જીવનવાળા શ્રીમદ્ સોમવિમલસૂરીશ્વરજી મહારાજની પાટ–પરંપરાએ થયેલા શ્રી શાંતિસોમસૂરિજીએ મગરવાડામાં રહી માણિભદ્રવીરનું આરાધન કર્યું અને તેમના પગનો કંઈક અંશ માણિભદ્રવીરના કથન પ્રમાણે આગલોડમાં ઠાકોર સમરસિંહજીના સમયમાં વિક્રમ સંવત ૧૭૩૩માં શાંતિસોમસૂરિએ તે ગામની બહાર દહેરું બંધાવી ત્યાં તેની સ્થાપના કરાવી હતી. તપાગચ્છના ઉપાશ્રયો અને દહેરાસરોમાં ગામેગામ અને શહેરે શહેર માણિભદ્રવીરની સ્થાપના જોવામાં આવે છે. જેનશાસનમાં અધિષ્ઠાયક દેવ તરીકે માણિભદ્રવીર ઠેર ઠેર પૂજાય છે. આજે આગલોડમાં માણિભદ્રવીરનું દેરાસર સુંદર છે. પૂર્વે માણિભદ્રવીર-માણેકચંદ શેઠ જ્ઞાતિએ વિશા ઓશવાળ હતા તેથી અમદાવાદ, સુરત, મુંબઈ, પૂના, વિજાપુર, પાલનપુર વગેરેના ઓસવાળો ત્યાં માનતા કરવા આવે છે, કેટલાક મગરવાડા અને કેટલાક ઉજ્જયિની પણ જાય છે. મારવાડ, મેવાડ અને માળવામાં ગામેગામ તેની સ્થાપના હોવાથી તે લોકો બહારગામ જતા નથી. શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ મહાન ક્રિયોદ્ધારક અને શાસનને દીપાવનાર હતા એટલું જ નહિ પણ તેઓ એક મહાન સમર્થ વિદ્વાન અને અજોડ વાદી પણ હતા. જૈન ધર્મ, સ્વશાસનરક્ષામાં ધર્મવાદપરાયણ હોય છે, તે વાદવિવાદથી હંમેશાં દૂર રહેનાર છે; કારણ કે વાદવિવાદો પરમતના નિરસન અને સ્વમત–સ્થાપન પરાયણ માત્ર ફળની ભાવનાવાળા હોય તો તેથી જેવો જોઈએ તેવો લાભ મળી શકે નહિ. આથી જ જો તેમાં તત્ત્વગવેષક બુદ્ધિ ન હોય તો તેવા વાદને પણ જૈનધર્મે વિતંડોવાદ કહ્યો છે. અને આવા વાદથી જૈન મુનિઓ હંમેશાં દૂર રહેનારા હોય છે. જૈન મુનિઓએ વાદનું આહ્વાન પ્રથમ આપવાનું ભાગ્યે જ સ્વીકાર્યું હોય છે. તેઓને ન છૂટકે અન્ય વાદીઓ તરફથી જ્ઞાનના અજીર્ણને લઈને જૈનધર્મની અપભ્રાજના થતી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy