SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 529 ગભરાવાની જરૂર નથી. તમારા જેવા અમારા તપની અને ધ્યાનની પરીક્ષા ન કરે તો અમારી કસોટી કઈ રીતે થાય! અમે તો આ ધ્યાન દ્વારા ઘોર ઉપસર્ગમાં પણ ઉપસર્ગ કરનાર ઉપર કેમ દયા ઉત્પન્ન થાય અને દોષ ન થાય તેનો અભ્યાસ કરીએ છીએ. આ શબ્દોએ માણેકચંદ શેઠને ગુરુદેવના અત્યંત ભક્ત બનાવ્યા. - ત્યારબાદ એ માણેકચંદ શેઠ કેટલાક વખતથી મારવાડમાં આવેલ પાલીગામમાં વાણિજ્ય વિકાસ માટે રહેતા હતા ત્યાં ગુરુ મહારાજને અતિ આગ્રહયુક્ત વિનંતિ કરી પાલી લઈ ગયા ને ત્યાં ચાતુર્માસ રાખ્યા. ચાતુર્માસ પૈકી પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે કલિકાળમાં પરમ આધાર સ્વરૂપ શ્રી શત્રુંજય મહાતીર્થની પરમ પવિત્રતા અને માહાભ્યને દર્શાવનારા ગ્રંથ વાંચ્યા. આથી રત્નશેખર જેવા ભગિનીભોગી મહાપાપીને પણ તારક અને જેના દર્શન માત્રથી પરમોલ્લાસ પ્રગટ થનાર શ્રી શત્રુંજયગિરિરાજને ભેટવા માણેકચંદ શેઠ ઉત્સુક બન્યા, અને ગિરિરાજના દર્શન કર્યા સિવાય અન્નપાણી કાંઈ નહિ લેવાની પ્રતિજ્ઞા કરી યાત્રા માટે પ્રયાણ કર્યું. સાગરમાં તરવા ઇચ્છનાર માણસને નાવ, હોડી વગેરેનું આલંબન જેમ આવશ્યક છે તેમ ભવસાગર તરવા ઇચ્છનારને ભગવાનની મુખમુદ્રા તેટલી જ આવશ્યક છે. ઘરમાં ઘોર પાપીઓ અને નિષ્ફર પરિણામી જીવો પણ પોતાના પાપ- વ્યાપાર તીર્થભૂમિની સ્પર્શના માત્રથી છોડી દે છે, અને જેની કલ્પના ન કરી હોય તેવા માણસો તીર્થે આવી તરી જાય છે. કારણ કે ઘણા મહાપુરુષોના પાદરેણુથી પવિત્ર થયેલ ભૂમિકાનો સ્પર્શ જ માણસના હૃદયમાં શુદ્ધ વ્યાપાર ઉત્પન્ન કરે છે. આ જ કારણે જિનમંદિરો પોતાના વતનમાં હોવા છતાં જિનેશ્વરની પાદુકાથી પવિત્ર થયેલ તીર્થભૂમિમાં ભવ્યો રહેઠાણ કરે છે અને ત્યાં થઈ ગયેલા મહાપુરુષોના જીવનપટને સ્મૃતિમાં લાવે છે, ને પોતાનું જીવન પવિત્ર કરે છે. આ જ કારણે ભાગ્યે જ કોઈ જેને સિદ્ધાચળતીર્થના દર્શન કર્યા વિના રહેતો હોય અને તેના દર્શનની વંચિતતાને પોતાનાં કમભાગ્ય ન માનતો હોય. આથી જ માણેકચંદ શેઠે તીર્થના દર્શન કર્યા વિના અન્નપાણી ન લેવાનો નિર્ણય કર્યો અને પ્રયાણ કરતાં સાત દિવસ વ્યતીત થતાં તેઓ સિદ્ધપુર પાસેના મગરવાડામાં આવ્યા. તે વખતે ત્યાં ગામ ન હતું, તે સ્થળ ઝાડીઓની ઘટાથી ભયંકર જંગલ હતું. ત્યાં આગળ રાત્રિના સમયે ભિલ્લ લોકોએ તેમને લૂંટી લીધા અને તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો. આથી તેઓ ગિરિરાજનું તે પરમ તારક પરમાત્મા ઋષભદેવનું સ્મરણ કરતાં મરણ શરણ થયા. આ પ્રમાણે મરણ વખતની ઋષભદેવ પરમાત્માની અને પંચપરમેષ્ઠિના ધ્યાનમાં મનોવૃત્તિ હોવાને લઈને તે મરી ઘણા વ્યંતરોના ઉપરી માણિભદ્રવીર નામે વ્યંતરનિકાયમાં જિનશાસનરાગી રક્ષક દેવ થયા. કેટલાક સમય બાદ ખંભાતમાં ખરતરગચ્છ તથા તપગચ્છના યતિઓમાં ભારે મતભેદનો ઝઘડો થયો, અને ખરતર ગચ્છના યતિઓએ તપાગચ્છના યતિઓને ભૈરવની આરાધના કરી મારી નંખાવ્યા. પાંચસો યતિ આ રીતે કાળધર્મ પામ્યા. મહાન તપસ્વી આચાર્યભગવંત શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ આ વાત સાંભળી અતિ દુઃખી હૃદયે જગતના હઠાગ્રહ ઉપર દા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy